SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ઝઘડિયાના શ્રીઆદીનાથ ભગવાન, ળીયેા છે, તે લ્હેની ઉપર ઘસાઇ ગયેલા અક્ષરના એક શિલાલેખ છે, હૅની સાલ વિ. સં. ૧૭૪૫ ની આશરાથી વંચાય છે, એટલે તે બહુ જૂના વખતના ગણી શકાય નહિ. ઉપર બતાવેલી પ્રાચીન નિશાનીએ સિવાય આ લખેદરા ગામની પાસે નર્મદા નદીને મળનારી એક ન્હાની ખાડી છે તેમાંથી ચેામાચાની ઋતુમાં ભીલ, ધાણુકા, વગેરે લેાકાને તે વખતના જૂના રૂપીઆ તથા પૈસા જડી આવે છે. આવા એક જડેલા અર્ધા રૂપીયા ઉપર દિલ્હીના બાદશાહ ઔરંગઝેબનું નામ હતું, તેમ એ પૈસા ઉપર હાડાતી શબ્દ હતા, આ હાડાતી ક્ષત્રીઓનું રાજ્ય હાલ બુંદી અને કાટામાં છે, તેમ તે બંને રાજ્યધાનીઓની આસપાસના ભાગમાં હાડા ક્ષત્રીઓની વસ્તી હોવાથી તે ભાગ હાડાતીના નામથી જાણીતે છે. ૪૮૩ આ સિવાય વળી એક વધારે વિશ્વાસ રાખવા લાયક પુરાવા તે લખાદરાના ખેતરમાંથી જૈન લેાકના શ્રી આદિનાથ ભગવાન ની પ્રતિમા નીકળ્યા છે આ પ્રતિમા એક ધેાળા આરસ પાણુની છે, તે તે અખડિત છે. આ પ્રતિમાના પદ્માસન નીચે તે બનાવ્યાનું વરસ; કે ખીજી કાંઇ હકીકત આપેલી જણાતી નથી એક ધાણુકાને આ પ્રતિમા ખેતરમાં હળ ખેડતાં ખેડતાં, હળની અણી અચકાયાથી જડી આવી હતી; તે એવી તેા ભવ્ય અને ચિત્તાકર્ષક છે, કે તેવી પ્રતિમા કાઇક જ ઠેકાણે જોવામાં આવે છે. તે જડયા પછી કેટલેક દહાડે રાણીપુરાના એક ખેતરમાંથી, વળી એક બીજી પ્રતિમા તેવીજ રીતે હાથ આવી હતી. તે હેનાથી ન્હાની છે, છતાં તે પણ ભવ્યતામાં જરાપણ ઓછી નથી. ત્યાર પછી થાડાક દહાડા ગયા પછી લીંબદરાના એક ખેતરમાંથી. માતાજીની મૂર્તિ હાથ આવી હતી. આ પ્રમાણે લીંખાદરામાંથી બે, અને રાણીપુરાથી એક એમ ત્રણ મૂર્તિએ જડી હતી. તે ત્રણે ધેાળા આરસની છે. આ માતાજીની મૂર્તિ નીચે એટલે તેમના પવિત્ર ચરણુ નીચે સ ૧૧૨૦૦ લેખ છે. આ વર્ષજોતાં આ ક્યા રાજાનેા સંવત હશે એ કલ્પી શકાતુ નથી. યુરોપિયન વિદ્વાનાના મત પ્રમાણે મહાભારતની એટલે કુક્ષેત્રની લઢાઇ થયે પાંચ હજાર વરસ ગણીએ તે તે જોતાં પણુ આ યુધીષ્ઠિર રાજાને શક હાઇ શકે નહિ, પણ આ લેખનું છેલ્લું મીંડુ તે કરતાં જરા ન્હાંનુ છે; એટલે અમ અનુમાન થાય છે કે, તે મીંડુ, વિરામ તરિકે તેની પાસે લખાયું હશે. આ અનુમાન જે ખરૂ' માનીએ તે। આ મૂર્તિ સંવત્ ૧૧૨૦ માં બનાવેલી ગણી શકાય એટલે * આ ચોડાના તળાવથી ત્રણેક ગાઉ રત્નપુર આગળ કવિ વિશ્વનાથ જાનીએ વર્ણવેલી ગનીમની પ્રખ્યાત લડાઇ, મેાગલ અને મરાઠા વચ્ચે થઇ હતી. હૅની સાલ જોતાં, આ પાળીયા ઉપરની સાલ, તે પછીની જણુાય છે. ઉત્તર હિન્દુસ્તાનમાંથી દક્ષિણ ભરતખંડમાં જનારાં મેાગલ લશ્કરાને અહિં આગળ એક ધારી રસ્તા હતા તેથી તે ૬ખતના મુસલમાન લશ્કર સાથે લડાઇ થતાં કોઇ વીર પુરૂષના મરાયાના આ પાળીયા જાય છે. સાથેના એક ધાલુકા, દર કાળી ચૌદશને દહાડે તેની ઉપર સીંદુર ચઢાવી જાય છે. ૧ એમ સાંભળ્યું છે કે પ્રતિમાની પાછળ વરસ વગેરે લખેલુ છે પણ તે ભાગ હાલ ભીંત સાથે આવેલા હોવાથી આ વિષે ખરી ખાર મળી રાજી નથી
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy