________________
૪૪૫
સંક્ષિપ્ત સુભાષિત-સંગ્રહ. असमीक्ष्यं न कर्त्तव्यं कर्त्तव्यं सुसमीक्षितम् । –આગળથી વિચાર વગર કોઈ કાર્ય ન કરવું જે કાર્ય કરવું તે પ્રથમથી વિચાર કરવો
परस्परातिशायी हि मोहः पंचेन्द्रियोद्भवः। –પાંચ ઇતિઓથી ઉત્પન્ન થયેલ મોહ પ્રીતિજનક છે.
विशेषज्ञा हि बुध्यन्ते सदसन्तो कुतश्चन । –જે વિશેષ જ્ઞાનવૃદ્ધિ કરતે જાય છે તે કોઈપણ પ્રકારે વિદ્વાન અથવા તે મૂર્ખ એ બન્નેને પરિચય કરતો જાય છે.
कर्तव्योः धर्म संग्रहः –ધર્મને સંગ્રહ કરવો જોઈએ.
यः विवेकी स पण्डितः –જે વિવેકી છે તે પંડિત ગણાય છે,
गगननगरकल्प संगम वल्लभानाम् । –પ્રેમી જનના મેલાપની આશા એ આકાશમાં નગરી હોવાની કલ્પના સમાન છે.
जलदपटलतुल्यं यौवनं वा धनं वा। –ાવાની લક્ષ્મી કે ધન એ વાદળના ટુકડા સમાન અસ્થિર છે.
स्वजन सुत शरीरादीनि विद्युश्चलानि । –કુટુમ્બી જન, પુત્ર શરીર વગેરે વિજળીના ચમકારા જેવા અસ્થિર છે,
क्षणिक मिति समस्तं विद्धि संसारवृत्तिम् –અખિલ સંસાર પણ ક્ષણભંગુર છે,
स्वकार्येषु हि तात्पर्य स्वभावादेव देहिनाम् । –દેહધારી મનુષ્યને સ્વભાવ એવો છે કે પોતાના કાર્યમાં જ તત્પરતા રાખવી. . गुरुवचमुपादेयं –ગુરૂનું વચન ગ્રહણ કરવું એ યોગ્ય છે. ___ अकार्यम् हेयम् । –લોકનિધ કાર્ય ત્યાગવું એ ગ્ય છે.
નિત્ય સન્નિહિતો મૃત્યુઃા –મૃત્યુ સદાકાળ દેહધારી પુરૂષની સમીપ છે.
सर्वथा दग्ध बीभाजाः कुतो जीवन्ति निघृणाः। જે લોકોને કોઈપણ પ્રકારની ગ્લાનિ હોતી નથી તે દગ્ધ થયેલા બીજની કાન્તિ જેવા નિલજ પુરૂષો ક્યાં આવે છે એટલે કે મરી જાય છે, લજજાવાન પુરૂષને કોઇની માન વગરની કૃપાના ભરોસે જીવવું તેના કરતાં મરવું એ યોગ્ય છે.
अनुनयो हि माहात्म्यं महतामुप ब्रहयेत् ।। –મહાન પુરૂષનું અનુકરણ કરવાથી તેમને મહિમા વૃદ્ધિ પામે છે,