SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ શ્રી જૈન . કે. હેરલ્ડ. ગુજરાતી કૃતિઓ ૧૩. વિજયદેવ નિર્વાણ સ્વાધ્યાય–આ સઝાય આ પત્રના તંત્રી કૃતજેને ઐતિહાસિક રાસમાળા (પ્રકાશક અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ)માં છપાએલ છે. ૧૪. જૈન શાસન દીપકસ્વાધ્યાય૧૫. જૈન ધર્મ દીપક ” ૧૬. આહાર ગષણ.” આ સિવાય તેમને પત્રવ્યવહાર મળે છે. તેમાં એક પત્ર ખમણું સંબંધી સં. ૭૪ માં પિતે લખેલ છે તેમાં જ્યાં પોતે ચોમાસું રહ્યા હતા અને જ્યાંથી તે પત્ર લખ્યો હતો તે આગ્રા શહેરનું સાલંકાર વિસ્તીર્ણ વર્ણન પણ આપ્યું છે. બીજો પત્ર જયતારણ ગામથી પં. યશસ્વતસાગર પર લખ્યો છે જેમાં સુખ શાતાની જ બીના છે. • આમાંના ઘણું ગ્ર, પ કીસનગઢ ( કૃષ્ણદુર્ગ) ના શ્રેષ્ઠી રણજીતમલ્લ નાહટાના પુસ્તક ભંડારમાંથી મળેલા છે કે જે દશલાખ શ્લેક પ્રમાણ છે. આ સર્વ ભંડાર શ્રી વિધર્મ સુરિને ભેટ આપવામાં આવ્યું છે જાણી આનંદ થાય છે. અમે નમ્ર પણે સૂચવીએ છીએ કે તે સૂરિ શ્રી આ ભંડાર તેમજ પોતા પાસે જે પુસ્તક હોય તે સર્વ જાહેરમાં મુકી ડેક્કન કોલેજ લાયબ્રેરી જેવી સંસ્થા કરશે-કરાવશે તે મહાન ઉપકાર અને પુણ્ય કરી શકશે. આ લેખ રા. બેચર જીવરાજે જૈનશાસન ( આ ચૈત્ર વદિ અમાસ )ના અંકમાં જે લેખ લખ્યું હતું તે પરથી ટુંકમાં લીધો છે. -તંત્રી. — — કુશલચંદ્રગણિ. આ ખરતર ગચ્છના પટ્ટધર શ્રી *જિનલાભસૂરિશ્વરના સમયમાં ઉપાધ્યાય શ્રી હીરધર્મ ગણિના શિષ્ય હતા. તેઓ કઈ જાતિના હતા, દીક્ષા ક્યારે લીધી, ક્યારે અભ્યાસ કર્યો, જન્મ અને સ્વર્ગગમન ક્યારે થયાં એ વિગેરે સાધનના અભાવે કશું મળતું નથી. પરંતુ દંતકથા, તેમના દીક્ષિત બ્રાહ્મણ પંડિતકૃત જૈનબિંદુ નામનો ગ્રંથ અને શિલાલેખ પરથી ચેકસ સિદ્ધ થાય છે કે તેઓ વિક્રમની ઓગણસમી સદીમાં સં. ૧૮૫૦ થી સં. ૧૯૦૦ સુધી વિદ્યમાન હતા. * જિનલાભ સૂરિ–ખરતરગચ્છની ૬૮ મી પાટે. પિતા શાહ પચાયણદાસ, માતા પદ્માદેવી, ગોત્ર બહિત્યરા, ગામ વિકાનેર, જન્મ વાપેઉ ગ્રામે સં. ૧૭૮૪ શ્રાવણ શદ ૫, મૂલનામ લાલચંદ્ર, દીક્ષા જેસલમીર સં. ૧૭૮૬ જેઠ સુદ ૬, દીક્ષાનામ લક્ષ્મીલાભ, પદસ્થાપના માંડવી સં. ૧૮૦૪ જેઠ સુદ ૫. તેમણે ઘણી યાત્રાઓ અને પ્રતિષ્ઠાઓ. કરી. સ્વર્ગગમન સં. ૧૮૩૪ આરો વદ ૧૦. તેમણે આત્મબોધ ગ્રંથ સં. ૧૮૩૩ના કારતક સુદ ૫ ને દિને મનર બંદરે પૂર્ણ કર્યો છે.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy