________________
કર૬
- ૧ : * શ્રી જૈન ક. કે. હેૉડ.
मूलसूत्रं प्रवक्ष्यामि चाणाक्येच यथोदितं । यस्य विज्ञानमात्रेण मूखों भवति पंडितः ।।
મૂલ સૂત્ર કહું તે હું, ચાણકયે વિસ્તર્યું યથા,
ભૂખ ભણે કદી તે તે, બને પંડિત મડિત. विद्वत्त्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ॥ ।
કદી તુલ્ય નહિ હેયે, પંડિતતા નૃપાલતા,
ભૂપપૂજા સ્વદેશોમાં, પંડિત દેશ વિદેશમાં. અથવા (ગીતિ) વિદ્વતાની સાથે, કદી ન થાશે સમાનઠકુરાઈ,
કાં કે પંડિત સઘળે, મનાય ને તૃપ નિજસ્થાન માંહિ. पंडिते च गुणाः सर्वे मूर्खे दोषा हि केवलम् । तस्मा न्सूखेसहस्त्रेषु प्राज्ञ एको विशिष्यते ॥
સુગુણોથી ભર્યો વિદ્વાન, મૂર્ખ કેવલ દોષથી, માટે મૂર્ખ હજારથી, એક વિદ્વાન ઉત્તમ. मातृवत् परदारेषु परद्रव्येषु लोष्ठवत । ,
आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पंडितः ॥ પરસ્ત્રીને ગણે માતા, પરાયું ધન ધુળવત, પિતા સમાં બધાં પ્રાણી, માને તે નર પંડિત किं कुलेन विशालेन गुणहीनस्तु यो नरः। अकुलीनोपि शास्त्रज्ञो दैवतै रपि पूज्यते ॥ ગુણ છે નહિ એકે તે, નકામી છે કુલીનતા, કુલહીણા વિદ્વાનોને, પૂજે છે પણ દેવતા. रुपयौवनसंपन्ना विशालकुलसंभवाः । विद्याहीना न शोभन्ते निर्गन्धाः इव किंशुकाः॥ - ભર્યો રૂપે જુવાનીએ, ધર્યો જન્મ કુલીનમાં, પણ ના જે કદી વિદ્યા, ન શોભે કેશુડાં પડે. नक्षत्रभूषणं चंद्रो नारीणां भूषणं पतिः। पृथिवीभूषणं राजा विद्या सर्वत्र भूषणं ॥ ચંદ્ર શોભા ગ્રહે કેરી, પતિ શોભા સતી તણી,
રાજા શોભા સ્વભૂમિની, વિદ્યા શોભા બધાણી. અથવા. તારાની ચંદ્ર શોભા છે, શ્યામા શોભે શ્યામથી.
ભૂમિની ભૂપ શોભા છે, વિદ્યા શભા સહુ તણી.