________________
શ્રાવક-કવિ અષભદાસ.
૩૮૫
દ્રાચાર્ય અને વિક્રમ રાજાના પ્રતિબંધક સિદ્ધસેન દિવાકર નામના સંસ્કૃતમાં જૈન મહા કવિઓ તરીકે પ્રસિદ્ધ થયેલાને વખાણ્યા છે, એટલું જ નહિ પરંતુ પિતાના પૂર્વકાલીન જૈન - ગુજરાતી કવિઓ પૈકી કેટલાકનાં નામ આપી તેની પાસે પિતાની લઘુતા દર્શાવી છે.
આગિં જે મોટા કવિરાય, તાસ ચરણરજ ઋષભાય, લાવણ્ય લીંબો ખીમે ખરો, સકલ કવિની કીતિ કરે. હસરાજ વા દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ હંસ સમરો(?) સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ. ૫૪ એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિં હું મુરખ બાલ, સાયર આગવિ સરેવર નીર, કસી તેડિ આવણ નિં ખીર. વીર પાંડ વૃત સરિષા તેહ, હું સેવક મુઝ ઠાકુર તેહ, તેહનાં નામ તણુજ પસાય, સ્તવીઓ કુમારપાલ નરરાય
૫૬
-કુમારપાલ રાસ. આમાં પૂર્વ સમયનાં જૈન ગુજરાતી કવિઓનાં નામ મળી આવે છે –લાવણ્યસમય, લીબે, અ. ૩ખીમે, સલચંદ, હંસરાજ, વાછો (વચ્છ), "દેપાલ, માલ
૧ સિદ્ધસેન દિવાકર, ઉજ્જયિનીના રાજા વિક્રમદિત્યના પ્રતિબંધક આચાર્ય. તેમણે જૈન ન્યાયને પ્રથમ પદ્ધતિપુરઃસર મૂક્યું; કોઇના માનવા પ્રમાણે નવરત્નમાંના ક્ષપણક તે એ હતા. તેમણે ન્યાયાવતાર, સંમતિ તર્ક આદિ ન્યાયના ગ્રંથ અને કલ્યાણમંદિર સ્તોત્ર રચ્યા છે.
૨ લાવણ્યસમય–તેને વિમલપ્રબંધ રા. શ્રી મણિલાલ બકોરભાઈ વ્યાસે હમણાં મુદ્રિત કરાવી પ્રસિદ્ધ કર્યો છે. જન્મ સં. ૧૫૧, દીક્ષા ૧૫ર૯, પંડિતપદ સં. ૧૫૫૫; તેમણે સં. ૧૫૮૭ માં શત્રુંજયના સસોદ્ધારની પ્રશસ્તિ લખી છે તેની કૃતિઓ વચ્છરાજદેવરાજ રાસ (આનંદ કાવ્ય મહોદધિ મૈતિક ૩જામાં મુદ્રિત)વગેરે અનેક છે. વિસ્તાર માટે જુઓ વિમલપ્રબંધ, તથા આનંદ મ. ૩જાની પ્રસ્તાવના.
૩ અ. ખી –એ શ્રાવક કવિ લાગે છે. તેનું બનાવેલ એક ચૅયવંદન હસ્ત લેખમાં હાથ લાગ્યું છે.
સકલચદ-(વિજયસિંહ સૂરિના શિષ્ય મુનિ)કે જેમણે ઘણું સઝા, સ્તવનાદિ, દાનાદિ રાસ રચ્યા છે.
૪ વાછા-આ વચ્છ ભંડારી હોય તે ના નહિ તેણે નવપલવ પાર્શ્વનાથ કલશ સત્તરભેદી પૂજામાં રચ્યો છે તેની પ્રશસ્તિમાં એવું છે કે
ઈમાં ભણે વચ્છ ભંડારી નિશદિન, અમ મન એ અરિહંત.
એહવા નીલવરણ નવરંગ જિનેસર જો જ જયવંત. ૮ ૫ દેપાલ– આદ્રકુમારનું સૂડ’ આ કવિએ રચ્યું છે તે જોતાં તેની ભાષા ઘણી પ્રાચીન લાગે છે. છેવટે જણાવે છે કે
દેપાલ ભણું સોઝ ગઈલા મુગતિ આપુલી ધાનથી, સકતિ સયલ સંધ પ્રસન.. ૬ માલ-માલમુનિ કદાચ હેય. તેની કેટલીક સઝા માલૂમ પડી છે.