________________
શ્રાવક-કવિ અષભદાસ.
૩૯૯
રહો. તે
મસ્તક વેણીને વિકારતી, કાડે કંચુકિ ચીર રે, મોતીહાર લૂટયા પરે, નયણે ગળે વળી નીર રે. નાટિક ગાન તે પરિહરે, મૂકે સકલ શણગાર રે, ભૂમિ પડી એક વળવળે, કિયું કર્યું કરતાર રે. પાછા વળિયેરે પુરધણી, મૂકી ન જઈયે અનાથ રે, સાર સંભાળ ન મૂકીયે, જેહને ઝાલ્યો હાથ રે. નારી વનની વેલડી, જળ વિણ તેહ સુકાય રે, તુમે જળ સરીખા રે નાથજી, જાતાં વેલડી કરમાય રે. જળ વિણ ન રહે માછલી, સુકે પિયણુ પાન રે, તુમ વિણ વિણસે યૌવનું, કંઠ વિના જિમ ગાન રે. નારી નિરખી પાછા વળે, રાખ અમારી તે મામ રે, તુમ વિણ શનાંરે માળિયાં, શને શવ્યાને ઠામ રે. ઈમ વળવળતી રે પ્રેમદા, આંસુડાં લુહે તે હાથ રે; તુમ વિણ વાસર કિમ જશે, તુમ વિણ દહીલી રાત રે. રહે. ૪
-ભરતેશ્વર રાસ.* આ રાજા ભરત ચક્રવર્તીને વૈરાગ્ય થતાં તેના રાજત્યાગ વખતે તેની રાણીને વિલાપ તે સાથે નલરાજાએ તજી દીધેલી વૈદર્ભી પાસે વનમાં એકલી છે તે વખતે જે વિલાપ પ્રેમાનંદે કરાવ્યો છે–વૈદર્ભ વનમાં વલવલે–એ સરખાવો.
- હવે બીજે વિષય જોઈએ. લગ્ન પ્રસંગે થતી વિધિમાં વપરાતી સામગ્રી વૈરાગ્યવાસિતને શું સૂચવે છે તેનું વર્ણન કરતાં કવિ કહે છે કે –
૪માત તાત મોહે પરણાવે, ચિત્ત કુંવરતણે નવ ભાવે, અંગે પીઠી જવ ચોળા, ભાવે આતમા કરમે લેપાએ. નહાતાં શિરે ભાવે સોય, સંસારનાં ફળ કટુ હોય; ખૂપ ભરંતા આતમ ભાવે, સંસારે જીવ તણાવે. વળી ચિંતે ભૂષણ ભાર, ગળે સાંકળ ચિંતેં હાર હાથે શ્રી ફળ લેતાં ભાવે, જીવ નારી કિંકર થાવે. વરઘોડે ચઢીઓ જામ, ચિંતે દુર્ગતિ વાહન નામ, બહુ વાજિંત્ર બજાવે, મન ચિંતે મુજ ચેતાવે. વરગોડેથી ઊતારે, મન હેડી ગતિ સંભારે; પુખે ધુંસરૂં વેગે આણી, સંસાર ધું સરની એંધાણી. ત્રાક દેખી કરે વિચાર, જીવ વિધાશે નિરધાર, દેખી મૂશળ મનમાં આવે છવ સંસારમાંહે ખંડાવે. અર્ધ દેતાં જ્ઞાનેં જોય, સહી પૂર્વ મુખ્ય મુજ હૈય; શ્રાવસંપટ જવ ચંપાવે, વિવેક કોડીયાં મુજ ભંજાવે. આનંદ કાવ્ય મહોદધિ-મૌક્તિક ૩ જુ. પૃ. ૮૬. ૪ ૦ ૦
પૃ. ૭૦,