________________
૪૮૮
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
ખાલવા જતાં જાણતાં તથા અજાણતાં બન્ને રીતેથી-ઉલટી કઠણ કરી મુકી છે. દરેક ધર્મ પ્રવંકા અને ધર્માચાર્યોએ પેાતાતાના વિચારા અને અનુભવે રૂપ હાથેાને એ ગહન ગ્રંથિના ગભને ભેદવા માટે ઉઘુક્ત કર્યા છે. કેટલાકા એ કાર્યમાં સફળ થયા છે તે તેમના અનુયાયીઓ કે જેઓ તેમની બતાવેલી રીતિ પ્રમાણેજ એ ગાંઠને ખેાલવા જતાં, પોતાના બુદ્ધિમાંધ-ન્યન ક્ષયાપથમ-ને લીધે યથાકત રીતિ ભૂત્રી જ, ઉલટી દશાએ પ્રયત્ન કરવા ભડી પડવાથી, પાછી તે ગાંઠે ગંઠાય છે અને પછી જૂદાં જૂદાં ભેજાના અને પરસ્પર અસ દ્વિષ્ણુ એવા પ્રચારકોના વિચિત્ર વિચારાથી ચારે દિશામાં તણાતી તે ગાંઠ ખૂબ મજબુત થાય છે. આવી સ્થિતિમાં સત્યના સ્વરૂપને સમઝનાર આત્માને પૂરેપૂરી મુશ્કેલી છેજ. આ મુશ્કે લીમાં જ્યારે કેટલાક આશાવાદીએ “ અધારે સત્ય ડૂબ્યુંતું ” તરી આવતું. આખરે (કલાપી) ઇત્યાદિ ઉદ્બારાદ્વારા કાંક આશ્વાસન આપી જિજ્ઞાસુની વૃત્તિને ઉત્સાહી કરે છે ત્યારે કેટલાકો નિરાશાવાદીએ તેવા અગમ અગોચર હળ, મેક્ જોર્ન પાયા ,, તથા संसार मे सब कुछ समाया कुछ नहीं । कुछ न कुछ का भेद पाया कुछ नहीं ।" (સરસ્વતિ.) આવા નિરાશાજનક વાયા ઉચ્ચારી એ મુસ્કેલીમાં આર વધારેા કરે છે. આવી રીતે સત્ય જિજ્ઞાસુ વિચાર વમળમાં પડે છે અને આમ તેમ ઘણા ઘણા રાંકાં મારી જ્યારે તે હતાશ થાય છે ત્યારે સહજમાં તેના મુખેથી તમેવ સર્ચ નં નિળોíä વન્નત' એવા ઉદ્ગારા નિકળવા માંડે છે. અને એમ ખેલી તે પોતાની શ્રાંત બુદ્ધિને કાંઇક વિશ્રામ આપવા ઇચ્છે છે. પરંતુ જ્યારે પાછું મગજ શાંત થઇ ટટાર થાય છે ત્યારે પાછું તે વિચારના વનમાં પ્રયાણ કરે છે અને વિચારે છે કે તેજ સત્ય છે કે જે જિનેશ્વરાએ કથન કર્યું છે એ વાત ખરી પણ જિનેશ્વરાએ શું કહ્યું છે? એનું નામ નિશાન કે ઠામઠેકાણું? વિધ્યાચળના સપ્તપુટ શિખરાનાં ગહન કાનનમાં ભૂલા પડેલા મનુષ્ય અનેક કષ્ટા વેડ્ડી જ્યારે એકાદ જંગલને પાર કરી સપાટ અને મનુષ્યયુક્ત પ્રદેશના દર્શનની ઇચ્છાથી કાઇ મ્હોટા શિખર ઉપર રહડી જૂએ છે તે જેવી ઘાટી ઉલ્લુ'ધીને આવ્યેા છે તેવીતે તેવીજ ખીજી ધાટી નજર આગળ ભયાનક મૂર્તિ ધારણ કરીને ઉભેલી હાય છે એજ દશા આ સત્ય જિજ્ઞાસુ પરંતુ અલ્પજ્ઞ આમાની થાય છે. અનંતકાળ સુધી મહાભારત પ્રયત્ન કરી ભવ્ય આત્મા મિથ્યાગ્રંથિને ભેદી હર્ષિત થાય છે અને સત્યપ્રાપ્તિની સ્થિતિ સમીપમાં આવેલી જોઇ આનંદ પામે છે પરંતુ જ્યારે ઉંડા વિચારથી સત્યના સ્વરૂપને જાણવા મથે છે ત્યારે મિશ્ર-માહિની-અસત્ય અને સમ્યકત્વ માહિની-ખાદ્ય સત્ય–એ બન્ને ગાંડા, પૂર્વની ગ્રંથિ કરતા કાંઇક નરમ હોવા છતાં પણ જિજ્ઞાસુને મુંઝવણમાં ન્હાંખે છે, એટલુંજ નહીં પણ કેટલીક વખતે છેક સત્યના સાક્ષાત્કારની થવાની તૈયારી હોય છે તે વખતે એ ગાંડા એવી ભ્રાંતિ ઉત્પન્ન કરે છે કે જેના લીધે જિજ્ઞાસુ પેાતાની અવસ્થાનું ભાન ભૂલી જ-હું કયાં સુધી આવી પહોંચ્યા છું, અને કેટલે પહેાંચવું છે, એ વાત વિસ્મરી-ટ્વિગ્મૂઢ થઇ પાછો કરે છે અને ભ્રાંતિમાંને ભ્રાંતિમાં રેડ મૂળસ્થાન કે જ્યાંથી પ્રયાણ કર્યું હતું એવા મિથ્યાત્ત્વના-અસત્યના—ગહન વનમાં પહોંચે છે અને અનંતકાળ સુધી પાછે ત્યાંના ત્યાં ભમે છે!
સારાંશ કે સત્યના સ્વરૂપને સ્વમઝવું અને હમઝીને તેને મેળવવું, એ બહુજ દુર્લભ્ય છે, સત્ય સમઝાયા પછી તેને ગુંગળાવવાની કે પ્રકાશવાની વાત કરી શકાય. પ્રથમથીજ