________________
૩૯૨
શ્રી જૈન
. કે. હેરલ્ડ.
વીરવચન અજુઆળો રે, ગૌતમ બ્રાહ્મણ જાત, તે તેના ગુણ વિસ્તર્યારે, નામ જપેરે પ્રભાત. હીર વચન દીપાવતરે, જયસિંહ પુરૂષ ગંભીર, જિણે ગચ્છ સંધ વધારિયે, ગયો ન જારે હીર. બિંબ પ્રતિષ્ઠા બહુ થઇરે, બહુઅ ભરાયારે બિંબ,
શ્રી જિનભુવન મોટાં થયરે, ગચ્છ વાગે બહુ લંબ. વિજયસેન સૂ રિએ અનેક જિન મંદિર બંધાવી તેમાં અનેક જિન બિંબની પ્રતિષ્ઠા કરાવી છે તે હાલના મોજૂદ શિલા લેખો પરથી માલુમ પડે છે. આની પછી કવિ કહે છે કે વિજયતિલક સૂરિ પાટે આવ્યા ( તે જયસિંહ ગુરૂ માહરેરે, વિજયતિલક તસપાટ છે, જ્યારે તપગચ્છની પટ્ટાવલીમાં વિજયદેવ સૂરિ આવ્યા એમ જણાવ્યું છે. તે તે બંને ખરૂં છે, એટલે વિજયસેન સુનિની પાટે બે આચાર્યો થયા (૧) વિજય દેવ સૂરિ, (૨) વિજયતિલકલ્સ રિ, અને તે આ પ્રમાણે
વાચક શિરોમણિ શ્રીમાન ધર્મસાગરજી ઉપાધ્યાયે “કુમતિકદીલ” નામને ગ્રંથ ઘણી સખ્ત ભાષામાં રચ્યો હોવાથી તેને અપ્રમાણ ગણી વિજયસેન સૂરિએ ધર્મ સાગરજીને ત્રણ પેઢી સુધી ગચ્છ બહાર કર્યા હતા. વિજ્યદેવ સૂરિ ગૃહસ્થાવસ્થામાં ધર્મસાગરજીના ભાણેજ થતા હતા અને અરસ્પર બંનેને પ્રેમ હતું તેથી ગચ્છ બહારની હકીકતને પત્ર ધર્મસાગરે વિજયદેવ સૂરિને લખ્યો કે જેના ઉત્તરમાં વિજયદેવ સૂરિએ પત્રની અંદર જણવ્યું કે “કશી ચિંતા ન કરશે. ગુરૂનું નિર્વાણ થયે તમને ગ૭માં લઈ લઈશું; આ પત્ર માણસ સાથે મોકલ્યો; તેણે ભૂલથી તે વિજયસેનના હાથમાં આવ્યો. વાંચતાં હૃદયમાં પોતાના શિષ્યને માટે આઘાત થયો. અને બીજા કોઈને ગચ્છપતિ નીમવા વિચાર રાખ્યો. વિહાર કરતાં ખંભાત આવ્યા, સં. ૧૬૭૧, ત્યાં સ્વર્ગે જવા પહેલાં આઠ વાચક ( ઉપાધ્યાય ) અને ચાર મુનિના પરિવારને બોલાવી જણાવ્યું કે
એક વખત તમે વિજયદેવસૂરિ પાસે જઈ મારું વચન માન્ય રાખવા કહેજો. જે માન્ય કરે તો પટ્ટધર તેને જ સ્થાપજે, નહિ તો બીજા કોઇ ગ્ય મુનિને સ્થાપજો એમ કહી સંધ સમક્ષ તે આઠે ઉપાધ્યાયને સૂરિમંત્ર આપ્યો.
આઠે વાચકે વિજયદેવ સૂરિ પાસે અમદાવાદ આવી સ્વર્ગસ્થ આચાર્યને અંતિમ સંદેશ કહ્યા, પણ તેમણે તેને અસ્વિકાર કર્યો એટલે વિજયસેનની ગાદી પર વિજયતિલક સૂતિને સ્થાપિત કર્યા. તે ત્રણ વર્ષ પછી સ્વર્ગસ્થ થયા. સં. ૧૯૭૪. આમને કવિએ આચાર્ય તરીકે માન્ય રાખ્યા. ”
તે જયસિંહ ગુરૂ માહરોરે, વિજયતિલક તસ પાટ,
સમતા શીળ વિધા ઘણી, દેખાડે શુભ ગતિ વાટ. : ૪ વિજયદેવસૂરિ–જન્મ ઈડરમાં સં. ૬ ૪,ીક્ષા વિજયસેન સૂરિ પાસે સં. ૧૬૪૩, પંન્યાસ પદ સ. ૧૬ ૫૫, સૂરિપદ સં. ૧૬ ૧૬. તેમણે ઈડરના રાજા કલ્યાણમલ્લને પ્રતિબોધ્યો હતો, અને જહાંગીર બહાદશાહે તેને “મહાતપા” એ બિરૂદ આપ્યું હતું: સ્વર્ગવાસ ઉખ્ખા નગરમાં સં. ૧૭૧૩ના આષાઢ શુદિ ૧૧ ને દીને,
દીપવિજય કૃત સેહમકુલ પટ્ટાલી રાસ પરથી.