________________
મૂર્તિ પૂજા.
૪૩૭ વગેરે દાખલ કર્યા; પાછળથી સૂત્રો કઠિન લાગવાથી કંદિલાચાર્યજીએ સહેલી ભાષામાં સૂત્રો કર્યા. દુકાળી પડ્યા પછી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે ફરીથી યાદદાસ્ત ઉપરથી દેશકાળાનુસાર સૂત્રોની રચના કરી છે. એટલે હાલનાં સૂત્રોને દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે સંગ્રહ કરેલ છે. વેદોની ભાષા લખાણ-જેમનું તેમ છે તેમાં દેશકાળાનુસાર ફેરફાર કર્યો નથી પણ ફેરફાર દર્શા વનારાં લખાણ ઉપનિષદ, બ્રાહ્મણ, આરણ્યક, દર્શન, વગેરે નામથી જુદાં રાખેલ છે. જૈનોની પેઠે વેદાંતમાં પણ યોગ્ય સામગ્રી મળેથી મુક્તિ થઇ શકે છે કારણ કે આ દિવે વિદા ” બીજા ધર્મના વેશમાં પણ સિદ્ધ થઈ શકે છે એવું શ્રી વીતરાગ દેવનું ફરમાન છે.
જૈન અને વેદાંતને અનુભવમાં તફાવત નથી, ફક્ત શાબ્દિક વ્યવહારમાં કોઈ કોઈ બાબતમાં તફાવત જણાય છે. એ તફાવત લખતાં અતિ લંબાણ થાય અને સાર્થક કાંઈ નહિ. સૂક્ષ્મ વિચાર કરતાં તે અભેદજ જણાય છે પણ વિવાદી ભેદ જણાતો નથી. અનુભવ વગરનાંઓ તો જ્ઞાનીઓના નામને ઓથે ધણું ઝગડાઓ મચાવે છે કે જે ઝગડાને પરિણામે ભરત ક્ષેત્રના મનુષ્યો વગર સમયે ધર્મઘેલા બની ગયા અને વ્યવહાર કુશળ નહિ થવાથી આવી અધોગતિમાં આવી પડ્યા છે. હજીએ ધર્મની અસમાનતાને વ્યવહારમાં દાખલ કરીને લડી મરતા અનુભવાય છે. અરે જૈન વેદની અસમાનતાને બાજુ પર મૂકીએ પણ જૈનોમાંજ મતાંતરોની અસમાનતામાં કેટલી બધી તકરાર ચાલે છે !!! સમજુની સમાનતા છે અને અસમજુની અસમાનતા જ છે. વાસ્તવ તે અભેદતાજ છે. ભેદ હોય તે જ્ઞાન શાનું ! ! !
–ગે ના. ગાંધી,
મૂર્તિ પૂજા,
(૨) મૂર્તિ પુજા ક્યાં સુધી આવશ્યક છે ? કેટલા ગુણસ્થાનકે આવ્યા પછી તે બંધ કરી શકાય? તે પૂજા કરવામાં પુષ્પો આદિ વાપરવામાં થતી હિંસા ઉપાદેય છે?
ઉત્તર:– આત્માને સાક્ષાત્કાર થઈને કેવલ અપ્રમત્તદશાએ-આત્માનંદી તરીકે સંપૂર્ણ પણે વરતાય ત્યારે મૂર્તિ પૂજા વગેરે સ્વતઃ છૂટી જાય છે પણ તેને છોડવાપણું રહેતું નથી. જેવી રીતે સારું વાંચન વાંચતાં આવડે છે એટલે કક્કો ઘૂંટવાનું સ્વતઃ છૂટી જાય છે તેવીજ રીતે આત્માનંદની પ્રાપ્તિ થતાં મૂર્તિપૂજા સ્વતઃ છૂટી જાય છે. આવી સ્થિતિમાં પણ લોકોપકાર સારૂ એટલે કે મેટાનું જોઈને પાછળના માણસો તે રસ્તે ચાલે તે સારૂ મહાત્મા પુરૂષો ઘણું કરીને પ્રતિમા પૂજનને તજતા નથી. આજ કારણું સાચવવા સાધુ પુરૂષો કે જેઓ સર્વ ત્યાગી છે અને જેઓ પ્રતિભા પૂજનની હદ ઓળંગી ગએલા મનાય છે તેઓ પણ લોક કલ્યાણ સારૂ તથા પિતાની અવશેષ ખામી દૂર કરવા સારૂ નિત્ય પ્રત્યે જીન ભૂવનમાં જાય છે. સાધુઓ એ કાર્યમાં પ્રસાદી ન બને તેટલા માટે સૂત્રોમાં સાધુઓ ઉપર ફરજ મુકેલી છે કે તેમણે હમેશાં જીન ભૂવનમાં જવું જ જોઈએ, ન જાય તે પ્રાયશ્ચિત્ત આવે. શ્રી મહાકલ્પ સૂત્રમાં શ્રી વીતરાગ દેવનું ફરમાન છે કે –