________________
. ૪૬e
શ્રી જૈન
. કે. હેરલ્ડ.
સંગતકો વેરો ભય, સુણ સખી એક વેણ, ઉઈ કાજળ ઉઈ ઠીકરી, ઉઈ કાજળ ઉઈ નેણ. સંગતી બીચારી કયા કરે, હૃદય ભયા કઠોર, નવ નેજાં પાણી ચડે, તેઓ ને ભીંજે કેર. દીઠા દિન કેતા ગયા, મલીયા કહીક માસ, નયણું અંતર પડ ગીયા, જીવ તુમારે પાસ. જાકે બોલે બંધ નહીં, મર્મ નહિ મન માંહિ, તાકે સંગ ન જાઈએ, છોડ ચલે વન માંહિ. જે મન આપણે પ્રીત હૈ, લેક બહોત ઝખ ભાર, જિમતિમ દાવ ઉપાય કર, અપણો કામ સધાર.
તા. ૨૮-૬-૧૫ લુણાવાડા.
છે. વિ. રાવળ
જૈન સંસ્કૃત સાહિત્ય.
::
(લેખક–પ્રસિદ્ધ વક્તા મુનિ મહારાજશ્રી ચારિત્રવિજ્યજી-માંગરોલ)
આર્યાવર્તમાં સંસ્કૃત ભાષા પુરાણી છે, એમ સર્વ રીતે સિદ્ધ કરવા અનેક લેખો. લખાયા છે અને લખાય છે. કેટલેક અંશે એ વાત વિદ્વાનોના મોટા ભાગે સ્વીકારેલી છે, એટલું જ નહિ પણ સંસ્કૃત ભાષા સર્વ ભાષાઓથી ચઢીઆતી અને માધુર્ય ભરેલી છે, તેમજ વિવિધ પ્રકારના વિષયમાં વિશેષ વપરાએલી છે. વિષય નિરૂપણ આ ભાષામાં સર્વ ભાષા કરતાં વધારે સરસ થઈ શકે છે. વળી તે પવિત્ર ભાષા અન્ય ભાષાઓમાં વ્યા૫ક થઈને રહેલી છે કેટલાએક શોધકોએ એમ પણ સિદ્ધ કર્યું છે કે, સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત અને અપભ્રંશદ્વારા ગુજરાતી ભાષા ઉત્પન્ન થઈ છે અને તે માન્યતા કેટલેક અંશે સત્ય પણ લાગે છે. તે સિવાય એ ભાષાની અંદર બીજા એવા ચમત્કાર જોવામાં આવે છે કે, જે ઉપરથી વિદ્વાનો તેને ગીર્વાણ ભાષા અથવા દેવ ભાતરીકે કહે છે.
આ ભાષામાં અમૂલ્ય પ્રાચીન સાહિત્યને ભંડાર ભરેલો છે, એ પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે. વેદ ધર્મનું સંસ્કૃત સાહિત્ય વિશેષ પ્રચલિત થવાથી કોને મેરે ભાગ એ ધર્મના સંસ્કૃત સાહિત્ય માટે પ્રશંસા કરે છે, પરંતુ જૈન ધર્મનું સંસ્કૃત સાહિત્ય પણ તેવીજ પ્રશંસાને પાત્ર થઈ શકે તેમ છે.
જૈન ઇતિહાસ વિલોકતાં સારી રીતે જણાય છે કે, જૈન સંસ્કૃત સાહિત્યને વિકાસ પૂર્વકાળે ઘણે હશે, પરંતુ વચમાં બ્રાહ્મણ ધર્મ પ્રબળ થવાથી એ સાહિત્યને પ્રવાહ
* જેમ તેમ.