________________
૪૫૦
શ્રી જૈન શ્વે. કે. હેરલ્ડ.
દર્શાવ્યા છે. ઘણા જૈન ગ્રંથકારાએ ટીકાજ લખવામાં કાલક્ષેપ કર્યાં છે. કાવ્યશાસ્ત્ર નાટયશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, દંડનીતિ, વાર્તાશાસ્ત્ર, જ્યાંતિષ, ગણિત, વૈદ્યક આદિ વિષયા સંબધિ વેદધમીઓએ જેવાં સમય ગ્રંથા લખ્યા છે તેવા જૈતાના લખેલા જાણુવામાં નથી. આવી ન્યૂનતાએ છતાં એમણે ધણું કર્યું છે અને તે સર્વેના સંગ્રહ, પ્રકાશન અને કદરની જરૂર છે. આ સંબધમાં થોડીક સૂચના કરૂં છું.
(૧) જેટલા જન ભંડારા હોય તેમાંના ગ્રંથો, ચિત્રા વગેરેની યાદી કરાવવી અને રા. રા. ચીમનલાલ ડાહ્યાભાઇ ઢલાલ જેવા વિદ્વાન પાસે તે ગ્રન્થેા તપાસાવી તેમના વિશે સવિસ્તર રીપોર્ટ તૈયાર કરાવવા.
(૨) ભંડારામાં કપડાં, ચિત્રા વિગેરે જે જે પ્રાચીન અને અત્યારે અપ્રાપ્ય ચીજો હાય તેના અહેવાલ પ્રગટ કરવા અને એક સગ્રહસ્થાન સ્થાપી ત્યાં તે ચીજો સુરક્ષિત રાખી તેમને પ્રસિદ્ધિમાં લાવવી.
(૩) જૈન મદિરા, પ્રતિમાઓ વગેરે પર લેખા હોય તે સાલ વાર પ્રગટ કરાવવા. (૪) મદિરા પ્રત્તિમાઓની છીએ, નકશા વગેરે પ્રગટ કરવાં. (૫) મંદિરાની વિધિઓ, ઉત્સા, વગેરેનાં સચિત્રવણ ન પ્રગટ કરવાં.
(૬) જે જે જૈન વેપારીઓનાં જૂના નિવાસસ્થાન હોય ત્યાંથી જૂનામાં જૂના ચાપડા, દસ્તાવેજો વગેરે મેળવી તેમાંથી પ્રાચીન જૈન વેપારની વીગતે પ્રગટ કરવી. આ પ્રમાણે થયા પછી વિજ્ઞાન, ઉદ્યોગ, સમાજ વ્યવસ્થા, રાજવ્યવસ્થા, ધર્મવ્યવસ્થા, ચિંતન અને કલાના પ્રદેશમાં જનાએ શુ શુ કર્યું. તેમનું સ્વરૂપ નિરૂપવાનાં સાધના અને અનુકૂળતા પ્રાપ્ત થશે.
પૂા.
રણજીતરાય વાવાભાઈ.
તા. ૩-૬-૧૫
×× × લેખક મહાશય એવા ભાવાથ'માં જણાવે છે કે આ લેખ સાધનાભાવે અને અવકાશાભાવે વિચારેાની જેટલી સ્ફુર્તિ થઈ તેટલા પ્રમાણમાં ટુંક લખી માકલેલ છે. તાપણ આટલુ જો જૈન પ્રજાનાં કાન ચમકાવશે તે લેખકના શ્રમ અને લેખ કનું પ્રકટી કરણ સફલ થશે. જો કે કહેવા જેવુ' ઘણું છે અને કરવા જેવું ા તેથી પણ વધુ છે છતાં વિશિષ્ટ પ્રયત્ન સત્ય દિશામાં પ્રકટા એ ભાવનાથી આટલું બસ થશે.
—ત’ત્રી.