________________
૨૧૪
- શ્રી જેને ક. કે. હેરલ્ડ,
MAANAAAAAAAAA
MAANAAAAAAAAAAAAAAAA
^^^^^
^^^^
^^
અખંડ પરિશ્રમ કરી અનંતતામાં ભળી જાય છે ત્યાર પછી તેના અનુયાયીઓ કાલાંતરે તે મહાત્મનના હૃદયગત આશયોને ન સમજતાં ય જૂદી જ રીતે સમજતાં તેમનાં કથનને આવિષ્કાર વિચિત્ર રીતે કરે છે, આચાર વિચારમાં ખલના પામી પિતાના મૂળનાયક કરતાં હજારેગમે ન્યૂન આત્મબળથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર ન કરતાં તે કથનું હાડપિંજર પકડી રાખી તેના ચૈતન્યને મર્મ ન સમજી દ્રઢાગ્રહી, મતાભિનિવેશી બને છે અને તેથી જે સમાજને તે દોરે છે તેમાં હાનિકર અને ક્ષતિકર બળ ઉત્પન્ન કરે છે જ્યારે મૂલ મહાત્મન વગોવાય છે.
અવસર્પિણ અને ઉત્સર્પિણ એ બે કાલસંબંધેની જેન કલ્પના ભવ્ય છે અને ખરી પણ છે કારણકે તે દર્શાવે છે કે ઉન્નતિ અવનતિ થયાં કરે છે. એક વખતની મહત્તાના શિખરે પહોંચેલી પ્રજા કાલાંતરે અધમ પ્રજા થાય છે. આનું કારણ ઉપર્યુક્ત ગ્રંથકારના મુજબ
History teaches us that the great civilised nations have gradually declined when they had fulfilled their civilising mission, when they had reached their zenith. This is a law of nature, and there is no reason to believe that that law will be invalid in future.
–એવું છે કે જે ઉદિષ્ટ સાધ્ય માટે તે પ્રજા મહાન થઈ હોય તે પૂર્ણ થયું એટલે કુદરતના નિયમ પ્રમાણે પછી તેની એટલી બધી જરૂર રહેતી નથી તેથી ધીમેધીમે નીચે નીચે આવતી જાય છે.
બીજાં કારણુ આ પણ છે કે સમર્થ પુરૂષોની ખામી, અથવા તત્ તત્ કાલના સંજેને દ્રષ્ટિમાં રાખી મૂલ નિશાન અને કર્તવ્ય પ્રદેશ ચૂક્યા વગર પ્રજાના-સમાજના નાયકો તરફથી જે વર્તાવ જોઈએ તેને અભાવ. આથી વિચિત્ર રૂચિવાળા, અજ્ઞાન અને જડ લોકો પ્રત્યે યોગ્યતાના પ્રમાણુ વગર ઢળી જવું, વિચારની સંકુચિતતા પ્રાચીન ગૂઢ તોની અસમજ, વિધિઓનું નિઃસત્વ પ્રાબલ્ય, ચૈતન્ય પર અદ્રષ્ટિ વધે છે; વહેમ, શુષ્કતા, ઢોંગ, અસહિષ્ણુતા જોસમાં ઉદભવે છે, અને અસલી બુદ્ધિવૈભવ ભવ્યતા–પ્રતિષ્ઠા, ઉદાત્તતા, ને હૃદયની આર્દ્રતા નાશ પામે છે.
જૈન સમાજ પર આવતાં તે પિતાના ભૂતકાલ પ્રત્યે અભિમાન પૂર્વક દ્રષ્ટિ ફેંકવા અધિકારી છે. કલા, વિજ્ઞાન, વ્યાપારમાં, તેમજ ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં જે વિશાલ ભાગ તેણે લીધો છે તેને માટે તે ગર્વ લઈ શકે તેમ છે. હમણું પિતાના સંધના બલમાં પૂર્ણ વિશ્વાસ મૂકી પિતાની સમક્ષ ઉચ્ચમાં ઉચ્ચ લક્ષ્ય રાખી ભવિષ્યમાં ભવ્યતા નિહાળવા શ્રદ્ધા રાખવાને તેને અધિકાર છે. પણ તે ક્યારે?—જ્યારે તે વિચારસંકુચિતા દૂર કરી સર્વ વિચાર અને વિગતોને અંધશ્રદ્ધાથી તદત્ત ( તથતિ-પ્રમાણ વચન) માની તે પર શ્રદ્ધાપૂર્વક વિચાર કરી-ઐતિહાસિક શોધખોળથી–વિજ્ઞાનના પ્રયોગોથી આંકી પૂર્વ મહા પુનાં વચનેમાં રહેલા સત્ય ચૈતન્યને સ્વીકારી પિતાનું વન રાખવા કટિબદ્ધ થાય ત્યારે જ.