________________
તિલક-મંજરી.
૫૦૭
પ્રિયા મદિરાવતી સહિત બેઠે છે. એટલામાં આકાશ માર્ગે કોઈ વિદ્યાધરમની આવે છે અને તે “
પાનનારામનુજ્ઞાનિ હિ મવત્તિ ના ધર્મતત્વનોરિનાં દુકારિ” એ નિયમને વશ થઈ, રાજાની અનુવૃત્તિથી અંબરતલથી નીચે ઉતરી, રાજાએ આપેલા હેમવિષ્ટર” ઉપર બેસે છે. રાજા પ્રથમ તેમની સામાન્ય સ્તવના કરે છે અને પછી પિતાના આત્માને વિશેષ અનુગ્રહીત કરવા માટે મુનિને પ્રાર્થો છે કે, હે મુનિશ્રેષ્ઠા !
" इदं राज्यम्, एषा मे पृथिवी, एतानि वसूनि, असौ हस्त्यश्वरथपदातिपायो बाह्मः परिच्छदः, इदं शरीरम् , एतद् गृह्यं गृह्यतां स्वार्थसिद्धये परार्थसंपादनाय वा, यदत्रोपयोगार्हम् । अहर्सि नश्चिरान्निर्वापयितुमेतजन्मनः प्रभृत्यघटितानुरूप पात्रविषादविक्लवं हृदयम् ।"
“આ રાજ્ય, આ હારી પૃથિવી, આ બધું ધન, આ હાથી, ઘોડા, રથ અને ૫દાતિ-વિપુલ બાહ્મ પરિવાર, આ શરીર. અને આ ગૃહ; એમાંથી જે આપને ઉપાગી હોય તે, સ્વકાર્યની સિદ્ધિ માટે અથવા પરોપકાર કરવા અર્થે સ્વીકાર કરે. જન્મથી લઈ આજ પર્યત નહીં પ્રાપ્ત થયેલ એગ્ય પાત્રના લીધે ઉત્પન્ન થયેલા વિષાદથી વિકલવ થએલા આ અમારા હૃદયને ચિરકાલ સુધી શાંત કરવાને યોગ્ય છે આપ.” - રાજાની વિનય અને ઉદારતા ભરેલી આ પ્રાર્થના સાંભળી મુનિને અતિ હર્ષ થાય છે અને ઉત્તર આપે છે કે–
"महाभाग ! सर्वमनुरूपमस्य ते माहमातिशयतृणी कृतवारिराशेराशयस्य । केवलमभूमिमुनिजनो विभवानाम् । विषयोपभोगगृध्नवोहि धनान्युपादत्ते । मद्विधास्तु संन्यस्तसारम्भाः समस्तसङ्गविरता निर्जनारण्यवद्धगृहबुद्धयो भैक्षमात्रभावितसन्तोषाः किं तैः करिष्यन्ति । ये च सर्वप्राणिसाधारणमाहारमपि शरीरवृत्तये गृह्णन्ति, शरीरमपि ‘धर्म साधनं ' इति धारयन्ति, धर्ममपि 'मुक्ति कारणं' इति बहु मन्यन्ते, मुक्तिमपि निरुत्सुकेन चेतसाभिवाश्चछन्ति, ते कथगमसार सांसारिकसुखप्राप्त्यर्थमनेकानर्थहेतुमर्थ गृह्णन्ति । परार्थसम्पादनमपि धर्मोपदेशदान द्वारेण शास्त्रेषु तेषां समर्थितम् । नान्यथा । तदलं, अत्रनिर्बन्धेन "॥
–“હે મહાભાગ : પિતાના મહિમાતિશયથી તૃણ સમાન કરી દીધા છે સમુદ્રને જેણે એવા, એ હારા આશય-હૃદયને સર્વગ્ય જ છે. પરંતુ મુનિજન વિભવનું સ્થાન છે. વિજ્યોના ઉપભેગમાં આસક્ત થયેલા જન જ ધનને ગ્રહણ કરે છે. સર્વ આરંભસાવધના ત્યાગી, સમસ્ત સંગથી વિરક્ત, નિજન અરણ્યને જ ગૃહ માનનારા અને ભિક્ષાવૃત્તિથી સંતુષ્ટ રહેનારા મ્હારા જેવા-ભિક્ષુઓ તે-ધનાદિ વસ્તુઓથી શું કરશે? જેઓ, સર્વ પ્રાણુ સાધારણ એવો આહાર પણ, શરીરના નિર્વાહ અર્થે જ ગ્રહણ કરે છે. શરીરને પણ ધર્મનું સાધન જાણીને જ ધારણ કરે છે. ધર્મને પણ મુક્તિનુ કારણ માની બહુમાન આપે છે અને મુકિતને પણ ઉત્સુક રહિત ચિત્ત વડે વાંચ્યું છે. તેઓ, અસાર એવા સાંસારિક સુખોની પ્રાપ્તિ અર્થે, અનેક અનર્થના હેતુભૂત એવા અર્થ–ધનને શી રીતે