________________
ચિત્ર પરિચય.
૫૪૧
*
નજીવા ગુન્હાને લીધે ફાંસી દેતા જુએ છે (ચીભડાના ચેરને ફાંસીની શિક્ષા!), બીજી બાજુ સુધારક શાસ્ત્રાબાવા પાસે પ્રાયશ્ચિત લેવાનું વચન આપતા અને જ્યારે પાછળ દારૂનું પ્યાલું બીજા હાથમાં છાનું માનું ધરી રાખતા જોવામાં આવે છે. આમ બેની વચમાં બંનેને ભેગા કરી સુધારકને ગધેડાના કાન ઉમેળ અને પુરાણપ્રિય શેઠીને પુછડી ખેંચતે એવું દૃશ્ય રજુ કરવામાં આવ્યું છે.
ઉપસંહારમાં સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તે “ આ દેશમાં જેવા ઘેર તમોગુણી પ્રકૃતિવાળા લોકે છે તેવા દુનિયાના બીજા કેઈ ભાગમાં નથી. બહાર જુઓ તે પરમ સાત્વિક હોવાનો ડોળ કરે અને જરા ઉંડા ઉતરીને તપાસ કરે તે ઘે તમભાવ-જડતા –આળસ–અજ્ઞાન વિગેરે જણયા વિના રહે નહી. આવા લેથી જગતનું શું હિત થવાનું હતું ? આવી નિરૂઘાગી, નિરૂધમી, સુસ્ત–આળસુ, કામાંધ ઉદર પરાયણ નાતિ દુનિયામાં કેટલા દિવસ જીવી શકે ?
૬. નગ્નસત્ય-નિશ્ચયનયથી ભડકતી દુનીયા–(પૃ. ૪૩૫) આ ચિત્રમાં નગ્નસત્ય હાથમાં સત્યને પ્રકાશ લઈ દુનિયા સામે નિર્ભય દૃષ્ટિ ફેંકતું ઉભું છે, જેમ કે પાસે નિર્દોષ બાલક તેની સામે નજર કરતું, ગેલ કરતું બેઠું છે. દુનિઆના લોકોમાં સત્યની દૃષ્ટિ પડતાં ભડકી ઉઠયા છે એય બાપરે ! ખાધો ! એમ કોઈ નાસે છે, કોઈ હે તઈ જાય છે, કેઈ આંખ સામે આડા હાથ નાખી દે છે, કેઈ બિચારા ગળીઆ બળદ જેવા બેસી જાય છે, કે લાંબા સૂઈ જાય છે, તે કઈ નાસવામાં બીજાની મદદ લે છે, કોઈ બીજાની ગાદમાં સતાય છે–આમ ભિન્ન ભિન્ન સ્થિતિ અનુભવતી દુનિઆને શું કહેવું? રંક કે શ્રીમંત, ધર્મ અધમ, રાજા કે પ્રજા, આગેવાન કે જરા કે સ્ત્રી સૌને સત્ય ગમતું હોય તે તે પ્રિય શબ્દોના લૂગડાં પહેરેલું કે મિશ્ર રંગનાં આ ભૂષણે વાળું ગમે છે, પણ નાગું, તદન દિગંબરી, અમિશ્રિત એવું સત્ય ગમતું નથી.
નિશ્ચયનય ’ને વ્યવહારનયથી મિશ્રિત કર્યું હોય ત્યારે સામાન્ય રૂચિવાળા લેકને ગળે બસે છે; નહિત એકલું, નયુ નિશ્ચયનયનું સત્ય તિરસ્કાર, અવમાન, અને ત્યાગને પાત્ર થાય છે. આ સંબંધે ઘણું વિચારવાનું છે અને તે અમે દરેક વ્યક્તિગ્રસેપીએ છીએ. આ ચિત્ર યુરોપીય એક કાર્ડ પર આવેલું હતું અને તેના પરથી માટે બ્લોક રા. છેટાલાલ તેજપાલ મોદી, રાજેકેટના ચિત્રકારે કરાવી અને તે અને ઉપરે પાંચમાં ચિત્રને વાપરવા આપ્યાં છે તે માટે તેને ઉપકાર માનીએ છીએ. ૭. સ્વ. શ્રીયુત હેમચંદ અમરચંદ.
આમને જન્મ સં. ૧૯૩૫માં થયો હતો. પિતાશ્રી સ્વ. અમરચંદ તલકચંદે જૈન કમમાં દાનવીર અને સત્ય રીતે શુભ કાર્યમાં સખાવત કરનાર પુરૂષ તરીકે નામના કાઢી છે એ સૌ કોઈ જાણે છે. આ પુત્ર પણ તેમના સંસ્કાર પરિણમેલા હોવાથી તેવા જાગે એમાં કંઈ નવાઈ નથી. પરંતુ અફસોસની વાત છે કે માત્ર ૩૫-૩૬ વર્ષની વયે આ પ્રપંચી જગતને ત્યાગ કરી ગયા છે. - સ્વ. અમરચંદ શેઠે રૂપિયા દશ હજારની રકમ મુંબાઇની યુનિવર્સિટીને આપી દીધી છે કે જેમાંથી બી.એ. માં જૈન સાહિત્યને ઐચ્છિક વિષય લેનારને સ્કોલરશીપ આપવામાં આવે છે, તે આપણે જેને શ્રીમંતને અનુકરણીય છે. તેમણે જૈન વાંચનમાળા તૈયાર કરવાને રે.