________________
બદ્ધ અને જૈન મતના સંક્ષિપ્ત ઈતિહાસ
૪૩૫
બદ્ધ-જૈન મતના સંક્ષિપ્ત ઈતિહાસ–સિધ્ધ
અને વૈદિક ધર્મ સાથે તેની તુલના.
આપે તા. ૬-૨-૧૯૧૪ ના પત્રથી પૂછેલા પ્રશ્નના ખુલાસા નીચે પ્રમાણે છે.
(૧) બૌદ્ધ-જૈનમતના સંક્ષિપ્ત ઇતિહાસ-સિદ્ધાંત અને વૈદિક ધર્મ સાથે તુલના એ વિષય લખવામાં નીચેનાં પુસ્તક ખાસ ઉપકારક થશે.
પદર્શન સમુચ્ચય; વિવેક વિલાસ; સ્યાદાદ મંજરી; જૈન તત્ત્વદર્શ, સર્વ દર્શન સંગ્રહ; વેદાંત દર્શન–શંકર ભાથ; ગસૂત્ર–વ્યાસભાષ્ય, સૂયગડાંગ સૂત્ર-ભીમસી માણેકવાળું; બુદ્ધચરિત્ર, ધર્મોપદેશ, વગેરે. જૈન અને બૌદ્ધધર્મનું કેટલીક બાબતમાં નીચે મુજબ મળતા પણું છે.
જૈનમાં જેમ પંચ મહાવતે તેમ બૌદ્ધમાં પંચ મહાયાન છે.
જેનના ભિક્ષુઓને જેમ શ્રમણે કહેવામાં આવે છે તેમ બૌદ્ધગેરછાઓને પણ શ્રમણો કહેવામાં આવે છે.
જેમાં જેમ સંધ છે તેમ બૌદ્ધામાં પણ સંધ છે. જેમાં જેમ શાસન દેવી છે તેમ બૌદ્ધમાં પણ શાસન દેવી છે.
જિન અને બુદ્ધિનો શબ્દાર્થ પણ મળતો છે. - જૈન અને બૌદ્ધ લોકોની શાસ્ત્રીય ભાષા પ્રાકૃત છે એટલે કે જેની અધ માગધી અને દ્ધાની પાલી લીપી છે પરંતુ અર્ધ ભાગધી અને પાલી ભાષામાં લાંબો તફાવત નથી.
બંનેનાં શાસ્ત્રોમાં તે અહિંસા ધર્મનું પ્રાધાન્ય છે. બને, પુનર્જન્મને રવીકાર કરે છે. બંને, ચણ ઈશ્વરે નથી બનાવી એમ માને છે.
જેનો જગતને અનાદિ કહી પર્યાયાંતરે ક્ષણિક કહે છે પણ બુદ્ધદેવે તે જગતને ક્ષિણિક કહેલ છે. એટલે કે જીન દેવને સ્યાદવાદ છે અને બુદ્ધ દેવને ક્ષણિક વિજ્ઞાનવાદ છે
જૈન અને બૌદ્ધ, એ બંને પ્રતિમા પૂજકે છે અને એ બંનેની પ્રતિમાઓ નિરાગી ભાવના દર્શક છે તથા કેટલીક રીતે તે મળતીઓ પણ છે. બંને ધર્મો રાજકુમારે પ્રચલિત કરેલા છે.
મહાવીર અને બુદ્ધનું જીવન વૃત્તાંત મળતું છે. ફક્ત મહાવીરે નિર્વાણ પસંદ કર્યું અને બુદ્ધ પિતાના સેવકેના-જગતના-કલ્યાણ નિમિત્તે પુનર્જન્મ પસંદ કરેલ છે એ ભેદ ગણી લીધેલ છે, જગતની બાબતમાં પણ પૂર્વાચાર્યોએ ભેદ ગણેલ છે.
આનંદ અને બંબસારની કથા બંને ધર્મોમાં છે.
જૈન ધર્મ અને વૈદિક ધર્મનું નીચે મુજબ કેટલીક બાબતમાં મળતાપણું છે. જેનાં પંચ મહાવ્રતને મળતાં જ વેદાંત-ગ-નાં પાંચ યમો છે.