________________
શ્રી જૈન
. કા. હેરલ્ડ.
જૈન સંસ્કૃત સાહિત્યની અંદર બીજી એ ખૂબી છે કે જુદી જુદી ભાવનાઓને સમાસ કરી જે ભાવના ઉચ્ચ હોય તદનુસાર કર્તવ્યનો બોધ કરવા તે ભાવનાને વિશેષ પલ્લવિત કરવા માટે પ્રયત્ન કરવામાં આવેલો હોય છે. કેટલાક એવા લેખો છે કે, જો તે અભ્યાસની દ્રષ્ટિથી વાંચવામાં આવ્યા હોય તો તેમાંથી વાંચકને ઉભય લોકના કર્તવ્યને ઉચ્ચ બોધ થઈ શકે છે. મહાત્મા પ્રભાચંદ્રસૂરિ એ પ્રભાવિક ચરિત્ર વગેરે લેખમાં તેવા અનેક પ્રસંગો લીધેલા છે. પ્રેમ, અંતઃકરણની લાગણી અને ધેય એ. ત્રણ વસ્તુઓ ઉપર ઘણાં સંસ્કૃત લેખો જૈન ધર્મ મહોદધિમાં તરંગની જેમ ઉછળતા જે વામાં આવે છે. નેમિનિણ ના કર્તાએ એ વિષે બહુજ સ્કુટ કરેલું છે. મનુષ્યના જીવનનું સર્વ રહસ્ય પ્રેમ, આદ્ર ભાવ અથવા દયામાં છે, અને તેની વૃદ્ધિ કરવી એ પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે. પરિણામે દયા પ્રેમની જ પોષક છે, અને અંતિમ હેતુ સિદ્ધ કરવાને રાજમાર્ગ પણ પ્રેમ જ છે. જેને પિતાના સર્વાત્મ ભાવને પૂર્ણ અનુભવ થયેલ છે તેજ મનુષ્ય છે, એ વાત નેમિનિણના લેખમાં બહુ આવે છે. | વિક્રમના બારમા સૈકામાં શ્રી જિનદત્તસૂરિ, મહાન પ્રભાવિત થઈ ગયા છે, તેમણે ચિત્રકૂટ (ચીતડ) માં રહી સંસ્કૃત સાહિત્યના મહાસાગરનું ભારે મથન કર્યું હતું તેમણે સંદેહ દેલાવલિ વગેરે ઘણાં ગ્રંથે રચેલાં છે. તેમના બીજા લેખો દ્રષ્ટિગત થતા નથી પરંતુ જે લેખ ઉપલબ્ધ થઈ શકે છે, તે ઉપરથી સમજાય છે કે તે મહાત્માના વિચારો ઘણુંજ અદ્ભુત અને માનવ જીવનની ઉન્નતિના સૂચક છે. તે મહાત્માએ મનુષ્ય જીવનની ઉપયોગિતા વિષે લખીને સંસ્કૃત સાહિત્યને સુશોભિત બનાવ્યું છે. સમસ્ત મનુષ્ય જીવનનું રહસ્ય પ્રેમ–દયા છે, એને જ નિરંતર પિવાથી તે એક વિશ્વવ્યાપક વૃક્ષ બની જાય છે, એ હેતુથી જે જીવતો હોય તે જ ખરેખરો જીવિત ધારી છે. જે એથી વિરૂદ્ધ માર્ગે ગમન કરનાર છે એટલે કેવળ ઇન્દ્રિય સુખાથે જ જીવવાની ઇચ્છા રાખનારે હોય છે, તે જીવિતધારિ છતાં મૃત છે. એક મહાત્મા એજ ઉદ્દેશથી લખે છે કે –
प्रेम्णि परोपकारेच जीवनं जीवनं भवेत् ।।
यात्विन्द्रिय सुखासक्ति जीवने मरणं हि तत् ॥ ... શબ્દાર્થ-- પ્રેમ અને પરોપકારમાં જે જીવન છે, તેજ જીવન કહેવાય છે, અને જે
ઇકિય સુખમાં આસક્તિ તે જીવન પણ મરણ રૂપ છે. મહાત્મા જયસાગર ઉપાધ્યાય તે જિનદત્ત સૂરિની કૃતિના મહાન ટીકાકાર થઈ ગયા છે. તેમના પ્રશસ્તિના લેખ ઉપરથી જણાય છે કે, તેઓ પણ સંસ્કૃત સાહિત્યના પરમ ઉપાસક હશે. આ મહાત્માના ઇતિહાસ ઉપરથી એમ જણાય છે કે તે કાળે કેટલીએક શ્રાવિકાઓ પણ સંસ્કૃત સાહિત્યનું સારું જ્ઞાન ધરાવનારી હતી, મહાત્મા જિનદત્ત સૂરિને સદેહ દેલાવલિ નામને ગ્રંથ એક વિદુષી શ્રાવિકાના પ્રશ્ન ઉપરથી જ ઉપજેલ છે. તેને માટે ટીકાકાર જયસાગર ઉપાધ્યાય પિતાની ટીકામાં નીચે પ્રમાણે લખે છે –
" श्री वीठणहिंडा नगर वास्तव्या काचित्पुण्यमति परमखरतर श्राविका आत्मगुरुपदिष्टधर्मानुष्ठाननिरता वसतिस्म । अथ विविध गच्छवासि साधुजन* * આ પધ કર્ણ પરંપરાથી સાંભળ્યું છે.