________________
જૈન સંસ્કૃત સાહિત્ય. वचनोक्तिभिः संशयापन्ना सती सम्यगुत्तरंलाभार्थ कानिचित संदेहपदानि विज्ञप्तिकायां लिखित्वा श्रीमदंबिकादेवताप्रकाशितयुग प्रधान तावमासितनाना श्रीजिनदत्तसूरीणां पादतले प्रेषितवती ॥ इत्यादि શબ્દાર્થ—કોઈએક વીઠણ હિંડા નામના નગરની રહેવાસી ખરતરગચ્છની પુણ્યવતી શ્રાવિકા
ગુરૂએ બતાવેલી ધર્મક્રિયામાં રક્ત થઈ રહેતી હતી. પછી ત્યાં જુદા જુદા ગચ્છના સાધુઓ આવતાં તેમના વચનથી તેને સંશય પડવાથી તેણીએ કેટલાક પ્રશ્નો એક વિનતિ પત્રમાં લખીને શ્રી અંબિકાદેવીએ સ્થાપેલા યુગપ્રધાનપદથી પ્રખ્યાત નામવાળા શ્રીજિનદત્તસૂરિ તરફ મોકલ્યા હતા.
આ ઉપરથી પૂર્વકાળે શ્રાવિકા ઉત્તમ કેળવણી મેળવતી હતી, અને તેઓ સંસ્કૃત સાહિત્ય ઉપર પરમ પ્રીતિવાળી રહેતી એમ નિર્વિવાદ સિદ્ધ થાય છે. - જૈન ધર્મના ઇતિહાસમાં સંસ્કૃત સાહિત્યના ઉત્કર્ષના બીજાં ઘણાં પ્રમાણ મળી શકે છે, અને તે સાહિત્ય નિરવધિ વિસ્તારને પામેલ છે. પશ્ચિમના શોધકોએ પણ ઉચ્ચ સ્વરે જણાવ્યું છે કે “જૈન સાહિત્ય રત્નને ભંડાર વિપુળ છે; તે ભંડારમાં સર્વોપયોગી સુંદર તત્વમય લેખરનો ભરપૂર ભરેલાં છે, તેની અંદર આ જીવનમાંના સર્વ ભૂગોપભોગને ત્યાગ કરીને કેવળ સંન્યસ્તવૃત્તિથી જૈન મહર્ષિઓએ લખેલા ઉપકારી સંસ્કૃત પ્રાકૃત અને ભાગધિભાષાના લેખ ભારતની જ્ઞાનસંપત્તિના વિજયધ્વજને ફરકાવી રહેલા છે. જૈનધર્મના પ્રભાવથી જ ભારતધર્મ રાજ્ય ઉપર દયા ધર્મ વિરાજિત થઈ શકે છે. ખરી આંતરિક લાગણી અને ખરા પ્રેમના બળથી રહિત, દાંભિક, રાક્ષસીયવૃત્તિવાળા લોકોનાં દુષ્ટ મને રથને નાબુદ કરવા માટે જ ભારત ઉપર પ્રેમમય દયા ધર્મને અવતાર થયો છે.”
આ વિદેશી વિદ્વાનોનાં વચનો જૈનધર્મ અને તેના સંસ્કૃત સાહિત્યની ઉચ્ચતાને માટે પૂરતા છે, તેમજ સર્વે જૈન સમાજને હૃદયમાં અભિમાન ઉત્પન્ન કરાવનારા છે.
જૈન સંસ્કૃત સાહિત્યે ભારતના મોટા ભાગમાં ધર્મ અને વ્યવહારના શિક્ષણને પ્રસાર કર્યો છે, અને આત્મા સંશોધન કરાવ્યું છે, જે જ્ઞાનના યોગે આ વિશ્વના અસ્તિત્વના બંધનથી મુકત થઈ સ્વતંત્રતારૂપ મોક્ષ મેળવી શકાય છે અને જે જ્ઞાન ઐહિક વૈભવ તરફ અભાવ ઉપજાવી નિર્વિકાર અને ત્યાગની ઉચ્ચતમ ભાવનાઓ ઉપજાવે છે, તેવું જ્ઞાન પણ સંસ્કૃત સાહિત્યે ભારતના જન સમાજને જેનોએ અપ્યું છે. કેટલાક એવા ભવ્ય અને મધુર લેખો છે કે તે ઉપરથી માનવવૃત્તિઓને મહાન વિકાસ થઈ શકે છે. જૈન ધર્મના ઉપકારી અને વિચારશીળ મહાત્માઓએ ભારત સંસ્કૃત સાહિત્યનું રમણીય ઉદ્યાન ખીલાવી તેમાં ભારતીય પ્રજાને તેમના જીવનની સાર્થકતા કરવાના માર્ગો દર્શાવવારૂપ અનેક જાતના વિહાર સ્થાને ગોઠવ્યાં છે, અને ઈચ્છાનુસાર તેમાં પ્રવૃત્તિ કરવાને તે સર્વને માટે ખુલ્લા મુક્યા છે, તેને લાભ પ્રજાએ કેવી રીતે લે? એ વાત સર્વની ઈચ્છા ઉપર છે.
જૈન સંસ્કૃત સાહિત્ય સંબંધી જેટલું લખવું હોય તેટલું લખી શકાય તેમ છે. તેને લેખનીને જેટલું નૃત્ય કરાવી શકાય તેમ છે. અપરિમિત અને અગાધ એવા એ સાહિત્ય સાગરને પાર આવી શકે તેમ નથી. આ વિવેચન તે તેનું માત્ર એક બિંદુરૂપ છે.