________________
૪૩૯
www.
મૂતિ પૂજા. સત્ર, વગેરે સ્થળે લખાણ જોવામાં આવે છે. દેવતાઓ પણ જિન પ્રતિમાના પૂજકે છે અને દેવલોકમાં ઘણી શાસ્વતી જિન પ્રતિમાઓ પદ્માસને બેઠેલી છે એમ સૂત્રોમાં મૂળ પાઠ છે, પરંપરા પ્રમાણ જોતાં શ્રી મહાવીરથી તે આજ સુધીમાં સેંકડો ગમે સમર્થ વિધાને થઈ ગયા છે પણ તેમાં કોઈએ મૂર્તિપૂજાનું ઉત્થાપન કરેલ જ નથી ફક્ત સ્થાપન જ કરેલ છે. મૂળ સૂત્ર પાડામાં પણ કોઈ સ્થળે જિન પ્રતિમા પૂજનનું ખંડન આવતું જ નથી ઉલટું મંડન આવે છે કે દેવો પણ જેન છે અને જિન પ્રતિમા પૂજે છે. મિથ્યાત્વી દેવો પણ જીન પ્રતિમાના ઉપાસકો છે. શ્રી મહાવીર અને લહીઆ કાશાહ એ બે વચ્ચે બે હજાર વર્ષનું આંતરું છે. તે બે હજાર વર્ષમાં વજસ્વામી, જંબુસ્વામી, આર્યસુહસ્તિ–સંપ્રતિ રાજાના ગુરૂ, દેવદ્ધિગણિક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, શિલાગાછાર્ય, મલયગિરિજી, હેમાચાર્ય, હિરવિજયસુરિ, વગેરે અનેક સમર્થ વિદ્વાન મહાશયો થઈ ગયા છે તેઓએ તે સૂત્રો ઉપર ટીકાઓ વગેરે લખી છે તેથી સૂત્રના સંપૂર્ણ જાણ હતા. એવા વિદ્વાનોએ પ્રતિમાનું મંડન કરેલું છે પણ એવો એક પણ પૂરાવો નથી કે જે વિદ્વાન જૈન મુનિએ પ્રતિમાનું ખંડન કર્યું હોય. જિન પ્રતિમાના પ્રથમ, ઉત્થાપક લહીઓ લેકશાહજ છે. અમદાવાદમાં એમને ગો ઓ સાથે તકરાર થતાં ગોરજીઓને તેડવા સારૂ નવ વાડ બાંધ્યું. એ વખતે ગોરજીઓનું પ્રબળ જુલમપણું હોવાથી શ્રાવકે તે લોથી કંટાળ્યા હતા. ઉપરાંત જૈન કોમ ઘણે ભાગે અંધકારમાં હતી તેવામાં ભેંશાહ નીકળ્યા અને જ્યાં જ્યાં જૈન મંદિરો ન હતા ત્યાં ત્યાં તે લંકાજીના શિષ્યો પ્રથમ ફાવ્યા. સાડા ત્રણસો વર્ષ ઉપર તમામ જૈન મૂર્તિ પૂજક હતા. મહાવીરની પહેલાં પણ પ્રતિમા પૂજન હતું એ શ્રી જ્ઞાતાસૂત્રમાં શ્રી દ્રપદીને અધિકાર છે તેથી સિદ્ધ થાય છે; જુઓ “ના વા યવરવામા.. કેવ વિશે તેને કવાદ જિधरं अणुपविसइ पविसइत्ता आलोए जिणपडिमाणं पणामं करेइ त द्रौपदी २०४५२ કન્યા જ્યાં જિનમંદિર ત્યાં જાય અને જિન મંદિરમાં અનુપ્રવેશ કરતાં જિન પ્રતિમાને
જોઈને પ્રણામ કરે. શ્રી નેમિનાથ ગિરનારમાં, ઋષભદેવજી અષ્ટાપદ ઉપર અને વીશ ને સમદ શિખર, મહાવીર અપાપાનગરી, વગેરે સ્થળે મોક્ષગામી થયા પાંડવો, વગેરે શત્રુંજય ઉપર મોક્ષે ગયા. દશ પૂર્વધર શ્રી આર્ય સુહસ્તિના ઉપદેશથી મહાવીર નિર્વાણ પછી લગભગ અઢીસે વર્ષે સંપ્રતિરાજાએ લાખો જિનબિંબ ભરાવ્યાં હતાં. શ્રીમાન હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી કુમારપાલે પણ લાખો જિનબિંબ ભરાવ્યાં હતાં. આ પ્રમાણે પરંપરા પ્રમાણુથી પણ જન પ્રતિમાનું પૂજન સિદ્ધ થાય છે. પ્રતિમાને ખરે ઉપયોગ તે યોગી લોકેજ જાણે છે. જ્યારે આત્મસાક્ષાત્કાર થાય છે ત્યારે એ પૂજન સ્વતઃ છૂટી જાય છે પણ છોડવું પડતું નથી નવમા ગુણસ્થાનક સુધી તે વેદય હોય છે ત્યારે ત્યાં પ્રતિભા પૃજન હોય એમાં નવાઈ શી ? પ્રતિમા પૂજન અનેક પ્રકારે જગતમાં થાય છે એ આ સ્થાને ભૂલવાનું નથી. જેટલી ઘડી આત્મ સ્વભાવમાં રમે છે તેટલી ઘડી પરભાવનો અભાવ હોય છે માટે તેટલી ઘડી તેને પ્રતિમા પૂજન સંભવતું નથી–સ્વભાવનો અનુભવ થે ગુણ સ્થાનકેથી થાય છે. તેરમે ગુણસ્થાને સંપૂર્ણપણે સર્વકાળ સ્વભાવાનંદમાં નિમગ્ન હોય છે જેથી ત્યાં પ્રતિમા પૂજન સંભવે નહિ, જ્યાં સ્વભાવથી જેટલો વિરૂદ્ધ ભાવ ત્યાં તેટલે વખત મૂર્ત પદાર્થનું જ પૂજન છે પછી તે ગમે તે