SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ શ્રી જૈન . કે. હેરલ્ડ. ગ્રહણ કરે ? પપકાર પણુ, ધર્મોપદેશ રૂપી દાનધારા જ તેમના માટે શાસ્ત્રમાં સમર્થન કર્યું છે; બીજી રીતે નહિ. માટે એ વિષયમાં આગ્રહથી બસ.” કેવા સુંદર સરલ અને સરસ વાક્યમાં કવિએ રાજની ઉધાર પ્રાર્થનાની અને મુનિની વિશુદ્ધ વૃતિની આકૃતિ ખેંચી છે. વિશેષ શું. ઉત્તરોત્તર આનંદ દાયક એવા આ વાને આવાં પ્રકરણોથી તિલકમંજરીની મહત્તા અતિશય ઉચ્ચ થઈ ગઈ છે. ભજન કરતી વખતે એકલા મિષ્ટાન્નથી જેમ મનુષ્યનું મન કંટાળી જાય છે અને તેનાથી વિરક્ત થઇ, વચમાં વચમાં તીખા કે ખાટા સ્વાદ વાળી સ્વાદિષ્ટ વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે તેમ, કથાના રસના આસ્વાદન સમયે પણ કેવળ ગદ્યથી વાચકની વૃત્તિમાં વિરક્તતા આવવા ન પામે, તે હેતુથી કવીશ્વરે, ઉચિત પ્રસંગે મોગરાની માળામાં ગુલાબ ના પુષ્પની માફક, મધુર, આલ્હાદક અને સુંદરવર્ણવિશિષ્ટ, નાના જાતિનાં પ સ્થાપન કરી, સુવર્ણમાં સુગંધ મેળવ્યું છે. કવિની પૂર્વે કાદંબરી આદિ કથાઓ વિદ્યમાન હતી અને તેમને આદર પણ વિદ્વાનોમાં અતિ હતા. પરંતુ તેમાંથી, કોઈ કથા જ્યારે કેવળ ષમય હતી, તે કઈ કેવળ ગદ્યમય ત્યારે કોઈ પઘપ્રાધાન્યજ. એ કથાઓ સવગુણસંપન્ન હોવા છતાં પણ તેમની એ એકાંતતા, ગુલાબના ફુલમાં કાંટાની માફક, સહદોના હૃદયમાં ખટકતી. તેમના વાચન વખતે રસિકોના મનમાં વહેતી રસની ધારાને વેગ આલા. તેમને એ દેવ, સાહિત્યકારો પિતાના નિબંધોમાં સ્પષ્ટપણે પ્રકટ કરતા. ધનપાલથી પણ એ સંબંધમાં મૌન નહી રહેવાયું. પિતાના પૂર્વના મહાકવિઓના ગુણો મુક્તકંઠે ગાવા છતાં પણ તેમની તે દુષિત કૃતિ માટે ટકોર કરી જ દીધી છે. તિલકમંજરીની પ્રસ્તાવનામાં કહે છે કે "वर्णयुक्तिं दधानापि स्निग्धांजनमनोहराम् । नातिश्लेषघना श्लाघां कृतिलिपिरिवाश्नुते ॥ १६ ॥ વાત્તાન્તાના શ્રોતૃ નિર્વિરે કથા . जहाति पधप्रचुरा चम्पूरपि कथारसम् ॥ १७ ॥" તાત્પર્ય એ છે કે, જનનાં મનને હરણ કરનારાં એવાં મધુર વણને યુક્ત હેવા છતાં પણ અતિ શ્લેષવાળી કવિની કૃતિ પ્રશંસા પામતી નથી. સતતગઘવાળી કથા પણ શ્રોતાઓને આનંદ આપી શકતી નથી. તેમજ પ્રચુર પાવાળી ચંદૂકથા પણ રસ પિવી શકતી નથી. કવિના આ ત્રણ આક્ષેપ, ક્રમથી સુબંધુ કવિની “વાસવદત્તા,’ ‘બાણુકવિની દંબરી' અને ત્રિવિક્રમભટ્ટની નવલકથા” ઉપર થયેલા જણાય છે. પ્રથમનું ષક ઠિન્ય, બીજીનું ગદ્યપ્રાધાન્ય અને ત્રીજીનું પથપ્રાધાન્ય અને સ્ત્રીનું પદ્ધપ્રાદુર્ય સુપ્રસિદ્ધ છે. સાહિત્યજ્ઞોની દષ્ટિમાં, આકૃતિઓ, તેમની એકપ્રિયતાને લીધે, કાંઇક હીનગુણવાળી જણાયેલી હોવાથી ધનપાલે પિતાની કૃતિને એ ત્રણે માર્ગોથી દૂર રાખી, નવીન માર્ગે જ દોરવી છે. આમાં નથી સઘન શ્વેષ કે નથી કઠિન પદો. તેમજ સતત ગદ્ય પણ નથી અને પ્રચુર પઘ પણ નથી. સમગ્ર કથા, સરલ અને સુપ્રસિદ્ધ પદો દ્વારા પ્રસાદ ગુણવડે અલંકૃત થયેલી છે. છેડા ભેડા અંતર પછી, પ્રસંગોચિત સ્થાને, અકેક, બબ્બે કે તેથી વધારે ભાવદર્શક પધ પણ આવેલાં છે. ગધની માફક, તિલકમંજરીનાં પા પણ બહુ રમણીય અને પ્રઢ છે. રસ અને ધ્વનિથી પૂરિત છે. દૃષ્ટાંત તરીકે એક પધ લઇશું.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy