________________
જૈન સંસ્કૃત સાહિત્ય.
૪૬૧ અખલિતપણે વહી શક્યો નહીં હોય, તેમજ જેન પ્રજાનો મેટ ભાગ વ્યાપારી હેવાથી મુનિ વર્ગ સિવાય તે સાહિત્ય તરફ જૈન પ્રજાનું વલણ સારી રીતે થઈ શક્યું નથી, તથાપિ જૈન સંસ્કૃત સાહિત્ય તેના પ્રમાણમાં સારી રીતે વિકાસ પામેલું છે.
પૂર્વે જૈન સંસ્કૃત સાહિત્યને વિકાસ અદ્ભુત હશે, એવું ઇતિહાસ ઉપરથી જણાય છે, તથાપિ વલ્લભીપુર ભંગ થયા પહેલાં તથા ચાવડા વંશથી માંડીને અંતે વ્યાધ્રીય (વાઘેલા) વંશનો નાશ થાય ત્યાં સુધીમાં જૈન સંસ્કૃત સાહિત્યની જાહોજલાલી સર્વોપરી હતી, એમ જણાય છે. તે સમયમાં જ જૈન કવિઓ અને વિદ્વાન થઈ ગયા છે. ગુજરાતને ઇતિહાસ લખનારા ઇતર ધર્મના હોવા છતાં તેમને નિષ્પક્ષ ત રીતે કહેવું પડયું છે કે, તે સમયે જૈન પંડિતોએ સરસ્વતીની અપૂર્વ સેવા બજાવી છે.
જૈન સંસ્કૃત સાહિત્યનો પ્રવાહ ધાર્મિક પ્રસંગોમાં વિશેષ ચાલ્યો છે, તથાપિ તે સિવાય બીજા પ્રસંગોમાં પણ તેના ઉચ્ચ પ્રવાહો પ્રવર્તેલા દેખાય છે. ધર્મ, સાહિત્ય, અને તવ જ્ઞાન એ ત્રણ વિભાગમાં જૈન સંસ્કૃત સાહિત્ય વેંચાઇને રહેલું છે. ધર્મ વિભાગમાં પ્રાયે કરીને મૂળ ગ્રંથે પ્રાકૃત અથવા ભાગધિ ભાષામાં છે, પરંતુ તે ઉપર ટીકા, વૃત્તિ, ચૂર્ણવગેરેની યોજના સંસ્કૃત ભાષામાં કરવામાં આવેલી છે. તે ટીકાકારોમાં કેટલાએક તે પ્રતિભાને પ્રાસાદ પામી પિતાના અખૂટ અને અગાધ હૃદય રસનો વાણી દ્વારા વિસ્તાર કરવા સમર્થ થઈ શક્યા છે, તેમજ પ્રભુ સ્તુતિના પ્રસંગમાં સંસ્કૃત સાહિત્યને વિશેષ અવકાશ આપવામાં આવ્યો છે. - સાહિત્યના વિભાગમાં પણ જૈન સંસ્કૃત સાહિત્યને મેટ ભાગ છે. તે, રસ અલં. કાર, અને ધ્વનિ વગેરે વાળાં મહાકાવ્ય જૈન સંસ્કૃત સાહિત્યમાં અનેક દ્રષ્ટિગોચર થતાં જાય છે. વિક્રમના તેરમા સૈકાથી સોળમાં સૈકા સુધીમાં જૈન સંસ્કૃત સાહિત્યની વિશેષ ઉન્નતિ થઈ છે. તેરમા સૈકાના આદ્ય ભાગે મહાત્મા અભયદેવસૂરિએ જયંતવિષે નામે એક મહાકાવ્ય રચ્યું હતું, એ કાવ્યમાં તે સમર્થ મહાત્મા કવિએ જેને સંસ્કૃત સાહિત્યને એટલું બધું ખોલાવ્યું છે કે, ઈતર ધર્મના સમર્થ વિદ્વાનોએ તેની ભારે પ્રશંસા કરી હતી. તે પહેલાં વિક્રમના બારમા સૈકામાં નાગૅદ્ર ગચ્છમાં થયેલા મહાત્મા અમરચંદ્રસૂરિએ જૈન સંસ્કૃત સાહિત્ય ખીલાવવા માટે પિતાના શિષ્યોને સંસ્કૃત ભાષાને ઉંચે અભ્યાસ કરાવ્યો હતો. તેમને આનંદસૂરિ નામે એક ગુરૂ ભાઈ હતા. તેમના સમયમાં ગુજરાતના રાજ્યાસન ઉપર સિદ્ધરાજ હતા. મહારાજા સિદ્ધરાજે પ્રસન્ન થઈને તે ઉભય મુનિઓને વ્યાઘશિશુક અને સિંહશિશુકના બીરૂદ આપ્યા હતા. મહાત્મા અમરચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ તેમના શિષ્ય વિજયસેનસૂરિ અને તેમના શિષ્ય ઉભયપ્રભસરિ થયા હતા. આ મહાત્માને પ્રતિભાને ઉચ્ચ પ્રાસાદ મળ્યો હતો, તેથી તેમણે અનેક કાવ્યો રચેલાં છે. તેમાં ધર્મભ્યદય નામનું મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યને શોભા આપનારું બનેલું છે. તે મહાકાવ્યની અંદર વિદ્વાનોને મોહિત કરે તેવી શબ્દ અને અર્થ ચમત્કૃતિ આપવામાં આવેલી છે. મહાત્મા અમરસરિના રચેલા સિદ્ધાંતાવ ગ્રંથ ઉપર તેમણે સિદ્ધાંતાણુવ વિનોદ નામે એક રસિકકાવ્ય રચેલું છે, પરંતુ તે કાવ્ય હાલ દુષ્પાપ્ય છે.
કુમાર પલના વખતમાં હેમચંદ્રસૂરિ સંસ્કૃતમાં સમર્થ વિદ્વાન થઈ ગયા છે, તેમણે હેમીનામમાલાકેશ જેન વ્યાકરણ અને ત્રિષષ્ઠિશલાકા પુરૂષ ચરિત્ર, તેમજ કેટલાક સ્તુતિ