SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. જેન કે. કે. હેરંs. વિજયસેનસૂરિએ ધર્મસાગર ઉપાધ્યાય રચિત કુંદકુંદાલ નામનો ખંડનાત્મક ગ્રંથ તેને ઉત્સુત્ર તરીકે જણાવી અમાન્ય ઠરાવ્યું અને જલશાયી કર્યો અને ધર્મ સાગર ઉપાધ્યાયની તેમાં સંમતિ લઈ આ પ્રબળ ઝગડાના સમાધાનાથે આ આજ્ઞાપત્ર શ્રીમદ્ વિજયસેન સૂરિની સંમતિ લઈ હીરવિજયસૂરિએ લખી જગ્યા જગ્યાએ ફેરવ્યું. આવા સમાધાન કારક સંત મહાત્મા પુરૂષને કેટલો બધે ધન્યવાદ ઘટે છે ! આવી જ રીતે જે પુરૂષાર્થ દરેક વિરોધી પ્રસંગમાં હમણુના મહાપુરૂષોએ સ્કુરાવ્યું હોત તો કેટલી વિષમતા, કલેશમયતા, અને વિપત્તિ દૂર થાત ! અનેક કામો વિનમાં પડ્યાં છે અને પક્ષે જાય છે તેવી સ્થિતિ ન આવત. હાલના વિરોધને ઉપરના આજ્ઞાપત્રથી બલવત્તર રીતે શમાવવાની જરૂર રહે છે એ સહેજ સમજી શકાય તેમ છે. તેના એક એક બોલ વિચારવા જેવા છે. જેમકે. (૧) પરપક્ષીને કોઈએ પણ કઈ જાતનું કઠિણ-આકરું વચન ન કહેવું. [આ વચનને આશય બધા સારી રીતે સમજતા હશે પણ કેટલા પાળે છે?] (૨) પરપક્ષીને તે જે ધર્મના હોય તે ધર્મનાં કાર્ય સર્વથા અનુમોદવા યોગ્ય નથી. એમ કોઈએ કહેવું નહિ. [ અવુિં “સર્વથા’ શબ્દવાળું ગર્ભિતાશય ન છતાં છેવટનું નિષેધાત્મક કથન સમાધાન અર્થે સુંદર રીતે વપરાયેલ શું નથી? ] (૩) ગચ્છનાયકને પૂછયા વિના શાસ્ત્ર સંબંધી કોઈ નવી પ્રરૂપણું ન કરવી. [હમણાં ગચ્છનાયક કેટલા છે? શું સ્થિતિ છે તેનો નિર્ણય કરે ઘટતે નથી?]. (૪) દિગંબર સંબંધી ચૈત્ય, કેવલ શ્રાદ્ધ એટલે શ્રાવકથી પ્રતિષ્ઠિત થયેલ ચઢ્યું અને દ્રવ્યલિંગીનાં દ્રવ્યથી નિષ્પન્ન થયેલ એમ એ ત્રણ જાતનાં ચૈત્ય સિવાય બીજાં સર્વ ચૈત્ય વાંદવા ગ્ય છે અને તેમાં કોઈ શંકા કરવી નહિ. [આવી આજ્ઞાથી કેઈપણ ગચ્છનું ચૈત્ય ભાન્ય થયું છે એ આનંદદાયક બીના છે ] _(૫) સ્વપક્ષીનાં ઘરમાં પૂર્વોક્ત ત્રણ અવંદનિક પ્રતિમા હોય તે સાધુને વાસક્ષેપથી પૂજનિક થાય. | (૬) સાધુની પ્રતિકાર શક્તિ છે, [અમુક સાધુવર્યને માન આપનાર તેમની પ્રતિષ્ઠા કરે છે તેમાં બીજા સાધુવને ભાનાપમાન કંઈ હોઈ શકે? ] (૭) સાધર્મિક વાત્સલ્ય કરતાં સ્વજનાદિક સંબંધથી પરપક્ષીને જમવા તેડવાથી તે સ્વામી વચ્છલ ફેકટ થતું નથી. આ પરથી એમ શું નથી થતું કે પરપક્ષીને સ્વજનાદિક સંબંધે નેતરી શકાય તેમજ પરપક્ષીને ત્યાં તેવા સંબધે નોતર્યા જમવા જઈ શકાય ?] (૮) શાસ્ત્રમાં કહેલ જે સાત દેશ વિસંવાદી નિન્દવ અને એક સર્વ વિસંવાદી નિન્દવ મળી આઠ છે તે સિવાય બીજા કોઈને નિહવ ન કહેવા. [આ પરથી એક ગ૭ ને બીજા ગચ્છનાને નિહવ ન ગણી શકે ] : * વિજયસેન સુરિ ( તપાગચ્છની પ૮ મી પાટે) જન્મ સં. ૧૬૦૪ નારદ પુરિમાં દીક્ષા ૧૬૧૩, બાદશાહ અકબરે તેમને “કાલિસરસ્વતિ’ એ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં. ૧૬૭ી જયેષ્ઠ વદિ ૧૧ સ્તંભ તીર્થમાં + હિરવિજય રિ. (તપાગચ્છની ૫૮ મી પાટે ) જન્મ સં. ૧૫૮૩ માર્ગશીર્ષ શુદી ૮ પ્રહલાદનપુરમાં, દીક્ષા પાટણમાં સં. ૧પ૯૬, વાચક્ષદ સં. ૧૬૦૮, સૂરિપદ સં. ૧ ?”, કાર્ગગમન સં. ૧પર. ના ભાદ્રપદ શુદિ ૧૫ ને દિને ઉગ્ના (ઉના)માં થયું.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy