________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
૩૯૫
માસ-તીથિ.
વૃક્ષ મહિં વડે કહેવાય, જેણું છયે નર દુષ્ટ પલાય. તે તરૂ અરનિ નામે માસ, કીધો પુણ્ય તણે અભ્યાસ.
-આશા, આદિ અધ્વર વિન કે મમ કરે, મધ્ય વિનાસ હુઈ આદરે, અંતે વિના સિરિ રાવણ જોય, અજુઆલી તથિ તે પણિ હોઈ.
–શુદ ૧૦.
સકલ દેવ તણે ગુરૂ જેહ, ઉદાયી કેડે નૃપ બેઠે તેહ, બેહું મલી હુઈ ગુરૂનું નામ, સમયે સીઝે સઘલાં કામ
–વિજયાનંદ સૂરિ. ગુરૂ નામે મુઝ પેહતી આસ, ત્રંબાવતીમાં કીધો રાસ. જનશ્રુતિ. સરસ્વતિની પ્રસન્નતા,
એવું કહેવાય છે કે કવિએ વિજયસેન સૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ કરવા શરૂ રાખ્યું હતું. એક રાત્રે ગુરૂએ પિતાના શિષ્ય સારૂ સરસ્વતિ દેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યો હતા, કે જે પ્રસાદ રાત્રિએ ઉપાશ્રયમાંજ સુઈ રહેલા ઋષભદાસના જાણવામાં આવતાં તેણે પોતેજ આરોગી લીધો અને મહાન વિદ્વાન થયો. આના પરિણામે ઉપર જણાવેલી સંખ્યાબંધ કૃતિઓ તે રચી શકે. આવી દંતકથા છે (આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક ૩ પ્રસ્તાવના પૃ. ૨૬ પછીનું પહેલું–બીજી પૃષ્ટ.)
આ દંતકથામાં કેટલું સત્ય છે તે કહી શકાતું નથી, છતાં આટલું તે સત્ય છે કે દરેક કૃતિમાં કવિ સરસ્વતિ દેવીની સ્તુતિ કરવા ઉપરાંત તેને પાડ, પ્રભાવ સ્વીકારે છે. સરસ્વતી દેવીનું મંગલાચરણ દરેકમાં કરી તેમની સહાયતા માંગે છે. એક સ્થલે નમ્રતાથી જણાવ્યું છે કે –
“સમરું સરસતી ભગવતી, સમ કરજે સાર, હું મૂરિખ મતિ કેલવું, તે તાહારે આધાર. પિંગલ ભેદ ન લખું, વ્યક્તિ નહીં વ્યાકર્ણ, મૂરિખ મંડણ માનવી, હું એવું તુઝ ચરણ.
–કુમારપાલ રાસ. સાર વચન જો સરસ્વતી, તું છે બ્રહ્મસુતાય, તું મુજ મુખ આવી રમે, જગમતિ નિર્મળ થાય. તું ભગવતી તું ભારતી, તાહારનું નામ અનેક, હંસગામિની શારદા, તુજમાં ઘણે વિવેક. બ્રહ્માણું બ્રહ્મચારિણી, દેવકુમારી નામ, પ દર્શનમાં તું સહી, સહુ બેલે ગુણગ્રામ. વિદુષોની માતા સહી, વાગેશ્વરી તું હોય, તું ત્રિપુરા બ્રહ્મવાદિની, નામ જપે સહ કેય,