SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. લેખમાં મળી આવેલું જોવામાં આવ્યું છે. સત્તરમા સૈકામાં બીજાનું ભરણું એક બાજુ રાખી કહીએ તે શ્રી પ્રેમાનંદ શરૂ કરે તે પહેલાંના આ ઋષભદાસ નામના શ્રાવક કવિ એકલાએ લગભગ દશહજાર ગાથા ઉપરાંત કાવ્યસાહિત્ય રચ્યું છે, અને અરાઢમા સૈકામાં તેનો વિસ્તાર વિશેષ છે તે પછી તેને તીખા કહી શકાશે નહિ. ઓગણીશમા શતકમાં પણ જન કવિઓ ઓછા નથી થયા. તે માટે ઉક્ત સ્વર્ગસ્થ શ્રીયુત ગોવર્ધનરામ જણાવે છે કે “થો ભાગે-જૈન કવિઓ, બે ચારેક, હરાડમા શતક પેઠે”—એ કથન ફેરવવા વગર છૂટકે નથી. મારું આ વક્તવ્ય જૈનના ગૂર્જર સાહિત્ય ગ્રંથોને ઈતિહાસ લખાશે ત્યારે અને જેમ જેમ વધુ જૈન સાહિત્ય પ્રગટ થતું જશે તેમ તેમ એગ્ય છે કે નહિ તે પ્રતીત થાય તેમ છે. અત્યાર સુધી જૈન ગૂર્જર સાહિત્ય પ્રસિદ્ધિમાં નથી આવ્યું તેનું કારણ એ છે કે મોટે ભાગે અને પ્રાયઃ તેના સૃષ્ટાઓ જૈન મુનિઓ હતા. (૧) તેઓ પિતાની કૃતિઓ તથા પોતાના પૂર્વકાલીનની કૃતિઓ ધર્મસ્થાનમાંજ-ઉપાશ્રયમાં જ રહી વાંચતા અને સંભલાવતા, જ્યારે બ્રાહ્મણ કવિઓ ગામના ચેરામાં કે બે ત્રણ શેરીઓ ભેગી થતી હોય તેવા રોગાનમાં વાંચતા યા ભાણગળાવાળા બની લોકોને સંભળાવતા. (૨) જૈન અને જૈનેતર બંને કવિઓ જૂદી જૂદી જાતની કથાઓ રચી લખતા, પરંતુ તે લખેલા ગ્રંથ બીજાને આપતાં ય ગમે ત્યાં મૂકતાં રખેને તેને “આશાતના” થાય, તે માટે બહુ કાળજી રાખતા, જ્યારે જૈનેતરેનો તે અભિપ્રાય રહે નહિ. વળી આ ઉપરાંત હાલના જૈન મૂળે એવા અભિપ્રાયના હતા કે પુસ્તક પ્રસિદ્ધ કરવાથી લાભને બદલે ગેરલાભ વધુ થાય છે, જ્ઞાનની આશાતના થવાનો સંભવ છે, પાત્રને બદલે અપાત્રને હસ્તે જવાથી જ્ઞાનને દુરૂપયોગ થાય તેમ છે, તે ધીમે ધીમે છપાવવાની વલણવાળા થતાં જૈનશાસ્ત્રના પ્રકરણ ગ્રંથે અને સંસ્કૃત ભાષાના ગ્રંથે મુદ્રિત કરાવવા લાગ્યા, તેથી પ્રાચીન ગૂર્જર સાહિત્ય પ્રત્યે બહુ લક્ષ ન રહ્યું; તેમ કેલવણીને બહુ ઓછો પ્રચાર, તેથી સાહિત્યની કિંમત સમજાઈ નહિ અને તેથી જે કંઈ તે પ્રત્યે થયું તે પ્રમાણમાં ઘણું ઓછું હોવા ઉપરાંત અધૂરામાં પૂરું ચિંથરીઆ કાગળમાં પ્રગટ થયું. હવે સુચિહ જણવા લાગ્યાં છે કે કંઈ કંઈ પ્રયત્ન સારી દિશામાં થવા લાગ્યા છે. ઋષભદાસ કવિની કારકીર્દિ સં. ૧૬૬૨થી એટલે ઇસવી સનના સતરમા સૈકાના પ્રારંભથી શરૂ થાય છે. એટલે ગૂર્જર પ્રાચીન કવિ શિરોમણિ તરીકે પ્રસિદ્ધ થયેલ પ્રેમાનંદ, શામળ અને અખાની પૂર્વના હોવાનું તેને માન છે, એટલું જ નહિ, પરંતુ તેની વર્ણનશિલી, શબ્દ ચમત્કૃતિ, ભાષા ગૌરવ તે કવિઓની સરખામણીમાં ઉતરતા હૈઈ શકેતેમ નથી. રાગ રામગ્રી. રૂદન કરેરે અંતેકરી, ગેડે કંઠના હારરે, નાખે બીડીને પાનની, કુણુ કરસી અમ સારરે; રહો રહા ભરત નરેશ્વર ! રહે રહો ભરતનરેશ્વર, તુમ વિણ શન્ય તે રાજરે, ઇંદ્ર સરીખેરે દેવતા, માને જેહની લાજ રે. રહે. ૨
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy