________________
છે જ જે
જે
:
શ્રી યશોભદ્ર સૂરિ.
* *
જે જે
*
યશોભદ્રસૂરિ સંડેરેક ગચ્છમાં એક પ્રભાવિક આચાર્ય થઈ ગયા છે. તેમને જન્મ સં. ૮૫૭+ માં ૧૫લાસી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ ૨ ગુણસુંદરી અને પિતાનું નામ ૩પુણ્યસાર હતું, તેઓ પિરવાડ જ્ઞાતીય નારણ ગોત્રના હતા. બીલકુલ હાની એટલે લગભગ ૫-૬ વર્ષની ઉમ્મરમાં હેમણે દીક્ષા લીધી હતી. દીક્ષાને પ્રસંગ તેઓને માટે આ પ્રમાણે બન્યો હતે –
સંડેરક ગચ્છના પાંચસો સાધુના ઉપરી ઈશ્વરસૂરિએ પિતાના આયુષ્યની અંતમાં છ વર્ષ પર્યન્ત છ વિષયને ત્યાગ કરીને, કેસુડારામાં બદરીદેવીની આરાધના કરી. અને તે દેવીને પાત્રમાં ઉતારી હારે તે દેવી પાત્રને છોડી જવા લાગી ત્યારે ઇશ્વરસૂરીએ દેવ-ગુરૂસંધની આણ દઈ દેવીને અટકાવી અને કહ્યું –
“ હે દેવિ ! મહારે સંધ વિચ્છેદ જશે કે કેમ ? ' દેવીએ કહ્યું- હે ભગવાન! સાંભળોઃ
પલાસી ગામમાં પુણ્યસાર નામે એક વ્યવહારી રહે છે. ગુણસુંદરી નામની હેની ધર્મપત્ની છે. ગુણસુંદરીને હમાચલના સ્વપ્ન સૂચન પૂર્વક સુધર્મ નામક પુત્ર થયો ? છે. પાંચ વર્ષની વયે માતા-પિતાએ લેખશાલામાં ભણવા મૂકયો છે, શાસ્ત્રાભ્યાસ કરવા લાગે છે. આ લેખશાલામાં બીજા પણ કેટલાક છાત્રો ભણે છે તેમાં એક બ્રાહ્મણને છોકરે પણ છે.
એક દિવસ સુધર્માએ તે બ્રાહ્મણના છોકરા પાસે ખડી ભાંગે. બ્રાહ્મણ છાત્ર પિતાને ખડી સુધર્માને આપ્યો પણ ખરે. પરંતુ સુધર્માએ જહે ખડી પિતાના હાથમાં લીધો, હેજ તે અકસ્માત પડી ગયો. અને ફૂટી પણ ગયો. બ્રાહ્મણ છાત્રે પિતાનો ખડી પાછ માંગે. સુધર્મા નવા નવા ખડીયા આપવા લાગે, પણ હેણે પિતને જ ખડીયે પાછા આપવા કહ્યું. હારે તે ખડી સુધર્મા ન આપી શક્યા, ત્યારે બ્રાહ્મણ છાત્રે કહ્યું હે દુષ્ટ ! મહારે ખડીયો આપ્યા સિવાય, ત્યારે ભેજન ન કરવું. આ
* તપાગચ્છની ભાષાની પટ્ટાવલી કે જે સં. ૧૮૮૯ માં લખાએલી છે તેની અંદર યશોભદ્ર સૂરિને જન્મ સં ૮૪૭ લખવામાં આવ્યું છે.
૧ આ ગામ પીંડવાડાની નજીકમાં છે. જેને પલાઈ કહે છે. ૨-૩ નાડલાઈથી મળેલા એક લેખમાં તથા ઈશ્વરસૂરિકૃત રાસમાં તે માતાનું નામ સુભદ્રા અને પિતાનું નામ યશોવર આપ્યું છે. ૪ આ ગામ સાદરીથી ૧ કપ દૂર છે.