________________
૩૯૦
શ્રી જૈન શ્વે. કે. હેરલ્ડ.
સ્થૂલિભદ્ર એ નવમા નંદના શકતાલ મંત્રીને પુત્ર હતો. અજા પુત્ર, કઇવન્ના, વીરસેન, મિત્ર રાજા જેનના કથાસાહિત્યમાં દતિક પુરૂષે છે. આદ્રકુમાર એ ઉક્ત અભયકુમારથી પ્રતિબંધિત અનાર્ય રાજાને પુત્ર હતા. આમ ચરિત્ર કાવ્યમાં નિરૂપણ કરી વાર્તાના ચમત્કારના ભગી શ્રોતાઓની રૂચિને પોષતું સાહિત્ય કવિએ પૂરું પાડયું છે. તે સિવાય વિધિ, ઉપદેશ, બોધ સબંધે સંસ્કૃત અને ભાગધી ગ્રંથ નામે શ્રાદ્ધવિધિ (રત્નશેખર સૂરિ કૃત, વિરચિત સં.૧૫૬), અને ઉપદેશમાલા કે જેના રચનાર તરીકે મહાવીર હસ્ત દીક્ષિત શિષ્ય ધર્મદાસ ગણિ કહેવાય છે, તે પરથી સ્વતંત્ર અનુવાદ રૂપે શ્રાદ્ધવિધિ અને ઉપદેશમલા રાસ કવિએ રચ્યા લાગે છે. શ્રાદ્ધવિધિમાં શ્રાદ્ધ-શ્રાવકના સંપૂર્ણ આચાર આળખેલા છે અને ઉપદેશમાલામાં સાધુના આચાર–ચરિત્રપાઠે મૂકેલા છે. તે સિવાય સમ્યગ્દષ્ટિ (બોધિ-પ્રજ્ઞા) શું છે, એ સમજાવવા સમક્તિ સાર રાસ રચ્યો છે અને જગતમાં જીવ અને અજીવ એ બે તો પરથી પાપ, પુણ્ય આસ્રવ [કર્મધાર],સંવર [કર્મનિરોધ],નિર્જરા કર્મને અંશતઃ ક્ષય અને મેક્ષ (કર્મને આત્યંતિક ક્ષય]એમ સાત તો થાય છે તે મળી નવ તત્ત્વનું સ્વરૂપ સમજાવવા નવ તત્વ એ નામને પ્રકરણગ્રંથ કવિએ નવતત્વરાસરૂપે અનુવાદ કર્યો લાગે છે, અને બાર વ્રત [પંચમહાવ્રત અને સાતગુણવ્રત મળી બાર વતઃ નામે અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિગ્દરિમણ, દેશાવગાસિક, ભેગોપભોગ પરિમાણ, અર્નય દંડ, સામાયિક, પૌષધ, અતિથિ સંવિભાગ)નું સ્વરૂપ, દેવ અને સમય એટલે શાસ્ત્રનું સ્વરૂપ, સમજાવવા અને જૈન તીર્થોમાં મહાન તીર્થ નામે પાલીતાણાના શત્રુંજ્ય પર્વતનાં તીર્થનું માહામ્ય, અને પુણ્યની પ્રશંસા કરવા રૂપે અનુક્રમે વ્રત વિચાર, દેવ સ્વરૂપ, સમય સ્વરૂપ, શત્રુંજય રાસ, અને પુણ્ય પ્રશંસારાસ કવિએ રચ્યા છે. આ સિવાય કવિએ અનેક સ્તવને. સ્તુતિઓ, અને નમસ્કાર રચ્યા છે કે જે હાલ પણ ઘણું ભાવથી શ્રાવકો પ્રભુસ્તુતિ કરતાં, બેલે છે. તેમજ વિશેષમાં એ નેંધવા જેવું છે કે શ્રી ઋષભદાસ કૃત કુમારપાળ રાસ પરથી સંવત ૧૭૪૨ આસો શુદિ ૧૦ (વિજ્યાદશમી) ને દિને જિનહર્ષ ગણિ નામના (ખરતર ગચ્છીય) સાધુએ કુમારપાળ પર સંક્ષિપ્તમાં રાસ રચેલો છે. [ કે જે ઉપરની ટીપમાં કુમારપાળનો ના રાસ કદાચ હેય નહિ એવી શંકા રહે છે. ] તે શ્રી જિનહર્ષ જણાવે છે કે –
રિષભ કી મેં રાસ નિહાળી, વિસ્તાર માંહિથી ટાળી દે, રાસ રચ્ય નિજ મતિ સંભાળી, રસના પવિત્ર પખાળી છે;
–ભાગી ભવિયણ! ધર્મણ્યું હે ચિત્ત લાઇલે. ૧૨ આ પરથી સ્પષ્ટ જણાય છે કે જૈન સાધુ અને શ્રાવકેમાં અષભદાસે પોતાના આચાર અને વિચારથી અતિ ઉત્તમ છાપ પાડી પ્રતિષ્ઠા મેળવી છે. કવિના ગુરૂ
કવિ જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં તપાગચ્છના હતા, અને તેના સમયમાં તે ગચ્છની * ૫૮ મી ગાદી પર કહીરવિજય સૂરિ પ્રથમ હતા કે જેને સ્વર્ગવાસ સં ૧૬ પર ન
* હીરવિજય સૂરિ–અકબર બાદશાહને જેન ધર્મને બેધ આપનાર. જન્મ સં. ૧૫૮૩ માર્ગશીર્ષ શુદિ ૯ પ્ર©ાદનપુર ( પાલ્લણપુર ), દીક્ષા પાટણમાં સં ૧૫૯૬ કાર્તિક વદિ ૨, વાચક–ઉપાધ્યાયપર નારદપુરિમાં સં ૧૬૦૦ના માઘ શુદિ ૫, સૂરિપદ
શિરોહીમાં સં. ૧૬૧૦, સ્વર્ગવાસ ઉનામાં સં ૧૬પર ભાદ્રપદ શુદિ ૧૧. આનું ચરિત્ર | મુદ્રિત-હીરસોભાગ્ય કાવ્યમાં છે.