SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. વૃદ્ધિસાગરસૂરિ. આમના સંબંધમાં વૃદ્ધિસાગરસૂરિરાસ’ એ નામની હસ્તલિખિત પ્રતમાંથી જે કંઇ હકીકત પ્રાપ્ત થઈ છે તે જણાવીએ છીએ:—— ગુર્જર દેશમાં ચાંણસમુ' નગર છે ત્યાં સ. ૧૬૮૦ ના ચૈત્ર શુદિ ૧૧ ને વાર રિવવારે શ્રીમાલી જ્ઞાતિના શાહ ભીમજીને ત્યાં માતા ગમતાંદેની કુખે આમના જન્મ થયા હતા અને નામ ‘હુરજી’ પાડયું હતું. ૪૨૪ સંવત સાલસીઆ વર્ષે ચૈત્ર માસ પખિ શુદ્ધ રે. . વાર રવિ યાગ નક્ષત્ર શુભ દિન અગ્યારસિ અવિરૂદ્ધરે. સ. ૧૬૮૯ માં ખંભાયત દરે પાટણપુરનિવાસી દાસી રૂપજીએ તેમણે રાજસાગર સૂરિ પાસે દીક્ષા લીધી તેના દીક્ષા મહાત્સવ કર્યાં. ગુરૂએ નામ હર્ષસાગર રાખ્યું. સ ૧૬૯૮ માં અમદાવાદમાં પોષ સુદી પૂર્ણિમા ગુરૂવારને દિને હર્ષસાગરને ચેાગ્ય જાણી રાજસાગરસૂરિએ આચાર્ય પદ આપ્યું. શાહ શ્રીપાલસુત શાહશ્રી વાઘજીએ આચાર્ય પદ મહાત્સવ • યો અને ગુરૂજીએ તેમનું નામ વૃદ્ધિસાગરસૂરિ આપ્યું. આ વખતે શાંતિદાસ નગરશેઠ હતા. તેમજ શાહ મનજી પણ શ્રીમંત શેઠ હંતા. શેઠની પત્ની દેવકીએ વણા મહાત્સવ સવત્ ૧૭૦૭ વૈશાખ સુદ છ ને દિને કર્યાં. સાહ સાંતિદાસ મુકુલ મુકુટમણિ, સાહ પનજી પુણ્ય પવિત્ર ધરમકાજ કીધાં ભલા, જેહનાં અતુલ ચરિત્રદૈવકી નાંમિ નારિ તસ, નિપુણ સુગુણુ આવાસ, બહુ ધન ખરચી તેણે કી, વાંદાં મહાત્સવ જાસ—— સતર સતર સાતે સહી, એ શુભકારજ કીધ વૈશાખ સુદિ સાતમ દિનિ, માંનવભવ લ લિધ. પછી ઘણી યાત્રાએ કીધી. શેત્રુજ તે ગીરનાર હૈ અશ્રુ ગિરિ ગાડ, રાણકપુર તારિગ તણીએ સંખેશ્વર પ્રભુ પાસ રે, મ અનેક ધણી યાત્રા કર સેાહામણીએ. સ-૧૭૪૫ના વૈશાખ વદ ૨ ને મગળવારે પોતાના શિષ્ય નિધિસાગરને યોગ્ય જાણી વૃદ્ધિસાગરસૂરિએ આચાર્ય પદ આપી લક્ષ્મીસાગરસૂરિ નામ પાડયું આના મહેાસવ સાંતિદાસ નગરરોઢના પુત્ર શાહ લખમીચંદે કર્યાં છે. સાહશ્રી શાંતિદાસ સુત, પ્રબલ પ્રતાપ પડુર, વડવ્યવહારી જાણીŪ, વડ વખતિ વડે તુર. રાજનગર સિગાર સુભ, સાહશ્રી લખમીચંદ, બહુ દ્રવ્ય ખરચી તિણિ કી, પદ મહાત્સવ આણંદ. સ-૧૭૪૭માં શેષપુર કે જે અમદાવાદનું એક પરૂ હતું (કે જેને સરસપુર-સપ્તપર વગેરે હાલ કહેવામાં આવે છે તે)ત્યાં ચાતુર્માસ આવી રહ્યા અને આ વખતે લક્ષ્મીસાગરસૂરિ, વાચક શ્રી ઇંદ્રસૌભાગ્ય તથા શિષ્યમંડળમાં કાંતિસાગર ઉપાધ્યાય, ૫ ક્ષેમસાગર, નયસાગર, હિતસાગરગણિ, વીરસાગરગણિ, કીર્ત્તિસાગર ઇત્યાદિ હતા. અત્ર આશા શુદ ૩ તે દિત ૬૭ વર્ષની ઉમરે સવા પાર ચઢતે સ્વર્ગવાસ પામ્યા.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy