________________
૪૮૨
શ્રી જૈન વે. કે. હેરલ્ડ.
જોવામાં આવશે. આ બધાં કરતાં આ ગામની નજીકમાં આવેલી વેશ્યાની વાવ હજી સુધી પોતાની પ્રાચીન હાલત સાચવી રહી છે, જો કે હેતા કાઠારના ભાગ કચરા માટીથી પુરાઈ જય હેની ઉપર ધાસ તથા જંગલી છેાડવા ઉગી નીકળ્યા છે; તેમ છતાં જેને બાકીના ભાગ હજી જેમના તેમ સચવાઇ રહ્યા છે. આ વાવમાં પેસતાં એક ઘુમટ હતા તે હજુ પડી ગયેલી હાલતમાં દીઠામાં આવે છે. હેના પત્થર એટલા તા મ્હોટા છે, કે હેને ઘડીને શી રીતે ગાઠવ્યા હશે તે સહેલથી સમજી શકાય તેમ નથી. આ ધ્રુમટના કેટલાક પથરા નજીકમાં આવેલા સુલતાનપુરાના રાઠોડ રજપૂત લેઇ જઇ પાતાની ઇમારતા બંધાવવાના કામમાં લીધાનું સાંભળ્યું છે.
આ વેશ્યાની વાવમાં કાઇ જગાએ ધન દાટેલું કહેવાય છે. તેને માટે વાવ બંધાવનાર વેશ્યાએ વાવમાં એક શીલાલેખ કોતરાવી એવું લખાવેલું કહેવાય છે કે, જે વેસ્યાને છેાકરા હશે તે આ વેશ્યાની વાવનું ધન લેશે. વેશ્યાના છોકરા કાઇ થાય નહિ, તે આ ધન લે નહિ, તેવી મતલબથી આવું લખાવેલું કહેવાય છે. આવી રીતે દેખીતી ગાળ છતાં કેટલાક ધનલાભી માસાએ, આ ધન માટે કેટલીકવાર પ્રયત્ન કરી જોયાનુ સાંભળવામાં આવ્યું છે. ધરડા માણસા કહે છે કે આ પ્રાચીન નગરના લીખેદરા ગામ આગળ વેશ્યાવા ડા હતા, ને તેથી હજુ પણ તે ગામની હલકા કુળની સ્ત્રીઓના સ્વભાવ કંઇક વેસ્યાને મળતા આવે છે !
જોવામાં વેશ્યાની વાવની પશ્ચિમ દિશાએ એક લાંખે તે ઉંચા ટેકરા હાલ પણ આવે છે. આ ટેકરામાંથી લોઢાના કાટના મ્હોટા મ્હોટા કડકા જડે છે, તે તે એટલા બધા જણાય છે, કે આ આખા ટેકરા લોટાના કાટના કડકાઓનેાજ અનેલેા હશે એમ જણાય છે. કાટના આવા કડકા સિવાય હેમાંથી કાયલા ને હેંના ભૂકા પણ જોવામાં આવે છે. તેથી આ તરના લોકા કહે છે, કે આ જગાએ જયાખથ સેંકડા લુહાર લોકનાં ધર હતાં તે તે બધા પ્રાચીનકાળમાં સારાં હથિયાર બનાવતા હતા. ઝઘડિયેથી પગરસ્તે લીખેાદરે જતાં રસ્તામાં ઠામઠામ આ કાટના કડકા એટલા તેા નજરે પડે છે, કે તેથી આ હકીકતને ટેકા મળે છે.
વૃદ્ધ પુરૂષોના મ્હોંઢેથી સાંભળ્યુ' છે, કે આ લીખેાદરા ગામ અને હેની આસપાસના ભાગ ઉપર પૂર્વકાળમાં મણિપુર નામનુ એક ભવ્ય નગર હતું, તે ઝડીઆ, સુલતાનપુરા, ગામે! તે વખતના શહેરના જુદા રાણીપુરા, ખારીયા, વઢેવાલ, વાલપુરા ને કરાડ, જુદા ભાગા હતા. મતલબ કે, તે શહેરના ઘેરાવા, હાલનાં ઉપર જણાવેલાં ગામેા સુધી હતા, એટલે કે આ બધા ગામની જમીન મણિપુરની અંદર આવી ગઇ હતી. એક વૃદ્ધ રજપુત કહે છે, કે આ શહેરમાં મહાભારતની જગ વિખ્યાત લોઢાના પ્રખ્યાત યાહા બબ્રુવાહનનુ અહિં રાજ્ય હતુ. જો કે, આ વિષે તામ્રપટ, શિલાલેખ, કે બીજો કાઇ તેવા સબળ પુરાવા જોવામાં આવતા નથી, તાપણુ ઉપર બતાવેલી નિશાનીઓ જોતાં એટલુ તા સ્પષ્ટ માલમ પડી આવે છે, કે ક્રાઇ કાળે આ જગાએ એક મ્હોટું શહેર હાવું જોઇએ.
ઉપર પ્રમાણે આ નાશ પામેલા શહેરના વિસ્તાર બતાવવામાં આવે છે ખરો, પણ તપાસ કરતાં રાણીપુરા, લીખેદરા ને કરાડ ગામ આગળ પ્રાચીનકાળના શહેરની જેટલી નિશાનીઓ હાલ જોવામાં આવે છે, તેટલી નિશાની તે ગામ સિવાય બાકીના ગામેામાં બહુ જોવામાં આવતી નથી. ઝડિયાની દક્ષિણ દિશાએ રાડાડાના તળાવ ઉપર એક પા