________________
એક સાંપ્રત મુનિના વિચારે.
તમામ ખર્ચ હાલ તેઓ આપે છે, તેમ તેની દેખરેખ રાખવા માટે માણસે પણ હેમની તરફથી રાખેલા છે. આ શ્રદ્ધાળુ અને દયાળુ ઝવેરી શેઠ, દર વરસે તેમાં નવી નવી જાતનાં ફૂલ ઝાડ, અને ફળાઉ રેપા મુંબઈથી મોકલીને રોપાવે છે. તેમની તરફથી આ બાગમાં એક કુવો ખોદાવેલ હોવાથી હેનું પાણું નળ વાટે અપાસરામાં જતું હોવાથી યાત્રાળુઓને , પાણીની જે અડચણ પહેલાં પડતી હતી તે હવે દૂર થઈ છે.
આ ગામમાં આવી રીતે અપાસરો હોવા છતાં પણ હાલ ત્યાં એક પણ જૈનબધુનું ઘર જોવામાં આવતું નથી. સ્ટેશનથી અપાસરા સુધી પાકી સડક બાંધેલી હોવાથી, ચોમા સામાં પણ રસ્તે જતાં કાદવકીચડ નડતો નથી, તેમ ભાડાની ગાડીઓ થોડે પૈસે મળે છે.
આ આદિનાથ મહાપ્રભુની ખરા દિલથી પ્રાર્થના કરતાં આ લેખ બંધ કરવાની રજા લેઉં . તે મહાપ્રભુ જગતના સઘળા મનુષ્ય ભાઈઓના દિલમાં દયાને વધારે કરી, સઘળે સ્થળે અહિંસા પરમોધર્મનો મહાન સિદ્ધાંત ફેલાવી શાન્તિ કરો. તથાસ્તુ.. લુણાવાડા, ૧-૭-૧૫
છ, વિ, રાવળ
~~~~~~~
~~~
એક સાંપ્રત મુનિના વિચારો.
ધર્મલાભાશી પૂર્વક માલુમ થાય કે હમારો પત્ર મળ્યો. હું થોડા સમયથી .........થી વિહાર કરી અત્ર આવ્યો છું. “ ગુજરાતી સાહિત્ય પરિષદ્' ના વિષયમાં તમારી માફક બીજાઓ તરફથી પણ મહને સૂચના મળેલી છે. હું હાલ બ્રમણ-પ્રવૃતિમાં છું તેમજ એક બે હિંદી–પુસ્તકોના લેખનમાં પ્રવતેલો છું. સાહિત્ય-પ્રદર્શનમાં મૂકવા લાયક જેની પાસે ઘણી ઘણી વસ્તુઓ છે પરંતુ કમનસીબથી તે તે વસ્તુઓ ઉપર સ્વત્વ ધરાવનાર વર્ગમાંથી ઘણે હેટ ભાગ એવો છે કે જેને સાહિત્ય-પરિષદ્ અને . સાહિત્ય-પ્રદર્શન એ શબ્દોની વ્યાખ્યા સમઝાવતા સમઝાવતા પણ મસ્તિષ્ક થાકી જાય છતાં તેમના હૃદયમાં એ વિષયમાં પ્રકાશ થવું કઠિન જેવું છે. પાટણના ભંડારોમાં કેટલીક બહુ ઉપયોગી વસ્તુઓ છે અને તે જે આ પ્રદર્શનમાં મૂકવામાં આવે તો કેટલોક નવીન પ્રકાશ પડે તેમ છે. પૂર્વકાલની જૂદી જૂદી મરોડ વાળી નાગરી લીપિના નમુનાઓ તાડ પત્ર ઉપરનું દર્શનીય ચિત્રકામ, ભારતવર્ષમાં પહેલ વહેલા આવેલા કાગળના નમુનાઓ, અપભ્રંશ અને જાનિ ગુજરાતીના દશક અને શતક વાર લખાએલા ગદ્ય અને પદ્યના નમૂનાઓ, ઈત્યાદિ અનેક વિષયો પરત્વેનું પુરતું સાધન ત્યાંના ભંડારમાંથી મળી શકે તેમ છે. પરંતુ પ્રથમતે, તે વિશાળ ભંડારોમાંથી ઉપયોગી સામગ્રી તારવી કાઢે કોણ? કારણ કે એ કર્તવ્ય સાહિત્ય અને તત્વવિદ્વાનું છે અને તેમની બહતા આ જૈન સમાજ જેવી અજ્ઞાન પ્રજામાં હોય એ કહેવાતા કલિકાલથી કેમ સહન થઈ શકે ? હું બે વરસ પહેલાં જ્યારે પાટણ હતો ત્યારે મહને ત્યાંના કેટલાક ભંડારોનું નિરીક્ષણ કરવાને સમય પ્રાપ્ત થયો હતો. તે વખતે આવી ઘણી સામગ્રી હારા જોવામાં