________________
૪:૨'
.
શ્રી જૈન
. કે. હેરલ્ડ,
Anna
આમાં “જસ” પરથી “જશ વિજ્યજી' સમજાય છે. આની સાથે મૂલ સમયસારને દેહો સરખાવો.
એક કર્મ કર્તવ્યતા, કરે ન કર્તા દોય, દુધાં દરબ સત્તા સુતે, એક ભાવ કર્યો હોય.
'
પૃ. ૬૧૮ દોહા નં. ૧૦૯ અર્થાત-એ વાત સ્પષ્ટ છે કે એક કર્મની કર્તવ્યતા એટલે કિયા તે એક જ હોય છે અને તેને કર્તા પણ એક જ હોય છે, પણ બે કર્તા એકજ ક્રિયાના કરનાર ન હેય. અહીં ચેતન દ્રવ્યસત્તા અને પુદગલ દ્રવ્યસત્તા તે તે દુધા એટલે બે પ્રકારે જુદી જુદી છે, તે માટે એક ભાવ એક કર્મ કેમ બને?
આમાં દેહા પર મથાળાં મૂક્યાં છે તે સમયસારમાંથી લઈ મૂક્યા છે. આવી રીતે લીધેલા દોહા પરથી એક પદ રચવામાં શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ પર ચોરીને આરોપ મૂકવો એ ધૃષ્ટતા અને બુદ્ધિશન્યતા છે. આ પદ રચવાને શુદ્ધ આશય જૂદા જૂદા દેહાને એક શંખલાબહણમાં મૂકી તેની સમગ્રતા પરથી જે બોધ લેવાને છે તે સ્પષ્ટ દર્શાવવો એજ હોઈ શકે. તે બોધ એ છે કે ચેતન ! મોહક સંગ નિવાર,
ગ્યાન સુધારસ ધારો-ચેતન !” મોહને છોડી જ્ઞાનને અમૃત રસ ચાખવા માટે આત્મને બેધે છે, કારણકે જ્ઞાન વગર ગમે તેટલી ક્રિયા હોય છે તેમાં મોહ-અવિદ્યા છે-અજ્ઞાન છે અને તેથી ખરા સાધ્યની પ્રાપ્તિ થતી નથી.
વિનયવિજય ઉપાધ્યાય. આમનું સવિસ્તર જીવનચરિત્ર મેં “નયકર્ણિકા' નામની પુસ્તિકામાં આપેલું છે, પરંતુ તેમાં તેઓશ્રી યશોવિજયજી મહારાજના કાકા ગુરૂ થતા હતા તે સંબંધી શ્રી યશોવિજય મહારાજની ગુરૂ પરંપરા જોતાં શક રહેતો હતો. તે સંબંધી નીચેની હકીકત મળે છે તે અત્ર જણાવીએ છીએ.
યશોવિજય મહારાજના ગુરૂના ગુરૂ અને તેના ગુરૂ વિજયપ્રભસૂરિના શિષ્યનકણિકામાંના ચરિત્રમાં બતાવ્યા છે તેને બદલે આ પ્રમાણે જોઈએ.
હીરવિજયસૂરિ
કલ્યાણુવિજય ઉપાધ્યાય
કીર્તિવિજય ઉપાધ્યાય વિનયવિજય ઉપાધ્યાય
લાભવિજ્ય
જિતવિજય
નયવિજય
યશવિજય '