________________
એક સાંપ્રત મુનિના વિચારે.
- ૪૮૯
એ ચિંતા કરવી તે, વૃક્ષ વાવ્યાં પહેલાં જ, તેનાં ફળ ખાઈ જનારાં પક્ષીઓને ઉડાડતા કરવાના કાર્ય જેવું ગણાય !
મ્હારા શબ્દોમાં કે જે હમે સ્પષ્ટિકરણ કરવા માટે પત્રમાં ટકેલા છે. ગર્ભિતાશય યા કથિતાશય જેવું કશું નથી. સ્વાભાવિક રીતે તે શબ્દો લખાયા છે. અને હમારા જેવા ધારાશાસ્ત્રીને તે સમજવામાં કઠિનતા આવે એ સંભવ પણ ઓછો છતાં અનુમાન બાંધી શકું છું કે, સામા માણસના મહેડામાંથી કોઈ વિશેષ બહાર કઢાવવાની વકાલી ૫દ્ધતિએ આમ પ્રેરાયા લાગે છે...........ની “શંકા” યોગ્ય હતી અથવા અયોગ્ય એ વિષયમાં અત્રે ઉલ્લેખ જ નથી. તેમજ તેવી “શંકા કરવાથી તેમનું સમ્યક્તવ મલીન થયું એમ પણ હારૂં કહેવું નથી. એ ફકરો એ આશયથી લખાયું છે કે, જિજ્ઞાસાની ખાતર પણ પણુ જે કાંઈ વિષય ચર્ચવામાં આવે છે તે આપણું કહેવાતા નાયક (કે જેમને વિષય સમજવા જેટલી પણ બુદ્ધિ કુદરતે બક્ષેલી નથી હોતી.) ઝટ તેને ઉસૂત્ર કહેવા તત્પર થઈ જાય છે અને લેખકના વિષયમાં અનેક પ્રકારની આડી અવળી વાતો કરી પોતાના ડહાપણની ઓળખાણ આપે છે, એના દષ્ટાંતમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે. મહારા પિતાના અનુભવથી કહું છું કે “ઘણીક વાર હું કેટલાક સાધુઓના હેડેથી-કે જેઓ પિતાને ગીતાર્થ (?) માને છે અને પોતાના જ્ઞાન આગળ દુનિયાની બધી વિદ્યાઓને તુચ્છ ગણે છે. એ વિષયમાં ઘણા હલકા અને હાસ્યપાત્ર શબ્દ સાંભળ્યા છે ! એ અનુભવે જ ઉપર્યુક્ત પત્રમાંના વા લખાયાં છે અને તે પણ માન્યતાની દષ્ટિએ નહિ પરંતુ વ્યંગ રૂપેજ.
પત્રને પ્રત્યુત્તર આપતાં સ્વાભાવિક રીતે કેટલાક વિચારો ફુરી આવવાથી, અને તે એક તસ્વાભિલાષીને જણાવવામાં લાગણી ઉત્તેજિત થવાથી આટલું લાંબું લખવામાં આવ્યું છે. અંતે પત્ર પૂર્ણ કરતાં એટલું વળી લખવાનું મન થાય છે કે, “સત્યને મેળવવા અને પ્રકાશમાં આણવા માટે જગતની નિંદા-સ્તુતિ તરફ લક્ષ્ય ન આપી, પોતાના કર્તવ્ય-કર્મમાં લાગ્યાં રહેવું એજ જીવનને હેતુ સમજી એ તરફ વિશેષ પ્રયત્નવાન થવું જોઈએ. વેદમાં ઉલ્લેખ છે કે –
सुविज्ञानं चिकितुषे जनाय
सञ्चासच वचसो पस्पृधाते । तयौयत्सत्यं यतरदृजीय
स्तदितसोमोऽवति हन्त्यसत् । “જિજ્ઞાસુ એ જાણવું જોઈએ કે “સત્ ” અને “અસત્ વચને પરસ્પર સ્પર્ધાવાળા છે પરંતુ એ બનેમાં, જે “સત્ય” અને “સરલ' છે તેનું જ ઈશ્વર રક્ષણ કરે છે અને “અસત્ય ને નાશ કરે છે ” માટે સદા જગતમાં સત્યજ વિજયવાન છે એમ સમજી સર્વ છે સત્ય પ્રતિ પ્રયાણ કરો એમ ઇચ્છી વિરમું છું. રમતુઃ