________________
શ્રી જૈન ક. કે. હેરલ્ડ.
પ્રતિપાદક ગ્રંથો બનાવ્યા છે. વળી જ્યોતિષના ગ્રંથ પણ રચવામાં પ્રયત્ન સેવ્યો છે. હેમચંદ્ર સંસ્કૃત સાહિત્યને ઘણી સારી રીતે ખીલવ્યું છે. તેની પહેલાંના ઇતિહાસ ઉપર દ્રષ્ટિ ફેરવતાં જૈન સંસ્કૃત સાહિત્યને આરંભ શ્રી વીરભુના નિર્વાણ પછી બીજા સેંકડામાં થયેલ માલુમ પડે છે, તે સમયે એ પવિત્ર સાહિત્યના વિકાસક મહાત્મા ઉમાસ્વાતિવાચક થયા હતા. તત્વાર્થસૂત્ર, પ્રશમરતિ, યશોધરચરિત્ર અને શ્રાવક પ્રજ્ઞપ્તિ પ્રમુખ પાંચસો ગ્રંથ તે મહાભાએ રચેલા કહેવાય છે. આ મહાત્માને દિગંબર સંપ્રદાયવાળાઓ પિતાના મતની ગણે છે પરંતુ વસ્તુતાએ એમની કૃતિ ઉપરથી તેઓ વેતાંબર મતના અનુયાયી હતા એમ સિદ્ધ થાય છે. તે મહાત્માએ સંસ્કૃત સાહિત્યરૂપ પ્રાસાદ ઉપર સુવર્ણ કળશ ચડાવેલ હતો. તેમની વિદ્વત્તા ઉપર સમર્થ વિદ્વાન સિદ્ધસેન દિવાકર મોહિત થયા હતા આથી તેમના રચેલા તત્વાર્થ ઉપર તેમણે ટીકા કરી હતી. તેમના સમયમાં જૈન સંસ્કૃત સાહિત્ય આર્યા વર્તમાં સારી પ્રતિષ્ઠા પામ્યું હતું.
- ત્યારપછી સંસ્કૃત સાહિત્ય વધતું જ ગયું છે. તેમાં વિશેષ વૃદ્ધિ કરવાને માટે અનુક્રમે ઉત્તમ વિદ્વાને પ્રવર્તેલા છે. વિક્રમના પંદરમા સૈકામાં સંસ્કૃત સાહિત્ય રૂપ સાગરના ઉ. મિઓ વિશેષ ઉછળતા હતા. મહાત્મા જયકીર્તિ સૂરિના શિષ્ય શીલરત્ન સૂરિએ સંસ્કૃત સાહિત્યમાં ઘણો વધારો કર્યો છે. મહાત્મા મેરૂતુંગ સરિના કેટલાકએક લેખો ઉપર તે મહાત્માની રચેલી ટીકાઓ ઘણીજ આકર્ષક બની છે. તેમાં શ્રી મેરૂતુંગ વિરચિત મેધદૂત કાવ્ય ઉપરની તેમની ટીકા તેમના સાહિત્યના પૂરા અને ઉંચી જાતના - જ્ઞાનની પ્રતીતિ આપે છે.
એજ અરસામાં મહાત્મા શ્રી જયશેખર સરિએ કેટલાએક ચમત્કારી અને અદભુત કાવ્ય રચી જૈન સંસ્કૃત સાહિત્ય રૂપ ઉપવનને ખીલાવ્યું હતું. ઉપદેશ ચિંતામણિ, પ્રબોધ ચિંતામણિ, જૈન કુમારસંભવ, અને ધામ્મિલચરિત્ર વગેરે તેમની કૃતિઓ અત્યારે સાહિત્યની શોભા વધારનારી દ્રષ્ટિપથ થાય છે.
વિક્રમના દમા સૈકામાં મહાત્મા શ્રી જિનપ્રભ સરિએ જેને સંસ્કૃત સાહિત્યની અપ્રતિમ સેવા કરેલી છે. શ્રેણિક ચરિત્ર રૂપે રચેલું યાકાય મહાકાવ્ય તેમની પ્રતિભાના અભુત પ્રભાવને દર્શાવે છે, અને તેમની કાવ્યશક્તિની પરાકાષ્ઠા સુચવી આપે છે. શ્રી હેમચંદ્ર સૂરિએ રચેલી અન્ય વ્યવેદિકા નામની બત્રીશી ઉપર સ્યાદવાદમંજરી નામની ટીકા રચનાર શ્રી મલ્લિણ સૂરિના તેઓ પૂર્ણ સહાયક હતા. | વિક્રમના તેરમા સૈકામાં જૈન સંસ્કૃત સાહિત્યને વિશેષ પ્રચાર કરવા માટે જૈન મુનિઓની તીવ્ર ઈચ્છા થતાં તે સાહિત્યમાં સહાયભૂત થવાને પ્રથમ વ્યાકરણ વિદ્યાને પ્રચાર કરવા નિશ્ચય થતાં મહાત્મા જિન પ્રબંધ સૂરિએ, એ કામ માથે લીધું હતું, તે સમયે સંસ્કૃત ભાષાને સંગીન અભ્યાસ કરવામાં કાતંત્ર વ્યાકરણને પસંદ કરવામાં આવ્યું હતું, તેથી મહાત્મા જિનપ્રબોધ મૂરિએ તે કાતંત્ર વ્યાકરણ ઉપર એક ઉત્તમ ટીકા રચેલી હતી. તે ટીકાની રચના જે ભારતના ઘણા વિદ્વાને પ્રસન્ન થયા હતા, અને તેથી તે મહાત્માને બીજું પ્રબોધમૂર્તિ નામ આપેલું હતું.
તે પછી વિક્રમના સતરમા સૈકામાં પાછો જૈન સંસ્કૃત સાહિત્યને મહાન ઉદય થયે હતો. તે સમે ખરતરગચ્છમાં જિનરાજ સૂરિ થયા હતા તેમણે સંસ્કૃત સા