________________
૪૭૨
શ્રી જૈન
. કે. હેરડ,
ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી
(ન્યાય-વ્યાકરણતીર્થ ૫. હરવિંદદાસ ત્રિકમચંદ શેઠ ).
જુદા જુદા ગઢમાં જુદા જુદા સમયે નિકળેલી શાખાઓના સંબંધમાં હજૂ સુધી જોઈએ તે પ્રકાશ નથી પડે, એ વાત ઇતિહાસ પ્રેમિઓથી અજાણું નથી. અને તેટલા માટે, જેમ ઇતિહાસનાં બીજાં અંગોને પ્રકાશમાં લાવવાની આવશ્યકતા સ્વીકારાય છે, તેવી રીતે આ અંગને માટે પણ લેખકએ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે, એમ ભાર દઈને કહેવું પણ અસ્થાને કે અધિક પડતું ગણશે નહિં. અને જ્યાં સુધી આપણે આ અંગને છૂટા-છવાયા પ્રયત્નોથી પણ વધારે પુષ્ટ કે વધારે પ્રકાશિત નહિ કરી શકીએ, ત્યાં સુધી કોઈપણ ગચ્છને ઇતિહાસ લખવા વખતે ઘણી જ મુશ્કેલીઓની હામે થવું પડશે, એ વાત નિર્વિવાદ સ્વીકરણીય છે.
આજે આવી શાખાઓ પૈકીની ખરતરગચ્છની વેગડ શાખાના સંબંધમાં કંઇક પ્રકાશ પાડવાને, અપૂર્ણ, પરંતુ જરૂર પ્રયત્ન છે. આશા છે કે ઇતિહાસ પ્રેમિઓને આ પ્રયત્ન અમુક અંશમાં પણ જરૂર ઉપયોગી થશે
આ વેગડ શાખાની ઉત્પત્તિના સંબંધમાં, બૃહદ ખરતરગચ્છની પટ્ટાવલી, કે જે બરકૃતસૂચીપત્રના પૃ ૧૦૩૦ માં પ્રકાશિત થઈ છે, તેની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે–
" तद्वारके सं. १४२२ वेगड़ खरतरशाखा भिन्ना, तदेवम्-प्रथम धर्मवल्लभवाचकाय आचार्यपदप्रदानविचारः कृत आसीत् । पश्चात् तं सदोषं ज्ञात्वा द्वितीय . शिष्याय आचार्यपदं दत्तं । तदा रुष्टेन धर्मवल्लभगणिना जयशलमेरुवास्तव्य छाजहड गोत्रीयस्वसंसारिणामग्रे सर्वोऽपि स्ववृत्तान्तः प्रोक्तः । ततः तेषां मध्ये कैश्चित् तद्भात्रादिभिरुक्तम् , ' अस्माकं त्वमेवाचार्यः । वयमन्यं न मन्यामहे इति । तदा तत्रायं चतुर्थो गच्छभेदो जातः । परं तत्संसारिण एव द्वादशश्रावका जाताः । नाऽन्ये । तथा गुरुशापात् तद्गच्छे एकोनविंशति यतिभ्योऽधिका यतयो न भवन्ति । यदि स्यात्तदा
અર્થાત–શ્રીજિનદયસૂરિના વારામાં સં. ૧૮રર માં ખરતરગચ્છની વેગડશાખા
શ્રીજિનદયસૂરિ–ખરતરગચ્છની ૫૪ મી પાટે થયા. મૂળગામ પાલણપુર–ત્યાંના શાહ ચંદપાલ તે પિતા અને માતા ધારલદેવી જન્મ સં. ૧૩૭પ મૂળનામ અમરે. તેનું પદ
સ્થાપન સ્તંભતીર્થમાં તરૂણપ્રભાચાર્યો સં. ૧૪૧૫ આષાઢ શુદિ ૨ ને દિને કર્યું. ત્યાં જ જિનદયે અજિતનું ચય બંધાવ્યું, અને શત્રુંજય ઉપર પાંચ પ્રતિષ્ઠા કરી. મરણ પાટણમાં સં. ૧૪૩રના ભાદ્રપદ વદિ ૧૧ ને દિને થયું.
તંત્રી,