________________
શ્રી જેન જે. કે. હેરલ્ડ.
vvvvv•~~~~~
wwwwwwww
वृक्ष न लेइ फल तणउ सवाद, वीणा अराथि न आवइ नाद । सूर सदा अजूआळं करइं, उत्तम पर उपगारी सिरइ ॥ ३०॥ नदी न पीइ नीर लगार, कूरम काइ घरइ भूइ भार । महीअल मेह सरोवर भरइं, उत्तम पर उपगारी सरइ ॥ ३१ ॥ पान पदारथ नीलडी, दूध दही दीसइ सेलडी। साकर सरस रस रस जरई, उत्तम परउपगारी सरइ ॥ ३२ ॥ जग सगलू भरि नर नाथ, निगुणा सोइ न घालइ हाथ ।। आक तणां फल सह परिहरई, आंबा फल सहूं आदर करई ॥३३॥ गुणसुंदरी गुण मेरु समान, ताहरु पुत्र हुइसइ जाग भाण।
मानो मोह महा परिहरु, बाई बोल अह्मारु करु ॥३४॥ સંઘાધિપતિએ આ પ્રમાણે ગુણસુંદરીને હારે બહુ બહુ સમજાવી, હારે સુધર્માએ માતાને કહ્યું –
“હે માતઃ! હું દીક્ષા જ ગ્રહણ કરીશ. અને સદગુરૂરૂપી નાવના આધારથી શીઘ ભવ-સમુદ્ર ભરીશ.”
માતાએ પુનઃ દીક્ષા પાળવી કેટલી કઠિન છે, તે સંબંધી ખૂબ સમજાવ્યું. તથાપિ સુધર્માએ “સંયમ રાજ્યથી બીજું કંઈ અધિક છેજ નહિં.' ઇત્યાદિ વચનથી માતા-પિતાને સમજાવી ગુરૂ સમીપે દીક્ષા લીધી. સંધ ઘણે ખુશી થયો. દીક્ષા લીધા પછી છ વર્ષમાં સર્વ શાસ્ત્રોનું અવગાહન કરીને આચાર્ય યુગ્ય થે.”
સુધર્માની દીક્ષા પછી આચાર્ય ઇશ્વરસૂરિ પાછી મુઠારામાં આવ્યા, અને બારગોત્રની સાથે બદરીદેવીની પુનઃ આરાધના કરી. બદરીદેવી આવી. દેવીએ સુધર્માના લલાટમાં સર્વ . સંધ સમક્ષ તિલક કર્યું. કંઠમાં પુષ્પની માળા નાંખી. અને નાટય કરીને સુધમનું યશભદ્રસૂરિ નામ સ્થાપન કરી ચાલી ગઈ.૧
યશોભદ્રસૂરિએ, વિગયો વિકાર કરનારી જાણી, નિરન્તર છ વિગય ત્યાગ કરી આઠ કળીઆનું આંબીલ કરવું શરું કર્યું. આવી ઉગ્ર તપસ્યાના બલથી, હેમણે અનેક અતિશયો ઉત્પન્ન કર્યા.
૧ આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, શ્રી ઈશ્વરસૂરિએ બદરીદેવીની આરાધના મંડારામાં કરી, અને યશોભદ્રસૂરિની આચાર્ય પદવી પણ મુડારોમાંજ થઈ. પરતુ મુનિસુંદરસૂરિ કૃત ઉપદેશ રત્નાકરના પૃ. ૯૩ માં “પપુર્યા શ્રી ચમકાવાર્થપાવર ચાર
વરણામ લાવવારું વિધેસિમિગ્ર તપૂર્વિણો.....” ઇત્યાદિ લખવામાં આવેલ છે, તે વિચારણીય છે. પાલીમાં આચાર્ય પદવી થયાનું ઉપદેશરત્નાકર સિવાય અન્યત્ર કયાંઇપણ જોવામાં આવતું નથી.
૨ લાવણ્યસમયકૃત રાસમાં આંબીલ નહિ, પરંતુ છ વિનયને ત્યાગ કરી આઠ કવળ આહાર કર્યાનું લખ્યું છે યથાઃ
यशोभद्रसूरि चिंतइ सार विगइ विषयन करइ विकार । वगइ छ छडि तिणिवारि लेवउ आठ कवल आहार ॥४४॥