SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ શ્રી જૈન . કે. હેરલ્ડ. તે પ્રમાણે ગણતાં તે બહું પ્રાચીન કહી શકાય નહિ. આ બેમાંથી કયું ખરું તે વિષે કઈ જૈન શોધક વિદ્વાન ખુલાસો કરશે તે આ વિષે વધારે અજવાળું પડશે. ઉપર બતાવેલી બે જૈન મૂર્તિમાંથી, હેટી મૂર્તિ હાલ ઝઘડિયાના જૈન દેરાસરના મધ્ય ભાગમાં વિરાજે છે, હેમનાથી જમણે હાથ ભીની મૂર્તિ રણિીપુરાની છે, ને ડાબા હાથ ભણુની નવી મંગાવીને સ્થાપના કરી છે. દહેરાસરના અન્દરના ભાગમાં પેસતાં જમણા હાથ ભણી ગોખમાં જે મૂતિ બેસાડવામાં આવી છે તેમને નીચે ઉપરનો સંવત લખેલે છે. આ પ્રમાણે બે જૈન ધર્મની મૂર્તિઓ, અને માતાજીની મૂર્તિ સિવાય એક ત્રીજી ઈશ્વર પાર્વતીની કાળા પાષાણની મૂર્તિ પણ લીંબુંદરાની સીમના એક ખેતરની જમીનમાંથી નીકળી છે, તે પણ એક ધાણકાને જડેલી, ને તેણે તે દોઢમણ જુવારના બદલામાં ઝગડિયાના એક બ્રાહ્મણને આપી હતી. આ મહાદેવની પ્રતિમા બેઠેલા આકારમાં છે ને હેમના ડોબા ભાગમાં પલાંઠી ઉપર પાર્વતીજીની હાની મૂર્તિને બેસાડવામાં આવી છે. જેવા જતાં આ બંને એક જ પાષાણમાંથી કઈ હૈશીઆર સલાટે કેરી કાઢેલી જણાય છે. હેમના પવિત્ર ને વિશ્વ ઉદ્ધારક ચરણ નીચે વરસ કે બીજી કોઈ હકીકત આપેલી જણાતી નથી તે પણ બારિકીથી તપાસ કરતાં તે પણ આદિનાથ ભગવાનની પ્રતિમા જેટલી જ જૂની જણાય છે. બ્રાહ્મણ કહે છે, કે આ મહાદેવને જોવા માટે લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં, તે વખતે તેમને (મહાદેવને) પરસેવો વળી ગયો હતો, જે લોકો વેરાઈ ગયા પછી સમી ગયો હતો ! હાલ આ મૂર્તિ ઝઘડિયાના રણછોડજી મહારાજના મંદિર સામેના માં આવેલા શિવાલયમાં પધરાવેલી છે. દરેક શિવાલયમાં મહાદેવના બાણની સ્થાપના કરેલી જોવામાં આવે છે, પણ આવી માણસ રૂપે, અને તેમાં વળી ડાબી બાજુએ પા. વતીને ખોળામાં બેસાડેલા હોય એવી મૂર્તિ તો કવચિત જ જોવામાં આવે છે. ઝઘડિયાના આ અપાસરાની ઇમારતનું કામ દિનપ્રતિદિન વધતું જાય છે. પૂર્વ દિશાએ અપાસરાને મુખ્ય દરવાજો છે ને હેની પાસે સરીયામ રસ્તે આવેલો છે. દક્ષિણ દિશા તરફ પણ એક બહાને રસ્તે છે, પશ્ચિમે ભીડ ભંજન નામના હનુમાનજીનું મંદિર છે, એટલે આ ત્રણે તરફ અપાસરાને ભાગ વધારી શકાય તેમ નથી, ફક્ત ઉત્તર દિશા તરફ જે ટેકરાવાળું ફળીયું આવેલું છે તે તરફના નજીકના લેનાં ઘર વેચાણ રાખી અપાસરાને વધારવામાં આવ્યો છે, ને હજુ પણ વધશે એમ લાગે છે. - આ અપાસરાની સંભાળ રાખવાનું કામ, અંકલેશ્વર અને અંગારેશ્વરના બે ધનાઢય જૈન શેઠીઆઓ કરે છે. ને તેમની દેખરેખ નીચે એક મહેતે ને એક પૂજારી બ્રાહ્મણ ને બીજા હલકા નેકરોને રાખવામાં આવ્યા છે. - ઝઘડિયા. બી. બી. સી. આર રેલવેના તાબાની આર. એસ. રેલવે (રાજપીપળા સ્ટેટ રેલવે ) નું સ્ટેશન હોવાથી ત્યાં દરરોજ ઘણું ભાવિક ને શ્રદ્ધાળુ જેને યાત્રાર્થે આવે છે, ને ત્યાંનાં હવા પાણી સારાં હોવાથી કેટલાક શ્રીમન્ત જૈનો કેટલિક મુદત સુધી રહે છે. મહું પ્રખ્યાત જૈન કવિ અમરચંદ. પરમાર માંદા હતા, તે વખતે આ સ્થળે, થોડાક દહાડા હવા ફેર કરવા માટે રહ્યા હતા, - આ અપાસરાની પશ્ચિમે નજીકમાં એક બગીચ છે, આ બગીચો સુરતના વતની, પણ હાલ વ્યાપારાર્થે મુંબઈ જઈ રહેલા લલ્લુભાઈ ધર્મચંદ ઝવેરીએ કરાવે છે. ને હેનું
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy