________________
શ્રી. જૈન
.
.
. '
www
આ વખતે કુશળચંદ્રના એક સ્નેહી યતિ આવેલ હતા તે આવી અભુત શક્તિ અને પ્રતિષ્ઠા જાણી તેમના ગુણગાન કરતા હતા. પિતાને વીર સાધના હોવાથી લોકો ઇચ્છે તે વસ્તુ આપી શકતા હતા તેથી તેની આસપાસ સેંકડે માણસો વિંટળાઈ પડતા. આ વખતે તેઓ પુકારી કહેતા કે આ સઘળો પ્રતાપ કુશળચંદ્રજીને છે. આથી શ્રાવકો ગણિની વધુ ઉપાસના કરવા લાગ્યા.
આવી રીતે પંડિતે, રાજા અને લોકની પ્રીતિ મેળવી કુશલચંદ્ર ઉપદેશથી તીર્થોદ્ધાર કરવા માંડયો. સિંહપુરીમાં હાલના મદિરના લેખ પરથી જણાય છે કે સં. ૧૮૬૦ માં જુદા જુદા શ્રાવકો પાસે કલ્યાણકોના જુદા જુદા ભાગ તૈયાર કરાવી તેઓની પ્રતિષ્ઠા પિતાના ગુરુવર્યના નામથી જિનલાભસૂરિ પાસે કરાવી આ ઉપરથી તેઓની ગુરૂભક્તિ અને ત્યાગવૃત્તિ સમજાય છે.
જુદા જુદા સ્થળોના લે છે તે સં. ૧૮૫૭, ૧૮૬૦, ૧૮૯૭, ૧૮૯૮ ના છે, તેમજ પ્રતિષ્ઠામાં કરાવનાર તરીકે જુદા જુદા શ્રાવકનાં નામ છે તે પરથી તે શ્રાવકો વિધમાન હતા તે સમજાય છે. કઈ જગ્યાએ પોતે પિતાનું નામ આપ્યું નથી. છતાં તેઓની ભવ્ય મૂર્તિ સંઘ કાશીમાં સ્થાપેલી છે, અને તેમના સહાયક શ્રી ભૈરવની મૂતિ ઉપર લેખમાં તેનું નામ આ પ્રમાણે છે “ સં. ૧૮૯૭ ફાગણ સુદ ૫ શ્રી ભૈરવમૂર્તિ जिन महेंद्र सुधीश कुशलचंद्र निर्देशतः काशीस्थ श्रीसंघ
કાશીના રામઘાટના પાર્શ્વનાથ મંદિરમાં ભૈરવ મૂર્તિ છે તે પરના સં. ૧૮૭૩ના લેખમાં પિતાનું નામ નથી. આથી જણાય છે પ્રતિષ્ઠામાં પોતાના ગુરૂવર્યને બોલાવતા.
આ સિવાય ભલુપુરમાં મંદિરને સારી સ્થિતિમાં અણાવ્યું અને ચંદ્રાવતી, અથા, રત્નપુરીમાં પણ ઉપદેશથી મંદિર સુધરાવ્યાં.
એક કાષ્ઠજીવ્યા નામને પંડિત હતો તે વ્યર્થ વચન રખેને નીકળે માટે જીભ ઉપર લાકડાની પટી લગાડતે હતો. તેને આ ગણિત્રીને સમાગમ . પછી તે ઉપરની પ્રટી ફક્ત તે ગણિ પાસે ગુબોધ મેળવવા માટે બહાર કાઢતા હતા. આમણે તે પંડિતને
ન ધર્મો બતાવ્યો અને પ્રતિબો. આ પંડિત જૈનબિંદુ નામને ગ્રંથ લખે કે જે સંસ્કૃતમાં છે અને તે કાશી રાજાના ભંડાર કે જે બનારસથી ત્રણ કેસ દૂર આવેલ રામનગરમાં રાખેલ છે ત્યાં હજુ વિદ્યમાન છે. આનું ભાષાંતર તેમના શિષ્ય પરંપરામાં થયેલ બાલચંદ્ર કરી આપ્યું છે
સાંભળવા પ્રમાણે તેમની ઉમર ૮૦ વર્ષની હતી. તે સમયે સંવત ૧૮૭ માં સ્વર્ગવાસી થયા.
આમના શિષ્યમાં બાલચંદ્રજી છે, તેમજ શ્રીમાન સ્વ. મોહનલાલજી મહારાજ કે જેમણે મુંબઈમાં રહી અનેક ઉપકાર કરેલ છે તે છે. બનારસમાં મોહનલાલજી ગયા હતા, ત્યારપછી ઘણું વખત સુધી કોઈ સાધુ ગયા નહિ અને બધો ગણિત્રીને પુસ્તકભડાર શ્રી બાલચંદ્રજી ઉપાધ્યાય પાસે આવ્યો હતો. તે બાલચંદ્ર સ્વર્ગસ્થ થયા અને તેના શિષ્ય નેમિચંદ્ર ઉપાધ્યાય હાલ કાશીમાં છે.
કાશીના હાલના નરેશના પિતાશ્રી પોતે પણ જૈન ધર્મ પાળતા હતા ત્યા તેના પર આસ્થા ઘણીજ હતી અને ઉક્ત જૈનબિંદુગ્રંથના શ્લેકને અર્થ શ્રી બાલચંદ્રજી પાસે હમેશાં સમજી તેને બે રૂપીઆ આપતા હતા. (આ હકીક્ત મુનિ માણેક તરફથી પ્રાપ્ત કરી છે.)
-તબી.