________________
શ્રી જૈન વે. કે. હેરલ્ડ.
આપણું કર્તવ્ય હવે એટલું છે કે, આપણે આપણું જૈન સંસ્કૃત સાહિત્યને ઉત્કર્ષ કરવા તન, મન, અને ધનથી પ્રયત્ન કરવો જોઈએ. આ સંસાર અને તેને વૈભવ વિલાસ માટેની સર્વ વાસનાને ત્યાગ કરી, ઇદ્રિયદમન અને મનઃ સંયમ કરી આપણું પૂર્વજોએ જે સાહિત્ય રત્નોના મહાન ભંડાર ભરેલા છે, તેમને આપણે ઉદ્ધાર કરવો જોઈએ. એ મહાન ભંડારેજ આપણું સર્વસ્વ છે. તેમના પ્રભાવથી આપણે મનુષ્ય જીવનની ઉચ્ચતા પ્રાપ્ત કરવાને સમર્થ થવાના છઇએ. ઐહિક અને પારલૌકિક સુખ તથા મુક્તિ અને ઉચ્ચતમ પ્રેમ સંપાદન કરવાનું મુખ્ય અને અદ્વિતીય સાધન આપણું સાહિત્ય છે. આપણું સાહિત્યેજ આપણું જૈનત્વ ટકાવી રાખ્યું છે અને આ જગત ઉપર આપણા ધર્મની જાહોજલાલી રહી છે, તેથી જેણે આપણને મનુષ્ય જીવનના ઉચ્ચ માર્ગો બતાવ્યા છે, જેણે આંતરિક પ્રકાશની અદ્દભુત શક્તિ પ્રકાશિત કરી તેને બાહર લાવવાને માર્ગ બતાવ્યો છે અને જેણે અધ્યાત્મ જ્ઞાન ઝળકાવીને આપણને આત્મબોધ આપ્યો છે, તે આપણું જૈન સંસ્કૃત સાહિત્ય આ વિશ્વ ઉપર વિશેષ વિકસિત થાય, તે પ્રયત્ન કરવાની ભાવના આપણામાં જાગ્રત થાઓ.
* * * લેખક મહાશય પ્રસિદ્ધ વક્તા મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી આ લેખના સંબંધમાં જણાવે છે કે –“જો કે આ લેખ ઉતાવળને લઇને તથા કામના પ્રસંગને લઈને ટુંકે લખાય છે તે પણ તેમાં જે મુખ્ય બાબતે જોઈએ તે બરાબર દર્શાવેલી છે.” આમ ઉતાવળથીજે સમયનો ક્રમ જાળવવો જોઈતો હતો તે જળવાયો નથી એ સહેલાઈથી સમજી શકાશે. આની અંદર જે જે ઉત્તમ નાટક, મહાકાવ્યો, ટીકા વગેરે જણાવવામાં આવ્યાં છે તે છપાવી પ્રગટ કરવાં જોઈએ અને બની શકે તો કેટલાંકનાં ભાષાંતર પણ કરાવા છે. અત્યાર સુધી જે પુસ્તકે જૂદી જૂદી પુસ્તક પ્રસારક સંસ્થાએ છપાવી પ્રગટ કર્યા છે. તેઓમાંની એકપણનું લક્ષ નાટક પરત ગયુંજ લાગતું નથી. તે તે પર લક્ષ રાખી તે સંસ્થાઓ બનતે ઉદ્યમ કરશે.
તંત્રી,
R RR RRRR RR ### # # - સંવત્ સત્તરમા સૈકામાં જૈન સંઘની સ્થિતિ
## # # # # # # # ક ક્ષ (પ્રાચીન લેખે-આજ્ઞાપ. ૧ શાસન)-પ્રાચીન ગૂજરાતી ગદ્યના નમુનાઓ.
શ્રી વિજયદાન સૂરિ ગુરૂ નમ: સંવત ૧૬૪૬ વર્ષે પોષ સુદ ૧૪ શુક્ર શ્રી પત્તન નગરે શ્રી હીરવિજય સૂરિભિ લિખતે, સમસ્ત સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા યોગ્ય શ્રી વિજયદાન સૂરિ પ્રાસાદાત સાત ૭, બોલનાર્થ આ શ્રી વિસંવાદ ટાલવાનઇ કાજ તેજ સાત બેલને અર્થ વિવરીનઈ લિખિઈ ઈ, બીજા પણિ કેટલાએક બોલ વિવરી નઈ લિખીઈ છ, પરપક્ષીનિં કુણઈ કિસ્યો કઠિન વચન ન કહિવું. ૧ તથા પરપક્ષીત્તત ધર્મકાર્ય સર્વથા અમેદવા ગ્ય નહીં ઈમ કુણઈ ન કહિવું, જે માટે દાન, શુચિપણું,