________________
જૈન પ્રતિમાઓ ઉપરના લેખ.
૪૫૧.
જૈન પ્રતિમાઓ ઉપરના લેખ. ~~~~ ~~~~~~ ~~
વણિક જ્ઞાતિઓ જૈન પ્રતિમાઓ ઉપરના લેખોને સંગ્રહ કરવા હું પ્રયત્ન કરું છું. છેલ્લાં ત્રણેક વર્ષથી આ પ્રયન મેં ચાલતા રાખ્યો છે, ને તેમાં મને ઘણું જાણવા જેવું મળ્યું છે, એકલી પાષાણની પ્રતિમાઓ ઉપરના નહિ પણ નાની મોટી પીતળની પ્રતિમાઓ ઉપરના લેખ પણ હું મેલવું છું. પાષાણની પ્રતિમાઓને મુસલમાનોના હુમલાથી જે હાનિ વેઠવી પડી છે તે હાનિમાંથી પીતળની નાની પ્રતિમાઓ ઘણે ઠેકાણે બચી શકી છે, તેથી પાષા
ની પ્રતિમાઓ કરતાં પીતળની પ્રતિમાઓ વધારે જૂની મળી શકે છે. રાણકપુર અને સાદડી (સા)િનાં દેહરાંમાં સંવત ૧૧૦૦ સુધીની પીતળની પ્રતિમાઓ મને મળી છે. આ પ્રતિમાઓના લેખ ક્રમવાર ગોઠવીને તેમાંથી પ્રતિમા ભરાવનાર શ્રાવકની તથા પ્રતિષ્ઠા કરાવનાર મુનિઓની સુસંબધ વંશાવલિઓ ઉભી કરવાને વખત મને મળ્યું નથી, પણ મારી ' ખાત્રી થઈ છે કે જે લેખોનો બહોળો સંગ્રહ કરવામાં આવે તો તેમાંથી જૈન શ્રીમની અને જૈન મુનિઓની અનેક વંશાવલિઓ બીન ચૂક તૈયાર કરી શકાય. દશા વિશાના ભેદ પર પડતો પ્રકાશ.
શ્રાવકે તેમજ મહેશ્વરીએ–સમસ્ત ગુજરાતી વાણિઆઓમાં ચાલતા દશા વીશાના ભેદ ઉપર પ્રતિમાઓના લેખથી બહુ સારે પ્રકાશ પડે છે. સંવત્ ૧૬૦૦ પહેલાંના કોઈ લેખમાં દશા વીશાનો ભેદ લખેલો મળતું નથી. ઘણુંખરૂં બધા લેખોમાં જ્ઞાતિનું જ નામ લખેલું હોય છે જેમકે “ શ્રોમા ફાતીય ” urટ વં” “નુર” વગેરે. ઓશવાળામાં કઈ કેઈનું ગોત્ર લખેલું મળે છે. શ્રીમાલી વગેરેમાં કોઈ ઠેકાણે “હા ” કે “ ઇશાવાયાં ” એવો ઉલ્લેખ હોય છે. વિશા તે પહેલાં “વૃદ્ધશાખા”ના નામે ઓળખવામાં આવતા અને દશાને “ઢપુરાણ” કહેતા. એ ભેદ કયારથી ચાલતા થયા અને શા કારણથી ચાલતા થયા તે વર્ણવવાને અહીં પ્રસંગ નથી. અહીં એટલું જ કહેવું બસ છે કે પ્રતિમાઓ ઉપરના સેંકડો લેખો મેળવી જોતાં તેમાં સંવત ૧૬૦૦ પહેલાં દશા વીશાને ભેદ લખેલો જણાતો નથી. આ ભેદ લખ્યો નથી, એ ઉપરથી એમ સમજવાનું નથી કે એ ભેદ તે વખતે હતો નહિ; ભેદ હતા, પણ ભેદને બહુ ગૌણ માનવામાં આવતો હતું. બે તડ હોય તો એ ભેદ હતો. બે જ્ઞાતી હોય તેવો નહિ. ભેદે જ્ઞાતીનું પ લીધેલ ન હોવાને લીધે જ વૃદ્ધશાખાના કે લઘુશાખાના પિતાનાની શાખાને આગળ ન અણતાં ફક્ત જ્ઞાતિના નામે પિતાને ઓળખાવતા હોવા જોઈએ. હાલ જૈન નથી એવા લેક પહેલાં જૈનધર્મી હેવાના દાખલા
જે વાણિયા જ્ઞાતિઓ અત્યારે કેવળ વૈષ્ણવ ધર્મ માનનારી થઈ ગઈ છે, તે જ્ઞાતિઓ પણ પહેલાં જૈનધર્મ માનતી હતી એવું બતાવનારા કેટલાક લેખ મળે છે. દાખલા તરીકે