________________
શ્રી જૈન વે. કે. હેરલ્ડ.
જેમ જૈનમાં સાધુતા પ્રાપ્ત કરનારે સત્તાવીશ ગુણયુક્ત થવું જોઈએ તેમ વૈદિક સંસ્થામાં આગળ વધનારે વિવેક-જગત અને આત્માની સમજણ, વૈરાગ્ય, પમ્ સંપત્તિ
–શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન--અને મુમુક્ષતા એ સાધન ચતુષ્ટય સંપ્રાપ્ત કરવાં જોઈએ. સાધુના સત્તાવીશે ગુણો અને સાધન ચતુષ્ટયની એકતાજ છે. બંનેના એ ગુણો મેળવવામાં સરખીજ મહેનત છે.
બંને, પુર્નજન્મને માને છે. બંને કર્માનુસારેજ સુખ દુઃખ થાય છે એમ કહે છે. ' . બને, કર્મથી રહિત થવાય ત્યારે જ મુક્તિ મળે એમ માને છે. બંનેમાં કર્મથી રહિત થવાનાં સાધન બતાવેલાં છે. બંને નિર્વાણ પદની જ ઈચ્છા રાખે છે. બંનેમાં આચાર્ય ગુરૂની ભક્તિ બતાવેલી છે. બંનેમાં જગત પ્રતિ સમાન ભાવ રાખવાનું ફરમાન છે. બંને, મુક્તાત્માઓને સર્વજ્ઞ કહે છે. બને, આત્માને ઈશ્વર કહે છે. * બંને, આત્માને ચૈતન્ય માને છે.
વેદાંતમાં શંકરાચાર્યજી નિર્વાણ દિશામાં આત્માને સર્વવ્યાપક કહે છે, જેના આત્માને જ્ઞાનસ્વરૂપે સર્વવ્યાપક માને છે.
શંકરાચાર્યજી જગતને વિવર્તરૂપે, વલ્લભાચાર્ય સતરૂપે, રામાનુજાચાર્યું પરિણામરૂપે, દયાનંદ સરસ્વતિ જડરૂપે માને છે, જેનામાં જગતને અનાદિ સતરૂપ માનેલ છે.
વૈદિક સંસ્થા અને જૈન એ બંનેને સ્વર્ગ, નરક માન્ય છે. બંને, નિજસ્વરૂપે સ્થિત થવું એને મોક્ષ કહે છે.
વૈદિક સંસ્થામાં ઉપાધિરહિતને બ્રહ્મ, ભાષાધિકને ઈશ્વર અને અવિઘાપાધિકને જીવ કહેલ છે તેમ જૈનમાં અગીને સિદ્ધ કે પૂર્ણ બ્રહ્મ, ચાર કર્મ અવશેષ સયોગી ને કેવલજ્ઞાની-ઈશ્વર-અને અષ્ટાવરણ યુક્તને છદ્મસ્થ કે જીવ કહેલ છે.
વૈદિક સંસ્થા કહે છે કે ચૈતન્ય સત્તા આખા વિશ્વમાં સર્વ વ્યાપક છે, જેનો કહે છે કે આખા જગતમાં ઠાંસી ઠાંસીને એટલા બધા ભરેલા છે કે જીવ-ચૈતન્ય-વગર સોયના અગ્રજેટલે ભાગ પણ ખાલી નથી. જેનમાં જેમ કાગ્રે મુક્તિ કહી છે તેમજ વૈદિકમાં કેટલાક લેકો લોકાગ્રે ગૌલોક, અખંડ વૃદાવન, અક્ષરધામ, બ્રહ્મમહેલ, વગેરે કહે છે.
આખા ભૂમંડલમાં જૈન અને વૈદિક સંસ્થા પ્રાચીનતમ છે, જૈન સુત્ર પુસ્તકારૂઢ થયાં પહેલાં વેદ પુસ્તકારૂઢ થએલ છે માટે જ જૈન સુત્રોમાં વેદનાં નામો ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે જેમકે સ્થાનાંગ સૂત્રમાં વૈgg ગવાકારે સિધરે ન િતંત્ર થઇ કgs કાકા-વૈદિક વ્યવસાય ત્રિવિધ કહેલ છે તઘથા ઋગ્રેદમાં, યજુર્વેદમાં સામવેદમાં; આથી સિદ્ધ થાય છે કે મહાવીરના સમય પહેલાં વેદો પુસ્તકાઢ હતા અને સૂત્રોની પરિપાટી જેમ ફરતી જાય છે તેમ દેનું લખાણ બદલાયું નથી, મહાવીર પછી જ જોઈ. એ તો સુધર્મા સ્વામીએ સુત્રો રચ્યાં, વછે સ્વામીએ પાછળથી સૂમાં ગામનાં નામો