SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૬ * શ્રી જૈન . કે. હેરલ્ડ. તિલકમંજરી રચના બાણની કાદંબરી જેવી વિસ્તૃતગઘમાં અને આખ્યાયિકાના આકારમાં થયેલી છે. પાત્ર અને વસ્તુ બને કવિના કલ્પેલા હોવાથી સંસ્કૃત સાહિત્યનું તે એક અપૂર્વ નેવેલજ કહી શકાય. અયોધ્યા નગરીના મેઘવાહન રાજાને હરિવહનકુમાર કથાને મુખ્ય નાયક અને વૈતાઢય પર્વત ઉપર આવેલા રથનૂપુર ચક્રવાલ નામક નગરના ચક્રસેન વિદ્યાધરની કુમારી તિલકમંજરી મુખ્ય નાયિકા છે. આ બન્ને દંપતિને અગ્ર કરી કષિએ કથાની વિચિત્ર અને રસભરી ઘટના કરી છે. મધ્યમાં સમરકેતુ અને મલયસુંદરીને વૃત્તાંત સાંધી, કથાની વિસ્તૃતિ અને પ્રકૃતિમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ આણી છે. ધર્મ સંબંધી જાતીયતા જણાવવા માટે સ્થાને સ્થાને જૈન વિચારો અને સંસ્કારો કથાના પાત્રમાં પૂર્યા છે. આ ક્રાવતારતીર્થ, યુગાદિજિન મંદિર, જ્વલનપભનામા વૈમાનિક દેવ, વિધાધરમુનિ, નંદીશ્વર દ્વીપ, વૈતાઢય પર્વત, અષ્ટાપદ પર્વત, મહાવીર નિર્વાણ મહોત્સવ અને સર્વજ્ઞ એવા યંતસ્વામી દ્વારા પૂર્વજન્મ કથન–ઈત્યાદિ પ્રબંધોથી જૈન–જગતની રૂપરેખા આલેખી છે. એ સિવાય કાવ્યનાં વર્ણનીય અંગે–જેવા કે, નગર, ઉદ્યાન, પર્વત, અરણ્ય, સમુદ્ર, સરિત, સરોવર, પ્રાતઃકાલ, સાયંકાલ, નિશા, આલોક, અંધકાર, સમયવર્ણન, યુદ્ધ અને નકા, દિનાં વર્ણને અતિ આશ્ચર્યકારક રીતે વર્ણવ્યા છે. પ્રાકૃતિક દર્યો અને પદાર્થ-સ્વભાવ બહુજ સુંદર અને સૂક્ષ્મ દૃષ્ટિથી આલેખવામાં આવ્યા છે. પ્રત્યેક વર્ણન રસ અને અલંકાર દ્વારા પૂર્ણપણે પોષવામાં આવ્યો છે. “પ્રભાવ ચરિત્ર” ના લેખક જે કહે છે કે-“સાનપર શાષ્ટિ પ્રાપિતા વિ શિor" તેમાં અત્યુક્તિને લેશ પણ સહદય વાચકને જણાતો નથી. કાય મધુલોલુપ રસિક-ભ્રમરોના ચિત્ત-વિનોદ માટે ઋતુના પુષ્પોથી સુગંધિત નંદનવન સમાન નવરસથી પૂરિત આ કમનીય કાવ્ય છે. કાદંબરીનાં વિસ્તૃત વર્ણ અને દીર્ધ-સમાસકાવ્યમર્મજ્ઞના કેમલાન્તકરણને જ્યારે કંટકિત કરે છે ત્યારે, તિલકમંજરીના સંક્ષિપ્ત વૃત્તાન્તો અને સરલ વાક્યો સ્મરણ-સૂત્રોની માફક હૃદયપટ ઉપર સુંદર રીતે સ્થાપન થઈ વારંવાર સ્મૃતિપથમાં આવ્યાં કરે છે. શબ્દની લલિતતા અને અર્થની ગંભીરતા અને જ્ઞના મનને મોહિત કરે છે. સ્થાને સ્થાને નીતિ અને સદાચારના ઉચ્ચારિત ઉલ્લેખથી વિવેકી વાચકની વૃત્તિ સન્માર્ગ–સેવન તરફ આકર્ષાય છે. સંસારની સ્વાભાવિક ક્ષણભંગુરતાના સ્વરૂપને પ્રકટ કરનારા ભામિક ઉપદેશથી તત્ત્વજ્ઞના હૃદયમાં નિવેદના અંકુરો ઉમે છે. યથોચિત સ્થાને આવેલા પ્રસંગોથી વાચકની વિચારણી ક્ષણમાં શંગારરસમાં ડૂબે છે તે ક્ષણમાં કરૂણરસમાં; ક્ષણમાં સાક્ષાત્ ધર્મસ્વરૂપ એક મહાત્માને જોઈ ચિત્ત ભક્તિમાં તલ્લીન થાય છે તે ક્ષણમાં અતિ ભયાનક એક વેતાલને જે સમગ્ર શરીર ભયથી રોમાંચિત થઈ જાય છે. આવી રીતે પ્રતિ”વના મૂળમાંથી શરૂ થતો રસપૂરિત વાક્યપ્રવાહ હિમાલયના ગર્ભમાંથી નિકળેલા ભાગિરથીના તસની માફક ઉત્તરોત્તર વૃદ્ધિ પામતે અંતે “માનજ” ના ઉદધિમાં અંતરિત થઈ જાય છે વાચકોને કથાની રચનાનું કાંઈક દિગ્દર્શન થાય તેટલા માટે એકાદ ફકર અહિં ટાંકવામાં આવે તે અસ્થાને નહીં ગણાશે. કથાનાયકને પિતા મેઘવાહનરાજા સંતતિના અભાવથી ખિન્ન મનવાળે થઈ એક દિવસે હવારના સમયમાં પિતાના ભદ્રસાલ નામા મહાપ્રાસાદના પૃષ્ઠ ભાગ ઉપર, પિતાની
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy