________________
કવિ બનારસી દાસ.
જન્મથી શ્વેતામ્બર હતા, આ શ્રાવક અભુત અધ્યાત્મરસિક કવિ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયના સમકાલિનતરીકે થઈ ગયેલ છે અને તે વેતાંબર સંપ્રદાયમાં જ્યારથી સ્વ. ભીમશી માણેકના જૈન પ્રકરણ રત્નાકરમાં તેનું સમયસાર નામનું અદ્વિતીય સુંદર નાટક ભાષાગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયું ત્યારથી (સચ્ચા સંવત ૧૬૮૩ આધિન શુદિ ૧૩) પ્રતિષ્ઠાને પામેલ છે. આનું જીવન ચરિત્ર તેમણે પિતે રચેલ અપૂર્ણ પધબદ્ધ આત્મજીવન (Autobiography) કે જે અર્ધકથાનક તરીકે ઓળખાય છે તે પરથી અને બીજી વિગતો પરથી વિસ્તાર પૂર્વક વર્તમાન અચ્છા લેખક દિગબરીય ગૃહસ્થ શ્રી નથુરામ પ્રેમીએ બનારસી - વિલાસ નામને ગ્રંથ (મૂલ્ય દોઢ રૂપિયો) સંપાદિત કરી બહાર પાડેલ છે તેમાં તેણે આપેલું છે તે જોઈ જવા ખાસ વિનતિ છે.
અત્ર તે મહાન કવિને શ્વેતાંબર સંપ્રદાયના શ્રી ભાનચંદ્ર સૂરિ સાથે શું સંબંધ હતો તે જણાવવા પુરતો ઉલ્લેખ કરવામાં આવે છે –
તેને જન્મ જેનપુરમાં સં. ૧૬૪૩ ના માઘ શુદિ એકાદશીને રવિવારને દિને થયો હતા. તેના પિતા ખરગ સેનને બનારસમાંના પાર્શ્વનાથ પર બહુજ પ્રીતિ હતી અને તે બનારસ જતાં ત્યાંના પૂજારીએ બનારસીદાસ નામ આપ્યું (જ્યારે મૂલ નામ વિક્રમાજીત હતું). સં. ૧૬૫૪ માં વિવાહ થયો. વધુ બે માસ રહી પિયર ગઈ. ૧૮ વર્ષમાં યૌવન કાલ પ્રાપ્ત થતાં કવિ ઈશ્કબાજીમાં ભરચક પડયા. આ વખતનું વર્ણન પિતાના અર્ધ કથાનકમાં આબેહુબ કંઇપણ છૂપાવ્યા વગર કવિ આપે છે તે ખાસ કવિને માટે માન ઉત્પન્ન કરાવે છે.
વિદ્યા પતિ વિદ્યામે રમેં, સલહસે સતાવને સમ. તજિ કુલ કાન લોકકી લાજ. ભલે બનારસિ આસિખબાજ–૧૭૦ કરે આસિખી ધરિત ન ધીર દરદ બંદ જો સેખ ફકીર, ઇક ટક દેખિ ધ્યાન સો ધરે, પિતા અને કી ધન હર ૧૭૧ ચોરે ચૂની માનિક મની, આને પાન મિઠાઈ ઘની, ભેજે પિસકશી હિત પાસ, આપ ગરીબ કહાવૈ દાસ.
૧૭ર આમ જ્યારે આ અનંગ રંગમાં ભરપૂર કવિ બન્યા હતા ત્યારે જોનપુરમાં ખરતર : ગચ્છીય યતિ ભાનચંદ્રજીનું આગમન થયું. સાધુ મહાશય સદાચારી અને વિદ્વાન હતા; તેમની પાસે સેંકડો શ્રાવક જતા આવતા હતા. એકદિન બનારસીદાસજી પિતાના પિતાની સાથે સાધુજીની પાસે ગયા; મુનિશ્રીએ તેમને સુબોધ પામે તેવા જઈ સ્નેહ પ્રગટ કર્યો. બન૧ ઈશ્કબાજ શુદ્ધ શબ્દ છે.