________________
४०८
શ્રી જૈન . કે. હેલ્ડ.
બલભદ્ર શિવે માર્ગમાં જતાં પુસ્તકને જોઈને હેમાંથી ત્રણ પાનાં કાઢી લીધાં. સૂર્યાલયમાં જઈ બલભદ્ર પુસ્તક મૂકી એકદમ રડવા લાગ્યો. સૂર્યે પ્રત્યક્ષ થઈને અનુકપા બુદ્ધિથી કહ્યું – હું ભદ્ર! જા, હું તને તે ત્રણ પાનાં આપું છું બલભદ્ર હાંથી પાછી વળી સૂરિજી પાસે આવ્યા. યશોભદ્રસૂરિને વિધાના પ્રભાવથી આઠ મહાસિદ્ધિઓ ઉત્પન્ન થઈ. આકાશ ગામિની વિદ્યાથી આચાર્ય પ્રતિદિન શત્રુજય-ગિરનાર-સમેતશિખર-ચંપા (પાવાપુરી) પુરી અને અષ્ટાપદ એ પંચતીથીની યાત્રા કરીને જ આહાર પાણી કરતા.
યશોભદ્રસૂરિ પાલીથી વિહાર કરી ને સંડેરેક આવ્યા. અહિંના જૈન સંઘે પ્રતિષ્ઠા મહેસવ કર્યો. બહારથી ધાર્યા ઉપરાન્ત લોકો એકઠા થઈ જવાથી જમણમાં ઘી ખૂટયું. આચાર્યના જાણવામાં આ વાત આવી, હારે હેમણે વિદ્યાના બલથી પાલીના એક ધનરાજ નામના જૈનેતર ધનિના ઘેરથી ધી મંગાવી, ઘીનાં વાસણ ભરી દીધાં. ૨ સંધ ખુશી થયો. પ્રતિષ્ઠા થઈ ગયા પછી ગુરૂએ તે મંગાવેલા વૃતનું મૂલ્ય પાલીના તે શ્રેષ્ઠિને આ પવા સૂચવ્યું. હારે લોકો વૃતનું મૂલ્ય આપવા ગયા, હારે હેણે કહ્યું: “હેં ઘી આપ્યું જ નથી, તો હમે દામ-મૂલ્ય શાનું આપવા આવ્યા? તે જ માણસે હારે પિતાના ઘીનાં વાસણો તપાસ્યાં, ત્યહારે હેમાં લગારે ઘી દેખ્યું નહિં. આથી આચાર્ય શ્રીના ચમત્કાર ઉપર તેને ઘણી શ્રદ્ધા થઈ. અને વૈરાગ્ય ઉત્પન્ન થયાં. હેણું મૂલ્ય આપવા આવેલા લોકોને કહ્યું -“હારે ઘીના મૂલ્યનું કંઈ પ્રયોજન નથી. યદિ સંઘના કાર્યમાં તે ધી વપરાયું છે, તો હું માનું છું હું બધું પ્રાપ્ત કર્યું. અગ્નિ-ચેર કે રાજા ધનને હરણ કરી જાય છે, તો તે સહન થાય છે, હારે આ તે સંધના કાર્યમાં વપરાયું છે. આનું મૂલ્ય મહારાથી લેવાયજ કેમ?”
શ્રાવકેએ આ હકીકત ગુરૂશ્રીને જણાવી આચાર્યો લધુ કર્મો જાણું હેણે પ્રતિબંધ કરી જિન ધર્મની પ્રાપ્તિ કરાવી, સાંડેરાવથી વિચરતા વિચરતા આચાર્ય ચિત્રકૂટ આવ્યા.
બીજા તરફ મેદપાટ (મેવાડ)માં આ ઘાટપુર નગરમાં અાટ રાજાને ગુણધર નામે મંત્રી હતા. તે મંત્રીએ વ્યાપારના અવતાર સ્વરૂપ હૃદયથી વિચારીને રાજાની અનુમતિ લઈ એક સુંદર મંદિર બનાવ્યું. આચાર્યશ્રીને ચિત્રકૂટથી લાવીને પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથ બિંબને સ્થાપન કરાવ્યું. એક દિવસ આચાર્ય, રાજા અને સંઘની સાથે મોટા ઉત્સવથી ચૈત્યપરિપાટીએ આવતા હતા, હેવામાં એક અવધત પુરૂષે આચાર્યને દેખીને પિતાના હાથથી મોંઢાનો સ્પર્શ કર્યો. આચાર્યશ્રીએ હેના મનોભિપ્રાયને જાણીને પિતાના બે હાથ ઘસી શ્યામ દેખાડયા. અવધુત અત્યન્ત ચમત્કૃત થયો અને “આ મહાન કલાવાન છે એમ વિચારી આચાર્યને નમસ્કાર કરી ચાલ્યો ગયો. આચાર્ય અને અવધતને આપસમાં થએલા ઇસારા કોઈ સમજી શક્યું નહિ, તેથી રાજાએ આચાર્યશ્રીને પૂછ્યું “મહારાજ આ શું?” આચાર્યે જણાવ્યું:
૧ સરક, એરણપુરાથી ૫ ગાઉ પર છે, જહેને સાંડેરાવ કહેવામાં આવે છે.
૨ આ પ્રમાણે મંત્ર શક્તિથી પાલીથી ઘી લાવ્યા સંબંધી હકીકત, સં. ૧૫૮૧ માં ઇશ્વરસૂરિએ બનાવેલા સુમિત્ર ઋષિ ચરિત્રની અંદર પણ આ પ્રમાણે આપવામાં આવેલી છે –
ઃ કામાર્ચ નિર્મંગરાજીયા નિનાય ઉદપુરે સુપયા:.
तदाद्यनकादभुतम्मचरित्रं श्रीमद्यशोभद्रगुरुं नमामि ॥६॥ ૩ આ ઘાટ, ઉદેપુરથી બે માઇલ દૂર છે. હેને આહુડ કહેવામાં આવે છે,