________________
શ્રી યશેાભદ્રસૂરિ.
૪૦૯
મ્હારા
ઉજ્જયિનીમાં મહાકાલના પ્રાસાદમાં દીવાની જ્ગ્યાતિથી ચંદરવા સળગ્યા. એમ દેવના પ્રભાવથી તે અવધૂતે જાણ્યું. તેણે પોતાના સુખસ્પ દ્વારા મ્હેને જણાવ્યું. મ્હેં એ હાથ ધસી વિધાબળથી તે બળતા ચંદરવા શાન્ત કર્યાં, અને હૅને બે હાથ કાળા ખતાવી શાન્ત કર્યાનું જણાવ્યું.
રાજાએ આ વાતની ખાતરીને માટે પોતાના માણસાના ઉજ્જયિની મેાકલ્યા અને નિશ્રય કરાવ્યેા કે–અમુક દિવસે, અમુક સમયે ચંદરવા સળગી શાન્ત થયા હતા કે કેમ ? માણસાએ આવી આ વાતની સત્યતા રાજાને જણાવી, આથી રાજા આચાર્યશ્રીના ચમત્કારથી બહુ ખુશી થયા, અને જિનધર્મમાં મનવાળા થયા.
કોઇ એક દિવસ આબ્રાટક
(આહડ)−૧કરહેટ-કવિલાણ-સભર અને ભેસર આ પાંચ ગામના સધાએ પાત-પોતાના ગામમાં પ્રતિષ્ઠા કરવાને માટે આચાર્ય યશેાભદ્રસૂરિને એક સાથ વિનતિ કરી. આચાર્યે પાંચે સ્થાનની પ્રતિષ્ઠાને માટે એકજ મુહૂત કાઢી આપ્યું. અને દરેકને કહ્યું કે–મુહૂર્ત વખતે હું હમારે હાં આવીશ.' દરેક ગામના લેાકેા પાતાતાને ચ્હાં ગયા.
પ્રતિષ્ઠાના સમયે આચાયે વિદ્યાના બળથી પોતાનાં ચાર રૂપ અને એક સ્વાભાવિક રૂપ એમ પાંચ રૂપ કરી પાંચે સ્થાનકે એકજ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરી.
કવિલાણમાં પ્રતિષ્ઠા સમયે ઘણા મનુષ્યા એકઠા થયા હતા. તેથી ત્હાંના કુવાનું પાણી ખૂટી ગયું. પાણી વિના લોકાને ઘણી તકલીફ્ પડવા લાગી. આ વાત સથે આચાર્યશ્રીને જણાવી. આચાયે સૂકા કુવામાં પેાતાના નખવડે ચંદનના ક્ષેપ કર્યાં. તેથી હેની અંદરથી ધણુંજ અમૃત સમાન જલ ઉત્પન્ન થયું. ૐ આવી રીતે પંચાણું કુવાઓની અંદર પાણી ઉત્પન્ન કર્યું.
એક વખત આહડની એક શ્રેષ્ઠિએ શત્રુજ્ય-ગિરનારની યાત્રા નિમિત્ત રાજાની આજ્ઞા માગી. ચાતુર્માસ પૂર્ણ થયે શ્રીયશાભદ્રસૂરિને સાથમાં લઇ આ શ્રેષ્ઠિએ સધ કાયેા. અનુક્રમે ચાલતાં સધ અણુહિલપુરપટ્ટણ (પાટણ) ની નજીકના પ્રદેશમાં આવ્યા. રાજા મૂળરાજ, આચાર્યના પ્રભાવ સાંભળી, પોતાની મ્હોટી ઋદ્ધિ સાથે વાંદવા આવ્યેા. આચાયની દેશના સાંભળી રાજા ત્રણા ખુશી થયા. રાજાએ આચાર્યને પ્રાના કરી કે મહારાજ! આપ હમેશાંને માટે મ્હારા નગરમાં વાસ કરે।' આના ઉત્તરમાં ‘સાધુના તે આચાર નથી’ એમ ઝ્હારે આચાર્ય શ્રીએ કહ્યુ, મ્હારે રાજાએ એક વખત પોતાના મકાનમાં પધારવા પ્રાથના કરી.
રાજાની પ્રાર્થના સ્વીકારી, આચાર્ય શ્રી, રાજાની સાથે રાજભવનમાં પધાર્યાં. આ ચાર્યને મહેલના કમરામાં મૂકી રાજાએ દ્વાર બંધ કર્યાં, અને પોતે બહાર ઉભા રહ્યા.
૧ કરહેટનું નામ કરાડા છે. ચિતાડથી રેલવ દ્વારા ઉદેપુર આવતાં રસ્તામાં એક સ્ટેશન આવે છે, જ્હાં કરહેડા પાર્શ્વનાથનુ તી છે. ૨ સંભરીતે આજ કાલ સાંભર કહે છે, જે અજમેરની નજીકમાં છે. અને જ્યાં મીઠું પાકે છે. સંસ્કૃતમાં આનું રાસરી નામ છે. એક સમયે ચહુઆણાની રાજધાનીનું આ શહેર હતું. ૩ સંસ્કૃતચરિત્ર કે હે સ. ૧૬૮૩ માં લખાયુ છે, હૅની અંદર નખસુત નામના કુવા હેાવાનુ જણાવ્યુ છે અને લાવણ્ય સમયે પેાતાના રાસમાં પણ તે વખતે નખમુત કુવે વિદ્યમાન હાવાનુ જણાવ્યુ છે.