SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ કુશલચંદ્રગણિ. ૪૩૩ કાશીક્ષેત્રમાં આગમન અત્યારથી સો વર્ષ પહેલાં કાશીક્ષેત્રની શી સ્થિતિ હતી તે જોઈએ. બનારસમાં સુપાર્શ્વનાથ તથા પાર્શ્વનાથ પ્રભુનાં કલ્યાણક છે ( કારણ કે બંનેના જન્મસ્થાન વરાણસી નગરી છે, અને બંનેની જ્ઞાન નગરી પણ તેજ છે. ) અને બનારસ પાસે આવેલ સિંહપુરી તે શ્રી શ્રેયાંસનાથનું જન્મ તથા જ્ઞાન કલ્યાણક છે, અને ચંદ્રપુરી તે શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું જન્મ તથા જ્ઞાન કલ્યાણક છે. આમ છતાં અહીં રમણીય મંદિર ન હતાં, તેમજ પૂર્વ મંદિરનું નામ નિશાન ન હતું. કાશીમાં બ્રાહ્મણોનું જોર ઘણું હોવાથી અને જેને પ્રત્યે બહુ દેષ અને શત્રુવટ હોવાથી જૈનેને મંદિરે કે ઉપાશ્રય બાંધવા દેવામાં નહોતું આવતું, અને શ્રાવક પણ નામના હતા. આ વખતે જિનલાભ સૂરીશ્વર અહીં આવ્યા અને તેમણે કુશલચંદ્ર ગણિને યોગ્ય જાણ પછી કાશી મોકલ્યા. આ ગણિ મહાશયે જૈન ધર્મની પ્રભાવના બહુ દુષ્કર જાણી તે માટે પ્રબલ પરિશ્રમ સેવ્યો. ઉતરવાન ધર્મ સ્થાન ન મળે, તેમજ કઈ ગુણ શોધક ગૃહસ્થ નહિ કે. ઉતારો આપે એટલે તેમણે ગમે તે વેશ પહેરી ગમે ત્યાં ગેચરી લઈ કાળ નિર્વાહ કર્યો. સાંભળવા પ્રમાણે અન્યદની સમાગમમાં આવે એ આશયથી કમંડળ, લગેટી આદિ સંન્યાસીને વેશ ધારણ કરી અન્યદર્શનીના મહાત્મા તરીકે તેમના સમાગમમાં આવ્યા. એક વખત વિધાનની સભા થઈ તેમાં પાંડિત્ય વિનોદ ચાલ્યો. આ વખતે આ ગણિીઓ કાવ્ય વિનોદ કરવા સૂચવ્યું અને તે એવી રીતે કાવ્ય બનાવી કરો કે તેમાં - ઓષ્ઠસ્થાની ૫ વર્ગ (પ, ફ, બ, ભ, મ ) માંને એક અક્ષર ન આવે; આની કસોટી તરીકે કઈ વખતે ભૂલથી બોલી જાય અને તે કદાચ ન પકડાય તો તે માટે દરેકે પિતાના ઉપરના હોઠપર સિંદુર લગાવો કે જેથી તે અક્ષર બોલતાં નીચલા હોઠનો સ્પર્શ થતાં તેને લાગી જશે અને ખબર પડી આવશે. આમાં બધા ઉપર કુશલચંદ્રગણિ ઉત્તેહ પામ્યા અને વિદ્વાનેને સમજાયું કે આ કોઈ સરસ્વતી કંઠાભરણ મહાન પંડિત છે; આથી તેઓ તેમને બહુ માન આપવા સાથે પૂજ્ય પુરૂષ ગણવા લાગ્યા. આ વાદનાં પાનાં હજુ અસ્તિત્વ ધરાવે છે. એકદા નેપાળ નરેશે વાંચી ન શકાય તેવાં બે તાડપત્રો કાશીના પંડિતેની પરીક્ષા માટે કાશીના રાજાપર મોકલ્યાં. કાશીના રાજાએ પંડિતની સભા મેળવી બધા પાસે તેમાં શું લખેલ છે તે જણાવવા કહ્યું, પણ કોઈ અક્ષર ઓળખી શકો નહિ એટલે અર્થ તે કયાંથીજ કરી શકે ? કશચંદ્રગણિ ત્યાગી હતા એટલે રાજસભામાં તો જાય નહિ, પરંતુ વિદ્વાને તેમને પરિચય હોવાથી તેમણે તેમને સભામાં આવી તામ્રપટ વાંચી આપવાની કૃપા કરવા વિનવ્યું. ગણિએ આવી તે તામ્રપત્રાને સાફ કરી ઉંધા અક્ષર જાણી તેને વાંચવા માટે સહીથી છાપી લીધાં અને પાછાં મોકલાવી આપ્યાં. પછી તેને અર્થ પંડિતેને પૂછો ત્યારે કોઈએ જવાબ ન આપ્યું. પિતે તેને ભાવાર્થ કહી બતાવ્યો કે તેમાં નેપાળ નરેશના વંશનો ઇતિહાસ હતો. કાશીના રાજાએ તે હકીકત જણાવતાં નેપાળ નરેશ સંતુષ્ટ થયા. આથી કાશીને રાજા બહુ પ્રસન્ન થયો અને બક્ષીસ માગવા કહ્યું. ગણિ નિસ્પૃહિ એટલે એટલું જ જણાવ્યું કે, “રાજાએની ભક્તિ સાધુઓ પર રહે એજ ઈચ્છીએ છીએ ” ત્યારે રાજાને બહુ આગ્રહ થયા એટલે જૈન તીર્થ માટે જગ્યા લેવાની આ સરસ તક છે એમ જાણું બ્રાહ્મણોના મુખ્ય ભાગમાં રામઘાટના કિનારે જગ્યા માંગી અને તે રાજાએ આપી. અહીં મંદિર બંધાવવું એ શ્રાવકોનું કાર્ય છે તેથી તેમને શ્રદ્ધાવાન કરવા પ્રયાસ કરવા માંડયો. ( આ જગ્યાએ હાલ પાર્શ્વનાથનું મોટું મંદિર છે ). આથી રાજા આમને ગુરૂ તરીકે ગણવા લાગ્યો.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy