________________
४०२
શ્રી જેન . કે. હેલ્ડ.
ઢાલ. આખ્યાનની [ વાસુ પૂજ્ય જિન પુણ્ય પ્રકા–એ દેશી)
રાગ આસાઉરી સિંધુઓ. સૂપ શકલા તનઈ ભયરવ મસરૂ, શાલૂ અતલસને નહીં પાર, ચીર ચુનડી મોલિ પિતાંબર, હીર ચીનીઉં સાર. હીંગ મરી નઈ તરવું સીસું, સાકર નઈ સેપારી, મોટી માંડવી પાટણ કરી, આવઈ કુલ વ્યાપારી; લવિંગ એલચી પુર બરાસ, જાયફલ જાવંત્રી; દાણ માંડવી મહાજન આવઈ, બઈઠા મહઇતા મંત્રી પાંડ પરાં અભ્રષ પાસ, સિઘોડા નઈ કાષ, પાટણ માંડવીઈ બહુ આવઈ, દાણ ટંકાના લાખ.
દુહા.
લષ્ય દાણ લોક જ દીઈ, કરઈ સબલ વ્યાપાર, પુણ્યક્ષેત્ર પાટણ તણે, સુણ સહુ વિસ્તાર.
ચઉપઇ. વિસ્તાર કહઈસુ પાટણ તણ, વ્યાપારી વણજારો ઘણે, અનેક પુરૂષ તિહાં આવઈ જાઈ, વિવિધ વિસ્ત તિહાં વેચાય. પુણ્ય તણી શાલા તિહાં સુદ્ધ, ભાગ જલનઈ પાય દૂધ, દાન માંન અનઈ વસરામ, અતિ શોભઈ પટણપુર ગામ. શ્રી જિનના પિઢા પ્રાસાદ, ઈદ્ર પુરીસું કરતા વાદ, પિષધશાલા પુણ્યના ઠામ, વાડી વન દીસઈ અભિરામ. સહસલિંગની શોભા ઘણું, ઉપમ માન સરોવર તણી, કમલ બહુ જલ મીઠઉ માંહિં, હંસ મોર બગ ઝીલઈ તિહાં. ભચ્છ કચ્છ મંડુક બહુ તરઈ, ચક્રવાક જલક્રીડા કરઈ, કિરતાં વાડી વન આરામ, નાલિ કેલિ આંબા અભિરામ. ચંપગ નાગ અનઈ પુનાગ, તાલ તમાલ અનઈ વર શાળ, જાબૂ દાડમ દીસઈ ઘણાં, ચંદન વૃક્ષ બહુ રલીમણુ. ફૂપ કંડ બહુ વાવ્યો ઘણી, અમૃત ભરઈ સ્ત્રી સોહાસણિ, કુશ ક્રીડા કરતાં બહુ લોક, ઘરિ ધરિ મંગલ પણિ નહી શોક. બાવન વવા જસ નગર મઝારિ, એક ચિતઈ સુણો નરનારિ, પાટણ નગર તણી ઉપમા, કવિ કેલવી આપ્યા વવા. વાડી વન નઈ વા ઘણું, વાલો વેલિ વેનિતાસરિ ઘણી, વિવેક વિચાર વ્યાખ્યાની વસઈ, વાદી વીર પાછા નવિ વસઈ. વેણ વંસ વેશ્યાના વીસ, વિપ્ર વ્યાસ ગાય ગુણ રાસ, વહુરા વાંણઆ વસ્ત વષારિ, વ્યાપારી વડ ગામ મઝારિ. વેદ વાસના વિષ્ણવ ઘણા, વિશ્રામ વામ તે રહઈવા તણું, વણે અઢાર તણો તિહાં વાસ, વૃષભ જીત અને પમ પાસ.
૨૪