________________
મહોપાધ્યાય શ્રી મેઘવિજય.
૪૩૧ તેમના ગ્રંથે. સંસ્કૃતકૃતિઓ. મહાકાવ્ય. ૧-૪ ૧. દેવાનંદાબ્યુદય મહાકાવ્ય-પ્રતિશ્લોક મહા કવિ માઘરચિત માઘકાવ્યનું પ્રતિશ્લોકનું
છેલ્લું પાદ લઈ પિતે ઉપજાવેલ બીજા ત્રણ પાદો પૂરી કર્યો છે. તેમાં સાત સર્ગ છે. દરેકમાં વિજયદેવ સૂરિને ભિન્ન ભિન્ન સમયને ઇતિહાસ છે. રમ્યા
સં. ૧૭ર૭. ૨. શાંતિનાથ ચરિત્ર- પૂર્વ કાવ્યથી ચડતું. આમાં મહાકવિ શ્રી હર્ષવિરચિત વૈષધીય મહા કાવ્યના પ્રતિકનું પ્રતિ દિ લઈને પિતાનાં ત્રણ પાદ નવાં ઉમેરી દરેક
ક કર્યો છે. છ સર્ગ છે. તેમાં શાંતિ જિનનું ચરિત્ર છે. રમ્યા સંવત જણાતો નથી. દિગ્વિજય મહાકાવ્ય. આમાં ૧૩ સને છે. દરેકમાં વિજયપ્રભ સુરિ ( વિજયદેવ સૂરિના પટ્ટધર )નું જીવન પૂર્વ પરંપરાના આચાર્યોના ઇતિહાસ સાથે , વિહાર ચોમાસા આદિ વિગતથી પૂરી રીતે આપ્યું છે. આ પર સર્વોપરી ટિપ્પણ છે. વિજયપ્રભ સૂરિના સમયમાં પિતે વિદ્યમાન હતા. રચના સમય આપ્યું નથી.. સપ્તસંધાન મહાકાવ્ય. અત્યાર સુધી ધનંજ્યનું દિસંધાનકાવ્ય વિદ્વાનોને નવાઈ ઉપજાવતું હતું, પરંતુ આ કાવ્ય વિદ્વાને જોશે ત્યારે તે ખરી અદ્દભુતતા સમજાશે. આમાં ૯ સર્ગ છે. તેમાંના પ્રતિકે ઋષભનાથ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, વીરપ્રભુ, રામચંદ્ર, તથા કૃષ્ણ વાસુદેવનાં જીવન આપેલ છે. આ કાવ્યની ટીકા સર્વોપરી છે. આમાં દરેક શ્લેક સાત સાત અર્થથી સાતનાં જીવન પૂરાં પાડે એ ખરેખર અદ્ભુત છે. રમ્ય સં. ૧૭૬૦. કર્તા છેવટે જણાવે છે કે સપ્ત સંધાન કાવ્ય શ્રી હેમચંદ્ર સૂરિએ કરેલ છે પરંતુ અલભ્ય છે, તે આ મારૂં કાવ્ય સપુરૂષોને પ્રમોદ જનક થાઓ. વર્ષ મહદય (જ્યોતિષ) ૬ ઉદય દીપિકા. ૭ લઘુત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર.
(ડેકકન કેલેજમાં છે. . ૫૦૦૦), આ -૭ ગ્રંથ રચેલા સાંભળવામાં છે. ૮. ચંદ્રપ્રભા (હૈમી કૌમુદી ). આમાં કૌમુદી માફક કમ રાખી સિદ્ધ હેમાનુસાર
રચના કરી છે. આ પરથી જણાય છે કે ઉપાધ્યાય શ્રી વ્યાકરણકાર હતા. રસ્યા
સં. ૧૭૫૭ આગરામાં ૮. વિજયદેવ માહાસ્ય-(પં. વલ્લભવિજય ગણિકૃત )–આ કાવ્યમાંના કેટલા એક
પ્રયોગોનું પરિસ્ફોટન આ લેખનાયકે કર્યું છે. ૧૦ માતૃકાપ્રસાદ. આધ્યાત્મિક ગ્રંથ. તેમાં મુખ્યતાએ ૩ૐ નમઃ શિવ તે વસ્નાયની
વિસ્તીર્ણ વ્યાખ્યા આપી છે શબ્દમાંથી જે જે રહસ્યો નિકળે છે તે સ્ફટ બતાવ્યા
છે. રચ્ય સં. ૧૭૪૭ પિષ. ધર્મનગરમાં. ૧૧ તત્ત્વગીતા. આ ગ્રંથ તેમણે લખ્યું છે એવું માતૃકાપ્રસાદમાંથી ફલિત થાય છે,
પરંતુ તે જોવામાં આવ્યું નથી. ૧૨. યુક્તિપ્રબોધ નાટક-આમાં બનારસીદાસના અધ્યાત્મ વિચાર સંબંધે ખંડનાત્મક
લખાણ છે.