________________
તત્રીનું નિવેદન.
ર૧૭
આપણે પિતે જૈન સાહિત્ય સંબધે શું કરીએ છીએ ? જૈન લેખકો ગણ્યા ગાંઠયા છે તે, નવીન જૈન ગ્રેજ્યુએટ, પૂજ્ય સાધુઓ, સંસ્થાઓ, અને જૈન પત્રો કંઈ કરવા કટિબદ્ધ થાય તો સાહિત્યને ઉજાળી શકાય તેમ છે. સૌ પોતપોતાની જ્વાબ દારી સમજશે એટલું જ કહી તેઓ કરે છે તેથી કંઈ વિશેષ અને પ્રભાવશાલી કરશે એવી ઇચ્છા રાખી હમણું સંતુષ્ટ રહીએ છીએ.
તેમને આટલું તે અમે ફિલસૂફ ઇમર્સનના શબ્દોમાં કહી છૂટીશું કે (૧) “આત્મ પ્રતિષ્ઠા રાખીને ઇતિહાસના અભ્યાસીએ ઈતિહાસને પૂર્ણ ચંચલતાથી અને સૂક્ષ્મદ્રષ્ટિથી અભ્યાસ કરવો ઘટે છે. તેમ થયે ઈતિહાસની સરસ્વતિ ભવિષ્યના ઉદ્ધાર માર્ગો શિખવશે. (૨) દરેક ઉત્ક્રાંતિ મૂલ એકજ મહાત્મનના હૃદયમાંથી ઉદ્ભવેલો વિચાર હતું અને તેજ વિચાર બીજાના હૃદયમાં જાગે છે ત્યારે તે યુગને સમજી શકાય છે. (૩) દરેક સુધારો એક વખત અમુકનો અંગત અભિપ્રાયરૂપે હોય છે અને જ્યારે તે ફરીવાર બીજાને અંગત અભિપ્રાય બને છે ત્યારે તે યુગના વાદગ્રસ્ત પ્રકોનું નિરાકરણ થાય છે.” વળી (૪) ઘર ઝું વ૬ નારાજં નારાજી એ કિંવદંતિને બહિષ્કાર કરી લેક મતને શુદ્ધ સત્ય અપીં તેને કેળવી તેમાં રહેલી અશુદ્ધતા પકડી કાઢી દૂર કરવી-કરાવવી ઘટે છે, એટલે કે ચ Fપથ: પ્રવિવઢત્તિ ઘઉં ન ધ: એ સૂત્રને સ્વીકાર કરવો ઘટે છે. (૫). દરેક વ્યક્તિએ પિતાની સત્યપ્રતીતિઓને પિતાનું જીવન અર્પવાની અને જે ઉદેશની પિોતે સેવા કરવાનું ઉચિત ધારે છે તેને માટે પોતાના વ્યક્તિત્વને ભોગ આપવાની જરૂર છે. એજ દષ્ટિથી સંત મહાત્મોનાં ચરિત્ર વિલોકવાની અગત્ય છે. (૬) વ્યક્તિનો તેમજ સમાજને જીવન-કલહ એ પ્રકૃતિનો અવિચલ કાયદે છે; તે માટે પ્રયત્ન મનુષ્યો તરફથી થયા છે, આત્મભેગો અપાયા છે, કારણકે તેમાં જ આત્મપ્રતિષ્ઠા છે, જાતિ અને સમાજની પ્રતિષ્ઠા છે. (૭) ભવિષ્ય સુધારવાના માર્ગો શાસ્ત્રરૂપી સમુદ્રમાંથી અનેક મળી આવે છે; તે હાલની સ્થિતિ પરિસ્થિતિને જોઈ જોધી કાઢી તે પર લોકોનું ધ્યાન ખેંચવું ઘટે છે એટલુ જ નહિ પરંતુ પિતે તે પ્રમાણે આચારવિચાર મક્કમપણે રાખી લોકોને વાળવા ઘટે છે. લેકભય, અપકીર્તિ, ભીરુતાનો ત્યાગ કરી નૈતિક હિંમત -દઢ મન, પ્રખર આત્મબળ અને જ્વલંત ઉત્સાહ ધરાવવાની જરૂર છે. - એક ભૂલ સુધારવી કર્તવ્ય છે. આ અંકના પૃ. ૩૦૬ માં સ્મૃતિભ્રંશને લીધે જણાવ્યું છે કે રા. ગોકુલભાઈએ તેનો લેખ “સાહિત્ય' માસિકના તંત્રીપર મોકલ્યો હતો, પણ તે તેમણે પિતાના પત્રમાં છાપો નહિ હતો–આ કથન રા. ગોકુળભાઈ કહે છે કે ખરું નથી. તે અમે “સાહિત્યના તંત્રીને, તેથી અને અમારી ટીકાથી થએલા અન્યાય માટે ક્ષમા માગી તે જણાવવા આ તક લઇએ છીએ.
આની અંદર ત્રિો આપ્યાં છે, તેમાં શ્રી મહાવીર પ્રભુના ચરિત્રાંતર્ગત પ્રસંગેનાં ચિત્રો અમને જાણીતા સાહસિક અને ઉમંગી બુકસેલર મેઘજી હીરજી પાસેથી પ્રાપ્ત થયાં છે તે તે માટે તેને ઉપકાર માનીએ છીએ-તે ચિત્રો તેના તરફથી હમણાંજ પ્રસિદ્ધ થયેલ “મહાવીર જીવન-વિસ્તાર નામના ઉત્તમ પુસ્તકમાં મૂકેલાં પાંચ ચિત્રો પૈકીનાં છે.
गच्छतः स्खलनं वापि भवत्येव प्रमादतः। इसन्ति दुजेनास्तत्र समादधति सज्जनाः ॥
-તંત્રી.