SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક-કવિ ઋષભદાસ. ૩૯૭ જાદરૂપ પ્રત્યે શુદ્ધ અંતઃકરણના ભાવ રાખતેા. છ છ કલાક સુધી તેની સેાખતમાં જહાં ગીર રહ્યા છે. “જહાંગીરના અદલ ન્યાય, તેને પ્રજા તરફના પ્રેમ અને તેમના કલ્યાણાર્થે લેવામાં આવતા ઉપાયામાં મહાન્ અકબર સિવાય કોઇપણ રાજા તેની બરાબરી કરી શકે તેમ નથી.” —-જહાંગીર અને તુઝક જહાંગીર [ વસંત શ્રાવણ ૧૯૬૭ ] ઉપસ‘હાર. ટુંકમાં અકબર બાદશાહના વખતમાં ગુજરાત સતઃ જીતાયું, અને શાંતિ ફેલાઇને જહાંગીરના વખતમાં લગભગ જામી ગઇ હતી. આવા વખતમાં કાવ્યધારા ઉછળે એ સ્વાભાવિક છે એમ ધણાના મત છે.+ તેા અત્ર જણાવવું યાગ્ય થઇ પડશે કે કવિ ઋષભદાસ ખંભાતમાં રહીને આટલી બધી સખ્યાબંધ કાવ્ય કૃતિ કરી શક્યા એ શાંતિનું ચિન્હ સૂચવે છે. આના સમયમાં અનેક જૈન કવિએ નામે સમયસુંદર, કુશલલાભ, જયસુંદર, હીરાચંદ શ્રાવક, બ્રહ્મઋષિ, વગેરે થઇ ગયા છે અને આખા સત્તરમેા સૈકા લઇશું તા અનેક મળી આવે તેમ છે.X ઋષભદાસની સર્વ કૃતિઓ તપાસી નિરીક્ષવા યાગ્ય છે. તેનાં સુભાષિતા હાથ લાગ્યાં નથી તેમજ ખીજી ઘણી કૃતિએ હવ્વુ જોવામાં આવી શકી નથી, છતાં તે પૈકી જેટલી મળે તેટલી શેડ દેવચંદ લાલભાઇ પુસ્તકાહાર ક્રૂડ કે અન્ય સંસ્થાએ મુદ્રિત કરાવી પ્રસિદ્ધ કરવા યાગ્ય છે. તેની કૃતિઓના સ ંગ્રહ એકજ પુસ્તકાકારે છપાય તા તે વિશેષ અનુક્ર્માનીય છે. આમ થશે ત્યારે આ કવિ, પ્રેમાનંદ અને તેના જેવા કવિએની સાથે પેાતાનું સુયેાગ્ય સ્થાન લેશે એ નિર્વિવાદ હું ગણુ છું. જૈન ગૂર્ સાહિત્યનેા કયારે આરંભ થયા તેના સબંધમાં સ્વ. સાક્ષરશ્રી ગાવધનરામ માધવરામ ત્રિપાઠી નીચે પ્રમાણે જણાવે છે:— .. પર્વ હરાડમું શતક, જૈન કવિતાના પ્રથમ ઉય. (આ) જૈન કવિ ઉદયરત્ન. જૈન કવિતાને ગુજરાતીમાં પ્રથમ ઉદય-અન્ય કવિયેાથી જુદો પડતા અને ઉક્ત પ્રકારની જૈન શૈલીના અને જૈન વિરક્તિના ગુણાથી ભરેલા-પણ તનખા જેવેાજ.” આ કથન જૈન ગુજરાતી સાહિત્યના અનંતશાખત્વ, વિસ્તારની અનભિજ્ઞતાને લઈને થયું છે એમ સ્વીકાર્યા વગર રહી શકાતું નથી, અને તેથી ઉક્ત સ્વર્ગસ્થ સાક્ષરશ્રીને ટપકા કે દોષ આપીએ તેા અન્યાય ગણાશે. વાસ્તવિક રીતે જે સમયમાં આદિ ગૂર્જર સાહિત્યનાં ખીજ ગુજરાતનાં અમુક સ્થલે રાપાઇ પ્રગટ થયાં છે એવું ઉક્ત સાક્ષર જણાવે છે એટલે ઇ. સ. ૧૪૦૦-૧૫૦૦ સુમારે, તેથી અગાઉનું જૈન ગુજરાતી સાહિત્ય હસ્તજો કે જ`ન ફિલસુફ્ ‘નીશી’ ના મત જૂદો છે કે યુદ્ધના મહાન્ કલહના પ્રસં ગામાં પ્રતિભાશાલી રચનાએ મને છે અને ખરા કવિ પ્રગટે છે. × જુએ જૈન રાસમાળા ( પ્રયેાજક. રા. મનઃસુખલાલ કિ. મહેતા ) અને મારી તેના પરની પૂરવણી. (પ્રકાશક—જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. પાયધુની—મુંબઇ.) * જુએ પ્રથમ સાહિત્ય પરિષદ્ના રિપોર્ટ પૃ. ૧૬.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy