________________
૪૬૯
સંવત સત્તરમા સૈકામાં જૈન સંઘની શિથિતિ. (૯) પરપક્ષી સંઘાતે ચર્ચાની ઉદીરણા કેઈએ ન કરવી એટલે લેવા દેવા વગર ચર્ચા જગાડવી નહિ ] અને કોઈ પરપક્ષી ચર્ચાની ઉદીરણા કરે તે શાસ્ત્રાનુસાર ઉત્તર દેવે, પણ કલેશ વધે તેમ ન કરવું. [એટલે ગાળો ભાંડવી, કુત્સિત વચન કાઢવાં એમ થવું ન જોઈએ)
(૧૦) જે ગ્રંથ શ્રી વિજયદાનસૂરિએ બહુ જન સમક્ષ જશરણ કર્યો તે ઉસૂત્ર કંદદુદાલ ગ્રંથ મહેનો અર્થ બીજાએ કોઈ ગ્રંથમાં આપ્યો હોય તો તે અર્થ ત્યાં અને પ્રમાણ જાણે, [આવીજ રીતે જે કોઈ ગ્રંથમાં અપ્રમાણ લખેલું હોય તે સિદ્ધ કરી બહુ જન સમક્ષ અપ્રમાણુ ભૂત તરીકે સિદ્ધ કરવો જોઇએ અને ત્યારપછી તેને અપ્રમાણભૂત જાહેર કરવા જોઈએ.]
(૧૧) સ્વપક્ષીય સાથ સાથે પરપક્ષીય હોય ને યાત્રા કરી હોય છે તેથી યાત્રા ફોકટ જતી નથી.
(૧૨) તથા પૂર્વાચાર્યોના સમયમાં જે સ્તુતિ સ્તોત્રાદિ કહેવાતાં હતાં તે બોલતાં કેઈએ ના ન કહેવી. [ અટકાવવા નહિ કે દોષ ન ગણવો. આમ હોય તે ત્રિસ્તુતિ ચ. તુર્થ સ્તુતિના ઝઘડા કેટલે અંશે વ્યાજબી છે?]
આ બેલથી અન્યથા પ્રરૂપનારને ગચ્છને તથા સંધને ઠપકે છે સહી.
ઉપરોક્ત કુંદકુંદાલના રચનાર ધર્મસાગર ઉપાધ્યાયે પિતે તે ગ્રંથ જલશાયી કરવામાં સંમતિ આપી છે એ તેની અમમત્વ બુદ્ધિ ઐક્ય પ્રત્યે ભાવના, અને સુજ્ઞતા સૂચવે છે. તે સમર્થ વિદ્વાન પુરૂષ હતા એ નિઃસંશય છે. તેમણે દરેક મતમતાંતરમાં જઈ તેનું ખંડન કરવા માટે પુરુષાર્થ સારે સેવ્યો હોય એમ જણાય છે કારણ કે સં. ૧૬૧૭ માં એષ્ટિક મતસૂત્ર દીપિકા અને ત્યારપછી કુપક્ષ કેશિક સહસ્ત્ર કિરણ નામને વિ. શાલ ગ્રંથ રચેલ છે. ૨. શાસન
શ્રી હીરવિજય સૂરિ પરમ ગુરૂ નમસંવત ૧૬૫૮ વફાલ્ગન સિત દસમી રે અહમદાવાદ નગરે શ્રી વિજયસેન સૂરી િલિંખ્યતે. સમસ્ત સાધ્વી શ્રાવક શ્રાવિકા ગ્ય. ૧ સાધ્વીઈ વખાણ વેલાએ આવવું અને આઠમ પાખિયે આખો દહાડે આવે
તે ના નહિ. ૨ તથા શ્રાવિકાએ પિણ વખાણનિ વેલા આવવું અને વખાણ ઉઠયા પછી શ્રાવિકા
વાંદવા આવે તે વાંદિને પાછિ વલે પણ બેસવું નહિ તથા ઉભા રહેવું નહિ તથા સાઝે દિવાનું કામ હાય તિહારે શ્રાવિકા ઉપાશા બાહિર બેસી સાંઝી દેવી તથા ઉપધાનની ક્રિયા કરણહારિ શ્રાવિક સર્વ એકઠી મિલિને ઉપાશ્રયેં આવવું અને
તરત ક્રિયા કરીને જવું પણ બેસી ન રહેવું. ૩ તથા ગીતાર્થે માસ મધ્યે આઠમ ચઉદાસી પંચમી એ છ દિવસને વિષેજ આલોઅણ
કારણ વિના ૪ તથા પચાસ વર્ષ મધ્યવત્તિ પન્યાવિકાને (?) આયણ દેવી નહિ ૫ તથા ઉત્તરાધ્યયન પ્રમુખ કાલિક સિદ્ધાંત સંભળાવ્યું જોઈએ તે સાંઝની પડિલેહણ
કર્યા પછી આઠમ પાખિને દિહાડે સંભલાવવું, કારણ વિના. ૬ તથા શ્રી વિજયદાન સુરીને વારે તથા શ્રી હીરવિજય સુરીને વારે જે ગ્રંથની થાપના
છે તે ગ્રંથ ગચ્છનાયકની આજ્ઞાપૂર્વક ગીતાર્થે સો હોય તે તે પ્રવર્તાવવા તથા લિખાવવા, અન્યથા નહિ,