________________
૪૦૦.
શ્રી જૈન
. કે. હેરલ્ડ.
નાક સાહીને વેગે તાણે, સંસારે તણાવું જાણે; કન્યા છાટે નવબળ, કહે છવ હશે એમ રોળ. કંઠે ન ધરી એ વરમાળ, ગળે દર ધરે છે બાળ; પછી ગ્રહે તે કન્યા હાથ, તે તો દુર્ગતિ સાટું થાત લેક તિલક કરે તે માટે, જાવું દુર્ગતિ કેરી વાટૅ; ગાંઠે પડતાં સહી બધાણે, દોહિલું છુટવું છે અહીં જાણે અગ્નિ મુજ આણે વંશ જ્યારે, નર ચિતા રે સંભારી ત્યારે, ફેરા દેતે જેણુ વાર, ચિંતે ફરવું સહી ગતિ ચારચોરી ચારે મમ જાણ, એ દેખાડે ચહુ ખાણ, એમ આતમભાવના ભાવે, શુભ ધ્યાને કેવળી થાવે.
૧૨ .
–ભરતેશ્વર રાસ. [આમાં હમણાંની લગ્નવિધિ સાથેનું સામ્ય ઘણું પરખાય છે. ] ભરતની, સ્ત્રીનું વર્ણન કવિ આ પ્રમાણે કરે છે – દંત જિસ દાઢમકળી, અધર પ્રવાળી રંગ, ઓરે ઘણી કટી પાતળી, સબળ સુકોમળ અંગ. કનકદ ભ દેવું ઘડયાં, તાસ પધર હોય, કમળ નાળ સરખી કહી; નારી બાહુડી હાય. પગ પંકજનું જોડલું, જંઘા કદળી સ્તંભ, હંસગતિ ચાલે સહી, રૂપે જાણું રંભ. દેવકુમારી પદ્મિની, અંગ વિભૂષણ સેળ, પહેરણ ચંપા-ચૂંદડી, કાયા કુંકુમ લોળ. ચરણે નેવર વાજતાં, કટીમેખળ ખલકંત, રયણ ઝાલ કાને સહી, વાણું મધુર અત્યંત. સાર વસ્તુ જગમાં ધણી, લીધું તેનું સાર, નારી રત્ન નિપાઇયું, તિસે ભરત ભરનાર
–પૃ. ૩૯-૪૦ આમ અનેક જાતનાં વર્ણન મૂકી શકાશે. હાલ વિસ્તારના ભયથી સાધન સમયના અભાવે જેનેતર કવિઓનાં કાવ્ય સાથે ઋષભદાસનાં કાવ્યોની સરખામણી મુલતવી રાખવી
ગ્ય છે. અત્ર કવિ સંબધી ઉપયુકત માહિતીઓજ મુખ્યત્વે કરી એકઠી કરી મૂકવામાં આવી છે,
ભાષા સંબંધમાં આ કવિ તળપદ ખંભાતને જ રહીશ શ્રાવક હેવાથી જૈનમુનિમાં રહેતા તેમના ભ્રમણકાળથી જન્મેલ ભાષાભેદ અને ભાષાસાંજ્યને દોષ આક્ષેપ તેના પર મૂકી શકાશે કારણકે તેણે પિતાની સવ કૃતિઓ ખંભાતમાંજ રહીને કરી છે. આથી તેની ભાષાનો અભ્યાસ, ખંભાતના આસપાસના પ્રદેશમાં અને ગુજરાતમાં ઈ. સ. સતરમા શતકના પ્રારંભથી કેવા પ્રકારની ભાષા પ્રચલિત હતી તેને ઘણો સારે અને સત્ય ખ્યાલ, આપી. શકે તેમ છે.