________________
મહેપાધ્યાય શ્રી મેઘવિજય,
શ્રી ન્યાયવિશારદ મહામહોપાધ્યાય યશોવિજયજીના સમકાલીન આ મહાપુરૂષ વિક્રમની ૧૮ મી સદીમાં થઈ ગયા છે. તેમણે જૈનદર્શનની અપૂર્વસેવા બજાવી છે. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય વિષય ઉપરાંત આધ્યાત્મિક અને જ્યોતિવિદ્યામાં પણ પ્રવીણ હતા. તેઓના જન્માદિ સંબંધે જીવનની હકીકત મળી નથી. તેઓ શ્રી હીરવિજય સૂર રિના વશમાં થયા છે, અને તે ગુરૂ પરંપરા નીચે પ્રમાણે છે –
હીરવિજયસૂરિ.
કનક વિજય.
શીલ વિજય
સિદ્ધિવિજય
કમલવિજય
ચારિત્ર વિજય.
કૃપા વિજય. મેઘવિજય.
તેઓની લેખશેલી તપાસતાં પિતાના હાથના લખેલા દરેક ગ્રંથની શરૂઆતમ ૩ શ્રી શ્રી પાછી એ જે નમઃ આ પ્રમાણે દિવ્ય મંત્રનો ઉલ્લેખ કરેલ છે, આ સ્વહસ્ત લિખિત ગ્રંથો મળી આવે છે તે પરથી એ ધડો લેવો જોઈએ કે આવા મહાન ધુરંધર વિદ્વાનોએ પણ લેખક (લીઆ)ને ઉપેક્ષીને માત્ર ગ્રંથની શુદ્ધતા ખાતરજ પિતાને હાથે લખી શ્રમ લીધે છે.
સમયનિર્ણય–એમને સૌથી આગળને ગ્રંથ મારવાડના સાદડી નગરમાં ૧૭૨૭ની વિજયાદશમીએ પૂરો કરેલ દેવાનંદામ્યુદય મહાકાવ્ય મળી આવેલ છે, અને છેલ્લા વખતને સં. ૧૭૬૦ માં સપ્તસંધાન મહાકાવ્ય-એ નામનો ગ્રંથ મળી આવે છે તે પરથી એ નિ. શ્ચિત થાય છે કે સં. ૧૭૨૭ થી ૧૭૬૦ માં અવશ્ય વિદ્યમાન હતા. હવે ૧૭૨૭ માં રચેલ ઉક્ત દેવાનંદાબ્યુદય મહાકાવ્યમાં વિજયસેન સૂરિના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિનું ભિન્ન ભિન્ન સમયનું ઈતિવૃત્ત ઇતિહાસરૂપે કવિતા રૂપમાં પરિણમાવ્યું છે તે તે પરથી આપણે એમ વિચારી શકીએ કે શ્રી વિજયદેવને જન્મ ૧૬૪૩ અને સ્વર્ગવાસ સં. ૧૭૧૩ ના અસાડ શુદી ૧૧ છે, તે તે સ્વર્ગવાસ સમય ૧૭૧૩ પહેલાં પણ મેઘવિજય વાચક હયાત હતા એ ચોક્કસ સિદ્ધ થાય છે તે આપણે ૧૭૦૦ માં અગર તે પહેલાં તેમને જન્મ મૂકી શકીએ.